વાળને હેલ્દી અને મજબુત બનાવવા માટે તમારે અમુક પ્રકારના વિટામીન અને પોષક તત્વોની જરૂર હોય છે. કારણ કે આપણા શરીરમાં અમુક તત્વોની કમીથી વાળ નબળા અને તૂટતા હોય છે. આથી વાળનો ગ્રોથ વધારવા માટે અમુક ખોરાકનું સેવન ખુબ જ જરૂરી હોય છે. આજે અમે તમને વાળ માટે પિસ્તા કંઈ રીતે ફાયદાકારક છે તેના વિશે જણાવશું.
વાળને હેલ્થી અને મજબૂત બનાવી રાખવા માટે પિસ્તાનો ઉપયોગ ખુબ જ ફાયદાકારક હોય છે. તેમાં રહેલા પોષકતત્વો શરીર માટે ઘણા પ્રકારે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનું સેવન વજન ઘટાડવા માટે, હૃદયને બીમારીઓથી મુક્ત રાખવા માટે અને આંતરડા સાફ કરવા માટે ખુબ જ ફાયદાકારક હોય છે. વાળના સારા ગ્રોથ માટે તમે પિસ્તાનો ઘણા પ્રકારે ઉપયોગ કરી શકો છો.
તેમાં રહેલા પોષકતત્વો વિટામિન, ખનીજ, એન્ટીઓક્સિડેન્ટ, અસંતૃપ્ત ફૈટી એસિડ, આહાર ફાઈબર અને અન્ય પોષકતત્વો ખુબ જ વધારે ફાયદાકારક હોય છે. પિસ્તામાં વિટામિન એ, બી-6, સી, ઈ અને કે જેવા રાઈબોફ્લેવિન, થાઇમીન, ફોલેટ, પેંટોથેનિક, કોલીન વગેરે પ્રચુર માત્રામાં જોવા મળે છે. જે વાળને હેલ્થી રાખવા અને તેના વિકાસ માટે ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. વાળના સારા વિકાસ માટે પિસ્તા ખુબ જ ફાયદાકારક હોય છે, આવો વિસ્તારથી જાણીએ, તેના ફાયદા અને ઉપયોગની રીત.
વાળ માટે પિસ્તાના ફાયદા : વાળ માટે પિસ્તા ખુબ જ વધારે ફાયદાકારક હોય છે. તેમાં રહેલા ગુણ વાળના વિકાસ માટે ખુબ ઉપયોગી હોય છે. વાળ માટે પિસ્તાના ફાયદા આ પ્રકારે છે.
પિસ્તામાં રહેલ એન્ટીઓક્સિડેન્ટ વાળ માટે ઉપયોગી : પિસ્તામાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ રહેલા હોય છે, જે વાળ માટે ખુબ જ ઉપયોગી ગણવામાં આવે છે. આ એન્ટીઓક્સિડેન્ટ શરીરમાં સેલ્યુલર ચયાપચય પછી મુક્ત કણોને અસર રહિત કરે છે.
મુલાયમ : પિસ્તાનો ઉપયોગ કરવાથી વાળ મુલાયમ બને છે. તેનું તેલ વાળમાં નિયમિત રૂપથી લગાડવાથી વાળને ફાયદો મળે છે. પિસ્તામાં રહેલ વિટામિન ઈ અને કોપર વાળને હેલ્થી બનાવે છે.
વાળનો વિકાસ : પિસ્તાનું સેવન અને તેનો ઉપયોગ વાળના વિકાસ માટે ખુબ વધારે ઉપયોગી ગણવામાં આવે છે. તેમાં રહેલ ફૈટી એસિડ વાળના વિકાસને ઝડપી કરવાનું કામ કરે છે.
વાળની લચક : પિસ્તા હેર માસ્કનો ઉપયોગ વાળની બનાવટ સુધારવા માટે અને વાળને ઊંડાણથી પોષણ આપવા માટે તેમ જ મોઈશ્ચરાઇઝ કરવા માટે ફાયદાકારક ગણવામાં આવે છે. તેનાથી વાળની લચક પણ સુંદર થાય છે.
વાળ ખરવાની સમસ્યામાં : પિસ્તાના સેવન અને તેના ઉપયોગથી વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે. તેમાં રહેલ બાયોટીન ખરતા વાળની સમસ્યા અટકાવવા માટે ઉપયોગી બની રહે છે.
વાળમાં પિસ્તાનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ ? : વાળમાં પિસ્તાનો ઉપયોગ તમે ઘણા પ્રકારે કરી શકો છો. હેલ્થી અને મજબૂત વાળ માટે તમે પિસ્તાથી બનેલા હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો. પિસ્તાનું તેલ પણ વાળ માટે ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. વાળના સારા ગ્રોથ માટે પિસ્તા અને અખરોટના તેલનો ઉપયોગ કરવો જોઈએ. તે માટે તમે વાળમાં 4 ચમચી પિસ્તાનું તેલ અને 2 ચમચી અખરોટનું તેલ મિક્સ કરીને લગાડી શકો છો. તે સિવાય પિસ્તા વાટીને વાળમાં માસ્કની જેમ પણ લગાડી શકો છો.
તમે તમારા ડાયટમાં પિસ્તાને ઘણા પ્રકારે સમાવિષ્ટ કરી શકો છો. તમે કાચા પિસ્તાનો ભૂકો કરીને કે તેનું મિલ્કશેક બનાવીને પણ સેવન કરી શકો છો. પાવડર બનાવેલ પિસ્તા તમે ઘણી રેસિપીમાં પણ ઉપયોગમાં લઈ શકો છો. તમે પિસ્તાને રાત્રે પાણીમાં પલાળીને રાખો અને સવારે દૂધ સાથે પણ તેનું સેવન કરી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી