નાભિને અંગ્રેજીમાં બેલી બટન કહેવાય છે. અને તે આપણા પેટની વચ્ચે ગોળ આકારમાં હોય છે. એક બાળક પોતાની માતાના ગર્ભમાં નાભી દ્વારા જ જોડાયેલ હોય છે. અને તેની મદદથી જ તે ભોજન અને ઓક્સીજન મળે છે. આમ નાભી આપણા શરીરનો ખુબ જ મહત્વપૂર્ણ ભાગ છે.
નાભિ પર ઘી લગાવવાના ફાયદાઓ : નાભિ પર માત્ર ઘી લગાવવાથી ત્વચાને લગતી સમસ્યાઓ વાળ ખરવા, ગોઠણનો દુખાવો વગેરેમાં રાહત મળે છે. આપણા પેટ પર સ્થિત નાભી પર જો નિયમિત રૂપે ઘી લગાવવામાં આવે તો ઘણા પ્રકારની પરેશાનીથી છુટકારો મેળવી શકાય છે. વાસ્તવમાં નાભિમાં 70 હજારથી પણ વધુ રક્ત વાહિકાઓ હોય છે જે આપણા શરીરની રક્ત ધમનીઓ સાથે જોડાયેલ હોય છે. આથી નાભિ પર ઘી લગાવવાથી ઘણો લાભ થાય છે.
ત્વચા : જો નાભિ પર ઘી લગાવીને માલીશ કરવામાં આવે તો તેનાથી આપણી ત્વચા પર ઘણી અસર થાય છે. અને ત્વચામાં નમી બનેલી રહે છે. આ સિવાય ચહેરા પર પણ નિખાર આવે છે. ચમક પણ આવે છે.
ખરતા વાળ : રાત્રે સૂતા પહેલા જો નાભિ પર દેશી ઘી લગાવવામાં આવે તો વાળ પર તેનો સારો પ્રભાવ પડે છે અને વાળ મજબુત બને છે. તેમજ વાળ ખરતા પણ ઓછા થઈ જાય છે.
ગોઠણનો દુખાવો : ગોઠણના દુખાવાની સમસ્યા થવા પર તમે દેશી ઘીને થોડું ગરમ કરીને નાભિ પર લગાવો. આમ કરવાથી ટેનિનની સીધી અસર ગોઠણના દુખાવા પર પડે છે. અને દુખાવામાં પણ રાહત મળે છે.
ફાટેલા હોઠ : નાભિમાં ઘી લગાવવાથી ફાટેલા હોઠ નરમ બને છે. શિયાળામાં જે લોકોના હોઠ ફાટી જાય છે તેઓ બસ રાત્રે નાભિ પર ઘીથી માલીશ કરવી જોઈએ. સવાર સુધીમાં હોઠ એકદમ નરમ થઈ જશે.
કબજિયાત : કબજીયાતની સમસ્યા થવા પર તમે બસ નાભી અને તેની આસપાસ પેટના ભાગે ઘી થી થોડી વાર માલીશ કરો. આ માલિશથી પાચન ક્રિયા એકદમ સારી થઈ જશે. અને કબજીયાતની સમસ્યા ખત્મ થઈ જશે.
શરદી તાવ : શરદી તાવ આવવા પર નાભી પર દેશી ઘી લગાવવામાં આવે તો શરદી, તાવ તરત જ ભાગી જાય છે. તમે ઈચ્છો તો ઘી ની જગ્યાએ રૂની મદદથી આલ્કોહોલ લગાવીને પણ તાવથી રાહત મેળવી શકો છો.
કંપનની સમસ્યા : ઉંમર વધતા ઘણા લોકોના શરીરમાં કંપન શરુ થઈ જાય છે. જેના કારણે વૃદ્ધ લોકોને ઘણી સમસ્યા થાય છે. આ માટે જો નાભિની આસપાસ દેશી ઘી થી માલીશ કરવામાં આવે તો આ સમસ્યાને ખત્મ કરી શકાય છે.
માસિક ધર્મ : માસિક ધર્મ દરમિયાન દુખાવો થવા પર જો મહિલાઓ પોતાની નાભી પર ઘી લગાવે તો તેને દુખાવામાં ઘણી જ રાહત મળે છે.
આંખ : ઘણા લોકોની આંખ ખુબ જ સુકાઈ જાય છે. જેના કારણે તેને આંખમાં જલન થાય છે. પણ દેશી ઘીને ગરમ કરીને નાભિ પર લગાવવામાં આવે તો આ સમસ્યા દુર થઈ શકે છે. તેમજ આંખની રોશની પર પણ તેનો પ્રભાવ પડે છે.
ખીલ અને ડાઘ : ઘણા લોકને ખીલ અને ડાઘ ની પરેશાની રહેતી હોય છે. જેના કારણે ચહેરાની સુંદરતા ગાયબ થઈ જાય છે. આ સમસ્યા દુર કરવા તેઓ ઘણી ક્રીમનો ઉપયોગ કરે છે. પણ રાહત નથી મળતી. પણ જો રાત્રે સૂતા પહેલા નાભી પર ઘી લગાવવામાં આવે તો ખીલ અને ડાઘ પર તેનો જલ્દી પ્રભાવ પડે છે. અને તે જલ્દી ગાયબ થઈ જાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી