મિત્રો આપણે આપણા ડાયટને લઈને ખુબ જ સાવચેતી રાખવાની જરૂર છે. આથી દરેક પ્રકારના શાકભાજીનું સેવન કરવું જરૂરી છે. પણ આજે અમે તમને એક ખાસ લાલ શાકભાજી વિશે વાત કરીશું. જેના સેવનથી તમારું બ્લડ પ્રેશર, શુગર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. તેમજ તેનાથી તમારી ચહેરાની ચમક પણ વધે છે. તેમજ અન્ય સ્વાસ્થ્યને લગતા ફાયદાઓ પણ થાય છે.
ફોલિટ અને મેંગનીઝથી ભરપૂર આ શાકભાજી માત્ર આપણાં હાર્ટને હેલ્થી રાખવા માટે જ નહીં પરંતુ આરા ગ્રોથ માટે પણ ફાયદાકારક છે. ફોલેટ જ્યાં બ્રેઇન માટે સારું ગણવામાં આવે છે ત્યાં મેંગેનીઝ બોન ફોર્મેશન, સારા મેટાબોલીજ્મ માટે પણ લાભદાયી છે. તે સિવાય તેમાં ભરપૂર વિટામિન અને મિનરલ્સ જોવા મળે છે જ્યારે તેમાં ફૈટ અને કેલોરીની માત્રા ખૂબ જ ઓછી હોય છે. તો આવો જાણીએ બીટ ખાવાથી આપણા સ્વાસ્થ્યને શું ફાયદો મળી શકે છે.બીટ ખાવાના ફાયદા:-
1) બ્રેનને હેલ્થી રાખે છે:- જયારે તમારું મગજ સ્ટ્રોગ હોય ત્યારે તમે દરેક કામ સરળતાથી કરી શકો છો. જેનાથી તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે. બ્રેઇનને હેલ્દી રાખવા માટે બીટનું સેવન ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. હેલ્થલાઇન મુજબ, બીટમાં નાઇટ્રેટ હોય છે, જે મસ્તિષ્કમાં રક્ત પ્રવાહને વધારી શકે છે અને સંજ્ઞાત્મક કાર્યમાં સુધારો કરી શકે છે.
2) બ્લડ પ્રેશરને ઘટાડે છે:- શરીરમાં હાઈ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે બીટનું સેવન ખુબ જ લાભકારી છે. બીટમાં રહેલા નાઇટ્રેટ્સ વધેલા બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ કરે છે. જેના કારણે તે હાઇ બ્લડ પ્રેશરથી થતી સમસ્યા, હાર્ટ એટેક, હાર્ટ સ્ટ્રોકના જોખમને ઘટાડી શકે છે.3) લોહી વધારે છે:- ધ હેલ્થલાઇન બીટમાં અન્ય મિનરલ્સ સિવાય આયરનની માત્રા ખૂબ જ વધારે હોય છે. જેના કારણે તેને ખાવાથી હિમોગ્લોબિન વધે છે. હિમોગ્લોબિનની ઉણપ ન હોવાને કારણે શરીરમાં લોહીની ઉણપ થતી નથી અને ઑક્સીજન લેવલ સારું રહે છે.
4) હેપેટાઇટીસને દૂર રાખે છે:- બીટનું સેવન કરવાથી હેપેટાઇટીસ જેવી ખતરનાક બીમારીથી બચી શકાય છે. તે માટે તમે તમારી ડાયેટમાં બીટનું જ્યુસ કે બીટના સલાડનું સેવન કરી શકાય છે. તે કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે.
5) કોલેસ્ટ્રોલને ઘટાડે છે:- બીટનું જ્યુસ એલડીએલ એટલે કે, ખરાબ કોલેસ્ટ્રોલના ઓક્સિકરણને ઘટાડે છે. જેના કારણે તે ધમનીઓમાં જામી શકતું નથી અને હાર્ટ ડીસીઝનું જોખમ ઓછું થઈ જાય છે.6) શુગરને કંટ્રોલ કરે છે:- બીટ એક એવી સબ્જી છે જે લોહીમાં શુગરની રીલીઝને સ્લો કરી આપે છે. જેનાથી તેને ડાયાબિટીસના દર્દી પણ સરખી માત્રામાં ખાઈ શકે છે.
7) ચહેરા પર ગ્લો લાવે છે:- બીટમાં વિટામિન સી, એંટીઓક્સિડેંટ સહિત ઘણા એવા તત્વ હોય છે જે સ્કીન પર પિંપલ, એક્ને, ડ્રાઈનેસ વગેરેને દૂર કરે છે અને ચહેરા પર ગ્લો લાવે છે. આમ બીટનું સેવન અનેક રીતે રોગો સામે રક્ષણ પૂરું પાડે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી