આપણે સૌ એવું ઈચ્છાતા હોઈએ છીએ કે, વાળનો ગ્રોથ સારો થાય. આથી આપણે અનેક વસ્તુઓનો પ્રયોગ વાળમાં કરતા હોઈએ છીએ. આજે અમે તમને આ લેખમાં વાળમાં લીંબુના રસના પ્રયોગથી શું ફાયદો થાય છે તેના વિશે જણાવશું.
બજારમાં લીંબુના ભાવ ભલે આસમાને પહોંચ્યા હોય, પરંતુ લીંબુની ઉપયોગિતા જોતાં લોકો હજુ પણ તેને ખરીદી રહ્યા છે. લીંબુ તેની ખટાશના કારણે ડિશિઝને ચટપટી બનાવવા માટે તો પ્રયોગમાં લેવામાં આવે જ છે, સાથે જ ગરમીમાં તે શરીરને ઠંડુ રાખવા માટે પણ ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. લીંબુ સિટ્રિક એસિડ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, વિટામિન સી, પેક્ટિન અને ફ્લેવેનાઈડ જેવા ફાયદાકારક તત્વોથી ભરપૂર હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, લીંબુ તમારા વાળ માટે પણ ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે ? જી હા મિત્રો, લીંબુથી તમારા વાળને ઘણા ફાયદા મળી શકે છે. તો ચાલો જાણીએવાળ માટે લીંબુના ફાયદા.
લીંબુથી વાળને મળી શકતા ફાયદા : લીંબુ વિટામિન સી થી ભરપૂર હોય છે. લીંબુથી વાળનું કોલેજન પ્રોડકશન વધે છે જેનાથી વાળનો ગ્રોથ વધે છે. તેમજ વાળને નવી ચમક પણ મળે છે. લીંબુમાં એન્ટિફંગલ પ્રોપર્ટીઝ હોય છે જેનાથી સ્કેલ્પની હેલ્થ સારી રહે છે અને સ્કેલ્પ એક્ને અથવા ખોડોની સમસ્યા થતી નથી. લીંબુના પ્રયોગથી સ્કેલ્પ અને ક્લોગ્ડ હેર ફોલિકલ સાફ થાય છે. જો ફોલિકલ્સ ક્લોગ્ડ હોય તો ખોડો કે ખરતા વાળની સમસ્યા થઈ શકે છે.
વાળના ગ્રોથ માટે લીંબુનો રસ કંઈ રીતે ફાયદાકારક છે : લીંબુનો રસ સ્કેલ્પમાં કોલેજનને બુસ્ટ કરે છે. તેનાથી વાળનો ગ્રોથ વધે છે. તેને લગાડવા માટે લીંબુનો રસ લો અને બરાબર માત્રામાં પાણી સાથે મિક્સ કરો. પાંચ મિનિટ માટે સ્કેલ્પ પર સરખી રીતે મસાજ કરો. પછી 10 મિનિટ બાદ ધોઈ લો. આ પ્રક્રિયા અઠવાડિયામાં એક વખત કરી શકાય છે.
હેર ગ્રોથ માટે ઘરે બનાવો લીંબુનું શેમ્પૂ : આ શેમ્પૂ એ લોકો માટે એકદમ પરફેક્ટ છે જે પોતાના સફેદ વાળને છુપાવવા માંગતા હોય. એસીબી મહેંદી એક નેચરલ ડાઈ છે જેનાથી સ્કેલ્પની હેલ્થ સારી રહે છે અને વાળનું સફેદ થવું પણ બંધ થઈ જાય છે.
લીંબુનું શેમ્પૂ બનાવવા માટે મહેંદી પાવડરમાં એક ઈંડું મિક્સ કરો અને તેમાં એક કપ ગરમ પાણી અને અડધા લીંબુનો રસ મિક્સ કરો. ઘાટું પેસ્ટ બન્યા બાદ વાળમાં લગાડો. તેને ઓછામાં ઓછું 2 કલાક રહેવા દો. પછી ઠંડા પાણીથી વાળ ધોઈ લો.
નારિયેળ પાણી સાથે લીંબુનો રસ મિક્સ કરીને વાળમાં લગાડો : એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર નારિયેળ પાણી વાળ માટે સુરક્ષા કવચની જેમ કાર્ય કરે છે. તે વાળને ઓક્સિડેટિવ ડેમેજથી બચાવે છે. વાળ માટે એક મોટી ચમચી નારિયેળના તેલમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરવો. આ મિશ્રણ સ્કેલ્પ પર સરખી રીતે લગાડો. લગભગ 20 મિનિટ પછી વાળને માઈલ્ડ ફ્રી શેમ્પૂથી ધોઈ લો.
ઓલિવ સાથે લીંબુનો રસ : ઓલિવ ઓઈલથી વાળનો ગ્રોથ વધે છે. તેનાથી વાળનું તૂટવાનું ઓછું થાય છે અને વાળમાં ચમક આવે છે. 2 મોટી ચમચી ઓલિવ ઓઈલ લો. તેમાં એક ચમચી એરંડાનું તેલ મિક્સ કરો, 2 ટીપાં લેમન એસેન્શિયલ ઓઈલ લો. બધુ મિક્સ કરો. તેને હળવું ગરમ કરીને માથામાં લગાડો 30 મિનિટ બાદ શેમ્પુથી ધોઈ લો.
એલોવેરા સાથે લીંબુનો રસ : એલોવેરાને તો વાળ માટે સૌથી સારું પ્રાકૃતિક વરદાન ગણવામાં આવે છે. તેમાં કંડિશનિંગ ગુણ રહેલા હોય છે. 2 મોટી ચમચી એલોવેરા જેલમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરીને વાળમાં લગાડ્યા પછી અડધા કલાક પછી માઈલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ લેવા.
તો કંઈક આ પ્રકારે તમે તમારા વાળના વિકાસ માટે લીંબુના રસને અલગ અલગ વસ્તુઓ સાથે મિક્સ કરીને પોતાના વાળમાં લગાડી શકો છો. આ પ્રાકૃતિક રીત તમને જરા પણ નુકશાન પહોંચાડતી નથી.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી