શું તમે કંઈ પણ ખાવ છો અને તેનાથી તમારું વજન વધવા લાગ્યું છે ? તમારો જવાબ જો હા છે, તો તમારે તમારી ડાયટમાં ફેરફાર કરવાની જરૂર છે. ક્યારેક એવું પણ થાય છે કે, જંક ફ્રૂડ્સથી જ નહિ, પરંતુ ડાયટમાં ઓછું પ્રોટીન અને વધારે કાર્બોહાઈડ્રેટ લેવાથી પણ વજન વધે છે.
વજન વધવાની સૌથી પહેલી શરૂઆત પેટની આસપાસ ચરબી જમા થવા પર થાય. પેટની ચરબી વધવી, તે વજન વધવા માટેનો સંકેત છે. તેવામાં બેલી ફેટને કંટ્રોલ કરવા માટે ઘઉંના લોટની રોટલીની જગ્યા પર તમે બાજરાના રોટલાનું સેવન કરો. બાજરાનો રોટલો, પોષકતત્વોથી ભરપૂર હોય છે.બજારનો રોટલો બનાવવા જરૂરી સામગ્રી : બાજરાનો લોટ, ગરમ પાણી, સર્વ કરવા માટે ઘી.
કેવી રીતે બનાવવો રોટલો :
બાજરાનો લોટ લો અને તેને ગરમ પાણી વડે બાંધો. આ લોટ ખુબ જ નરમ હોય છે. બાજરાનો લોટ બાંધતા સમયે ખુબ જ ધીરજ અને અભ્યાસની જરૂર હોય છે. એકવારમાં થોડો જ લોટ લો. થોડો લોટ લઈને હાથમાં દબાવો. હવે હથેળીની મદદથી રોટલો બનાવો. ધ્યાન રાખો કે આ રોટલો તૂટે નહિ. ધીમે-ધીમે રોટલો બનાવો, જો તમે જલ્દી કરવા જશો તો રોટલો તૂટી જશે.એકવારમાં જો તમને તમારી પસંદનો આકાર મળી જાય છે, તો તેને તાવડી પર મૂકીને બંને તરફથી સારી રીતે શેકી લો. શેકાય ગયા પછી તેના પર ઘી ફેરવીને સર્વ કરો. બાજરાના રોટલાને હંમેશા ઘી નાખીને જ સર્વ કરવો, કારણ કે આ વધારે ડ્રાય હોય છે. તમે આ રોટલાને અડદની દાળ સાથે પણ સર્વ કરી શકો છો. બાજરાના રોટલા સાથે સફેદ માખણ અને ગોળ પર પીરસી શકો છો. આમ, કરવાથી તેનો સ્વાદ ખુબ જ સારો લાગે છે.
બાજરાનો રોટલો ખાવાના ફાયદા :
બજારો ગ્લુટેન ફ્રી હોય છે, જે શરીર માટે ફાયદાકારક છે. કેટલીક વાર એવું થાય છે કે, ગ્લુટેન યુક્ત ભોજન ખાવાથી પાચનમાં સમસ્યા થાય છે. તેથી કેટલાક લોકો ભોજનમાં ગ્લુટેન ફ્રી આહાર લેવાનું પસંદ કરે છે. આ માટે બાજરો, એક હેલ્દી ઓપ્શન સાબિત થઈ શકે છે.બાજરો ફાઈબરથી ભરપૂર હોવાના કારણે પાચન ક્રિયાને સારી કરે છે. બાજરાનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યાથી મુક્ત થવાય છે. જે પણ લોકોને ડાયાબિટીસની સમસ્યા છે, તે લોકોએ ડાયટમાં બાજરાને જરૂરથી શામિલ કરવો જોઈએ. આવું કરવાથી ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
જે લોકો વધતાં વજનથી ચિંતામાં છે અને વજન ઓછો કરવા માંગે છે, તે લોકોએ પણ પોતાના ડાયટમાં બાજરાને જરૂરથી સામેલ કરવો જોઈએ. બાજરામાં ફાઈબરની ઉચ્ચ માત્રા હોવાના કારણે, તમને જલ્દી ભૂખ લાગતી નથી. આમ તમે પોતાના ડાયટમાં થોડો ફેરફાર કરીને ઘઉંની રોટલીની જગ્યાએ બાજરાનો લોટનો ઉપયોગ કરી શકો છો અને પોતાની વધારાની ચરબીને ઓછી કરી શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી