મિત્રો આજના સમયમાં દિન પ્રતિદિન લોકો સ્થૂળતા નો શિકાર થઈ રહ્યા છે. તેમાં મોટાભાગે મહિલાઓ સામેલ હોય છે. અનહેલ્ધી ખોરાક અને ગતિવિહીન જીવનશૈલી તેના મુખ્ય કારણો હોય છે. સૌથી જિદ્દી બેલીફેટ કમરની બંને તરફ જામી જાય છે. તેને દૂર કરવી ખૂબ જ મુશ્કેલ કામ છે. પરંતુ સર્ટિફાઇડ ફિટનેસ કોચે આ કામને સરળ બનાવવાની રીત જણાવી છે.
બેલી ફેટ વેટ લોસ કરતી વખતે સૌથી મોટો પડકાર લવ હેન્ડલ ને હટાવવાનો હોય છે. કમરની બંને તરફ જે ચરબી જામી જાય છે તેને ‘લવ હેન્ડલ્સ’ કહેવામાં આવે છે. આ ફેટ સૌથી જિદ્દી હોય છે જેને હટાવવી ખૂબ જ મુશ્કેલ હોય છે. પરંતુ તેને હટાવવા માટે બે પ્રકારની એક્સરસાઇઝ ફાયદાકારક બની શકે છે.👉બેલીફેટ ને દૂર કરવા વાળી એક્સરસાઇઝ:- બેલી ફેટ ને ઘટાડવા માટે સર્ટિફાઇડ કોચે બે પ્રકારની એક્સરસાઇઝ કરવાની રીત જણાવી છે. આ વર્ક આઉટ વિશેષ રૂપે કમરની સાઈડમાં જામી ગયેલી ફેટને ઝડપથી બર્ન કરે છે.
👉આ છે સાઈડ કોર વર્ક આઉટ:- આપણા પેટની મસલ્સને કોર મસલ્સ કહેવાય છે અને જે માસ પેશીઓ તેની બંને તરફ હોય છે, તેને સાઈડ કોર મસલ્સ કહેવામાં આવે છે. ફિટનેસ કોચ દ્વારા જણાવવામાં આવેલી આ બે પ્રકારની એક્સરસાઇઝ આ જ ભાગ પર તેની અસર કરે છે અને કમરને પાતળી બનાવે છે.
👉બેલીફેટ દૂર કરવા માટેની પહેલી એક્સરસાઇ:- પગને ખભાથી વધારે ખોલીને ઊભા થઈ જાઓ. એક મધ્યમ વજનનું ડંબલ ઉઠાવો અને બંને હાથથી પકડીને પેટની પાસે રાખો. હવે કમરથી વળીને ડંબલ ને જમણા પગના પંજા તરફ લઈ જાઓ. ત્યારબાદ ડંબલ ને ઉઠાવતા ડાબા ખભા ની ઉપર લઈ જાઓ. આ રીતે જ 15 રેપ્સ (પુનરાવર્તિત) નો એક સેટ કરો. ત્યારબાદ ડાબા પગ ના પંજા ની તરફ પણ આ રીતે ડંબલ લઈ જાઓ. આ રીતે તમારે બે સેટ્સ કરવાના છે.👉બેલી ફેટ ઘટાડવાની બીજી એક્સરસાઇઝ:- પહેલી એક્સરસાઇઝની જેમ પગને ખભાથી વધારે ખોલી લો. ત્યારબાદ એક મધ્યમ વજનનું ડંબલ લઈને છાતીની સામે ઉઠાવો. ડંબલ ઉઠાવીને હાથને સામેની તરફ સંપૂર્ણ રીતે ખોલી લો. હવે કમરને સ્થિર રાખીને ડંબલની સાથે માથું અને ખભા ને ડાબી તરફ લઈ જાઓ. ત્યારબાદ ડંબલ ને વચ્ચે લાવતા જમણી તરફ લઈ જાઓ. આ જ રીતે થોડા સમય માટે કરવાનો પ્રયત્ન કરો.
👉 બેલીફેટ બર્ન કરવાની ટીપ્સ:- ફેટ વાળા ફૂડનું સેવન ઓછું કરવું. પૂરતા પ્રમાણમાં પાણી પીવું. એક્સરસાઇઝની સાથે ફિઝિકલ એક્ટિવિટી વધારવી. ફાઇબર અને પ્રોટીનનું સેવન વધારવું.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી