મિત્રો તમે અનેક ફૂલો જોયા હશે. તેમજ તેના પાન પણ અલગ અલગ હોય છે. જો કે દરેક ફૂલ-છોડના પાન આકારમાં અલગ હોય છે. તેમજ આ પાનમાં ગુણો પણ અલગ અલગ હોય છે. આવું જ એક ફૂલ છે કરેણ. જેના પાન અનેક ગુણોથી ભરપુર માનવામાં આવે છે. આજે આપણે આ લેખમાં કરેણના પાંદડાના ઉપયોગો વિશે જાણીશું.
કરેણના ફૂલ વિશે તો તમે સંભાળ્યું જ હશે. આ ફૂલ ઘણા ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે. તેમાં કંઈક એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીસેપ્ટિક ગુણ હોય છે. જેના કારણે ઘણા લોકો કરેણના ફૂલનો ઉપયોગ ઘરેલું નુસ્ખામાં કરતાં હોય છે. પરંતુ આજે અમે વાત કરેણના પાંદડા વિશે કરીશું. વાસ્તવમાં કરેણના પાંદડામાં પણ તેના ફૂલ જેવા ખાસ ગુણ હોય છે. તેના પાંદડાનો લેપ બનાવીને લોકો ઘણા પ્રકારે ઉપયોગમાં લે છે. તેને લોકો દુખાવા પર લગાડે છે. તે સિવાય પણ આ પાંદડાનો ઉપયોગ કરવાના ઘણા ફાયદા છે. આવો જાણીએ તેના વિશે વિસ્તારથી.
ધાધર થવા પર લગાડો કરેણના પાંદડા : જયારે તમે સ્કીનની લગતી કોઈ બીમારી જેવી કે ધાધર, ખંજવાળ જેવી સમસ્યામાં કરેણના પાનનો લેપ ઉપયોગ કરી શકો છો. ધાધર થાય ત્યારે કરેણના પાંદડાનો ઉપયોગ કરી શકો છો. તેનો એન્ટિબેક્ટેરિયલ ગુણ ધાધરના બેક્ટેરિયાને મારવા માટે અને તેને સરખું કરવામાં મદદ કરશે. તે સિવાય તેનો એન્ટિસેપ્ટિક ગુણ ધાધરના ડાઘ અને નિશાન ઓછા કરવામાં મદદ કરે છે. તમે તેને લાંબા સમય માટે ઉપયોગ કરે તો ધાધરને સરખી રીતે ઠીક કરવામાં મદદ કરે છે. તે ધાધરને મૂળથી મટાડવામાં મદદ કરે છે.
સાંધાના દુખાવામાં : જો તમને સાંધાને લગતી તકલીફ છે તો તમે કરેણના પાનનો લેપનો ઉપયોગ કરી શકો છો. સાંધાના દુખાવા માટે તમે કરેણના પાંદડાનો લેપ બનાવીને ઉપયોગ કરી શકો છો. વાસ્તવમાં તેમાં એન્ટિઇમ્ફ્લેમેટરી ગુણ હોય છે, જે સાંધાના દુખાવા અને સોજા મટાડવા માટે દૂર કરી શકે છે. સાથે જ તે તમારા હાડકાને અંદરથી આરામ પણ પહોંચાડે છે. તેને બનાવવા માટે તમારે બસ આ કરવાનું છે કે, કરેણના તાજા પાંદડાને લઈને વાટી લો. તેમાં તમે થોડું જૈતૂનનું તેલ ગરમ કરીને મિક્સ કરી લો.
જૂના ઘા મટાડવા : તમને ઈજા થઈ હોય ત્યારે તેને ડાઘ દુર કરવા માટે તમે કરેણના પાનનો લેપ ઉપયોગ કરી શકો છો. જો તમને કંઈ વાગે અને ઘા પડે અને તે ઘા મટાડવા માટે તમે કરેણના પાંદડાનો ઉપયોગ કરી શકો છો. તેના એન્ટીસેપ્ટિક ગુણ ઘા મટાડવામાં મદદ કરે છે. તમે તે માટે કરેણના પાંદડા વાટીને તેમાં એલોવેરા મિક્સ કરી લો. હવે આ લેપ તમારા ઘા પર લગાડો.
ખંજવાળ મટાડવામાં મદદરૂપ : ચામડી પર જયારે ખંજવાળની તકલીફ થાય ત્યારે તમે આ લેપ વાપરી શકો છો. કરેણના પાંદડાને તમે ખંજવાળ મટાડવા માટે પણ ઉપયોગમાં લઈ શકો છો. વાસ્તવમાં તેમાં ત્વચાને શાંત કરનાર અને ખંજવાળ મટાડનાર ગુણ જોવા મળે છે. તેને લગાડવાથી તમે ખંજવાળમાં રાહત મેળવી શકો છો. તે ખંજવાળને ઝડપથી મટાડવામાં તમારી મદદ કરે છે.
જીવ-જંતુ કરડવા પર : જીવ જંતુ કરડે ત્યારે કરેણના પાંદડા ખુબ જ ફાયદાકારક હોય છે. તેનો એન્ટીબેક્ટેરિયલ ગુણ ઇન્ફેક્શન ઘટાડવામાં મદદ કરે છે. તે માટે તમે બે કામ કરી શકો છો. પહેલા તો કરેણના પાંદડાને નારિયેળ તેલમાં પકાવીને તેમાં મરી પાવડર મિક્સ કરો. હવે તેને તમારી સ્કીન પર લગાવી લો.
આમ આ 5 પ્રકારે કરેણના પાંદડા તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તમે ચાહો તો દૂધમાં મિક્સ કરીને પણ તેનો લેપ બનાવીને ચહેરા પર લગાડી શકો છો. તે ચહેરાના ડાઘ દૂર કરવામાં પણ મદદ કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી