આપણે સૌ એલોવેરાના ગુણધર્મ તો જાણીએ છીએ અને તે આપણી ત્વચા માટે ખુબ જ સારુ માનવામાં આવે છે, અને તેની સાથે લીમડો પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. એલોવેરા અને લીમડો આપણી ત્વચા માટે ખૂબ જ સારો હોય છે એલોવેરામાં વિટામીન, એંજાઈમ, લીગ્નિન, સૈપોનીન, અને સૈલીસિલિક એસિડ જેવા પોષક તત્વો જોવા મળે છે, તેની સાથે જ એલોવેરામાં વિટામિન એ, સી અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. જે આપણી ચમકતી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.
લીમડાની અંદર પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ખનિજો, કેલ્શિયમ, ફોસ્ફરસ વિટામિન સી કેરોટીન વગેરે જોવા મળે છે. એલોવેરા અને લીમડો બંનેમાં એમીનો એસિડ હોય છે, જે ગ્લોઇંગ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. એલોવેરા અને લીમડાનું ફેસપેક ચહેરા ઉપર લગાવવાથી તમારી સ્કિનને ખૂબ જ લાભ મળે છે. તેના મિશ્રણને ત્વચા પર લગાડવાના ઘણા બધા ફાયદા છે, ચાલો જાણીએ તેને લગાવવાની રીત વિષે.
1) ત્વચાને સાફ કરે : એલોવેરા અને લીમડાથી બનેલ ફેસપેકના ઘણા બધા ફાયદા છે, આ ફેસપેકથી આપણી ત્વચા સાફ થઈ જાય છે અને ત્વચાના છિદ્રો ખોલવામાં પણ મદદ મળે છે. તેની સાથે જ લીમડો અને એલોવેરાના મિશ્રણથી ત્વચા ખીલ અને ફોલ્લી સામે લડવામાં મદદ મળે છે. તે સિવાય આ ફેસપેકથી તમારી ત્વચા ઉપર નિખાર આવે છે. એલોવેરા અને લીમડાના ફેસપેકમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે આપણી ત્વચા ઉપર બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સને સાફ કરીને આપણી ત્વચાના ડાઘ રહિત બનાવે છે.
2) ટેનિંગને દૂર રાખે : આપણી ત્વચા ઘણી વખત બહાર રહેવાના કારણે ટેન થઈ જાય છે, એલોવેરાના એન્ટીઓક્સીડેન્ટ ગુણના કારણે આપણા ચહેરા પર આવેલ કાળાશને ઓછી કરવા માટે અને આપણા ચહેરાની સુંદરતા વધારવા માટે ખૂબ જ જરૂરી છે. તેમાં બેક્ટેરિયાને મારવાના ગુણ હોય છે, તેનાથી આપણા ચહેરા ઉપર સોજો અને ખંજવાળની સમસ્યા ઓછી થાય છે. તમે આ પ્રમાણે ફેસપેકને અઠવાડિયામાં બે વખત લગાવી શકો છો.
3) ચહેરાને સુંદર અને ચમકદાર બનાવે : આપણી ત્વચા પરની કરચલીઓ અને રિંકલ્સને દુર કરવા માટે લીમડો અને એલોવેરા ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. લીમડામાં કોલેજન અને એલોવેરામાં ઘણા બધા પ્રકારના વિટામિન જોવા મળે છે, જે આપણી ત્વચાને સુંદર અને નિખારવાન બનાવે છે. ખરેખર લીમડામાં વિટામિન ઈ અને ફેટી એસિડ જોવા મળે છે જે આપણી ત્વચાને ટાઈટ રાખવામાં મદદ કરે છે.
4) એક સરખો સ્કિન ટોન બનાવી રાખવામાં મદદ કરે : લીમડા અને એલોવેરાનો ફેસપેકથી તમે ઘરે જ તમારી ત્વચાની રંગતને સુધારીને ચમકવદાર ત્વચા મેળવી શકો છો. તાપ અને માટીના કારણે તમારા ચહેરાના નિખાર દૂર થઈ જાય છે પરંતુ તમે આ ફેસ પેકનો ઉપયોગ કરીને તમારા ચહેરા ઉપરના ડાઘાને પણ ઓછા કરી શકો છો.
5) ત્વચાને હાઈડ્રેટ રાખે : શિયાળામાં એલોવેરા અને લીમડો આપણી ત્વચાને હાઈડ્રેટ રાખવાનું કામ કરે છે. એલોવેરા અને લીમડો આપણી ત્વચાને ખૂબ જ સારી રીતે મોઇશ્ચરાઇઝ રાખે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે.
આ રીતે બનાવો એલોવેરા અને લીમડાનો ફેસપેક : 1) એલોવેરા અને લીમડાનો ફેસપેક બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં લીમડાનો પાઉડર અને એલોવેરા જેલ નાખો. ત્યારબાદ તેમાં થોડુ પાણી ઉમેરીને એક ફેસપેક તૈયાર કરો. હવે આ ફેસપેકને 15 મિનિટ સુધી તમારી ત્વચા ઉપર લગાવીને રહેવા દો, ત્યારબાદ ત્વચાને ઠંડા પાણીથી ધોઈને સાફ કરો. આ પેકનો તમે અઠવાડિયામાં એક વખત ઉપયોગ કરી શકો છો, તેનાથી તમારી ત્વચા ગ્લોઈંગ બની શકે છે.
2) એલોવેરા અને લીમડાનો ફેસપેક બનાવવા માટે તમે એક નાના બાઉલમાં લીમડાનો પાવડર, એલોવેરા જેલ અને ગુલાબ જળ લઈને આ બધી જ વસ્તુઓને મિક્સ કરો. હવે આ મિશ્રણને ચહેરા ઉપર હલ્કા હાથથી મસાજ કરીને લગાવો, ત્યારબાદ 10 મિનિટ સુધી ચહેરા પર લગાવીને રહેવા દો અને ત્યારબાદ પાણીથી ચહેરો સાફ કરો.
3) આ ફેસપેક બનાવવા માટે તમારે બે ચમચી લીમડાનો પાવડર લઈને તેમાં એલોવેરા જેલ અને હળદરને થોડી માત્રામાં ઉમેરો. ત્યારબાદ સૌ પ્રથમ તમારા ચહેરાને ગુલાબ જળથી રૂ વડે સાફ કરો, ત્યારબાદ તમારા ચહેરા ઉપર ફેસપેક લગાવો અને દસ મિનિટ રહેવા દો. ત્યારબાદ ચહેરાને ચોખ્ખા પાણીથી ધુઓ.
4) તે સિવાય તમે લીમડાનું તેલ અને એલોવેરા જેલને ઉમેરીને ચહેરા ઉપર લગાવી શકો છો, આ પેકને બંને હાથમાં લઈને સારી રીતે ચહેરા ઉપર મસાજ કરો, ત્યારબાદ ઠંડા પાણીથી ત્વચાને સાફ કરો.
એલોવેરા અને લીમડાના ફેસ પેકના નુકસાન : એલોવેરા અને લીમડાના ફેસ પેકનો ઉપયોગ તમે દરરોજ કરી શકતા નથી, કારણ કે તેમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હોય છે. તેનાથી તમારી ત્વચાને નુકસાન થઈ શકે છે. તે સિવાય આ મીશ્રણનો વધુ ઉપયોગ કરવાથી ત્વચા ઉપર રેશિશ થઈ શકે છે. તમે આ પેકને અઠવાડિયામાં એક અથવા બે વખત ઉપયોગમાં લઈ શકો છો. તેનાથી તમારી ત્વચાને કોઈ નુકસાન થશે નહિં.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી