મિત્રો ઘણા લોકો પોતાનું વજન ઓછું કરવા માટે ખુબ જ મહેનત કરતા હોય છે. પરંતુ જો તમે પોતાની આ પ્રક્રિયાને તેજ અને ઝડપી બનાવવા માંગતા હો તો તમારે પોતાના ડાયટમાં કઠોળને જરૂર સામેલ કરવા જોઈએ. જો કે ઘણા લોકો કઠોળ ખુબ જ અવગણે છે, અથવા તો એમ કહી કે કઠોળના ગુણ બહુ ઓછા લોકો જાણે છે.
પરંતુ શું તમે જાણો છો કે, આ એક સુપર ફૂડ છે, જેના સેવનથી તમે પોતાની વધારાની ચરબી ઓછી કરી શકો છો. તેનાથી તમારી બધી જ વધારાની ચરબી ઓછી થઈ શકે છે. જો કે કઠોળ ઘણા પ્રકાર છે જેમ કે રાજમા, વટોણા, ચણા, વાલ, ચોળી, મગ, મઠ, સોયાબીન, અડદ વગેરે. તેનો વધુ લાભ લેવા માટે તાજા કઠોળનું સેવન કરવું જોઈએ. આજે આપણે જાણીશું કઠોળના સેવાથી કેવી રીતે ચરબી ઓછી કરી શકાય છે.
વજન : મિત્રો કઠોળમાં વિપુલ પ્રમાણમાં ફાઈબર રહેલ છે. આથી જ તે વજન ઓછું કરવામાં કારગર છે. છોલેમાં લગભગ 160 ગ્રામમાં 265 કેલેરી, 14 ગ્રામ પ્રોટીન, 12 ગ્રામ ફાઈબર હોય છે. જયારે 250 ગ્રામ રાજમા માં 210 કેલેરી, 13 ગ્રામ ફાઈબર અને 13 ગ્રામ પ્રોટીન હોય છે. આવી જ રીતે એન્ટી ઓક્સીડેંટથી ભરપુર સોયાબીનમાં લગભગ 165 ગ્રામ માં 27 ગ્રામ પ્રોટીન, 9.7 ગ્રામ ફાઈબર, 290 કેલેરી હોય છે. આ સિવાય પણ સોયાબીન અને અન્ય કઠોળના અનેક ફાયદાઓ છે.
પાચનતંત્ર : કઠોળ એ ઘુલનશીલ ડાઈટ્રી ફાઈબર નો સારો એવો સ્ત્રોત છે. તેમાં વધુ પ્રમાણમાં કેલેરી પણ હોય છે. ફાઈબર તમારા પાચન માટે ખુબ જ જરૂરી તત્વ છે, અને તે તમને કબજિયાત જેવી સમસ્યાથી છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે. જો કે તમે જાણતા હશો કે વજન ઓછુ કરવા માટે તમારું મેટાબોલીજમ અને પાચનતંત્ર નું સ્વસ્થ રહેવું જરૂરી છે. જો તમારું પાચન તંત્ર સારું હશે તો તે ખોરાકને પચાવવામાં મદદ કરે છે અને વજન ઓછુ કરવામાં પણ મદદ કરે છે.
મેટાબોલીજ્મ: ઘણી શોધમાં એ જાણવા મળ્યું છે કે કઠોળ વધારાની ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે. કઠોળમાં રહેલ સોલ્યુબલ ફાઈબર તમારા જીઆઈ ટ્રેકટ ની અંદર પાણીને શોષી લે છે અને તે જેલ જેવું તત્વ બનાવે છે. જે પાચન રેટ ને ધીમી કરીને વજન ઓછુ કરવામાં મદદ કરે છે.
પ્રોટીન: કઠોળમાં પ્રોટીનની સારી માત્રા મળે છે, અને પ્રોટીનની સૌથી સારી વાત એ છે કે તે તમારા શરીરમાં બ્લડ શુગર વધવા નથી દેતું. સાથે જ એનર્જી પણ વધુ પ્રદાન કરે છે. જયારે તમારું શુગર લેવલ સ્થિર રહે છે ત્યારે તમને વધુ મીઠું કે બહારનું ખાવાનું મન નથી થતું. વધુ એનર્જી મળવાથી તમે કસરત પણ સારી કરી શકો છો.
પ્રાકૃતિક રૂપે ફેટને બર્ન કરે છે : ખુબ જ ઓછા એવા ખાદ્ય પદાર્થ હોય છે જે પ્રાકૃતિક રૂપે ફેટને બર્ન કરી શકે છે. કઠોળ તેમાંથી જ એક છે. કઠોળમાં ઘણા એમીનો એસીડ વધુ હોય છે, જેમ કે આર્ગીનીન, ગ્લુટોમાઈન, જે ભોજન કરી લીધા પણ કેલેરી બર્ન કરવાનીન પ્રક્રિયામાં પ્રાકૃતિક રૂપે મદદ કરે છે.
કેલેરીની માત્રા ખુબ જ ઓછી હોય છે : કઠોળ એ આપણા શરીરની અંદર ફેટને તો બર્ન કરે છે પણ તમને જણાવી દઈએ કે કઠોળમાં ખુબ જ ઓછા પ્રમાણમાં કેલેરી હોય છે. એને ખાવાથી તમારું વજન બિલકુલ નથી વધતું. જો તમે એક કપ કઠોળ ખાવ છો તો તમને 44 જ કેલેરી મળે છે.
જો કે તમે કઠોળને અલગ અલગ રીતે ખાઈ શકો છો. કોઈ તેને બાફીને ખાવાનું પસંદ કરે છે તો કોઈ તેને પલાળીને કાચા ખાવાનું પસંદ કરે છે. જો કે તમે તેને ફ્રાઈ કરીને પણ ખાઈ શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી