આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં અનેક પ્રકારની સમસ્યાઓ હવે સામાન્ય બની ગઈ છે. કમરનો દુખાવો પણ એક એવી જ સમસ્યા છે જેમાં લગભગ દર બીજો વ્યક્તિ પરેશાન છે. કેટલાક લોકોને કમરના નીચેનો ભાગમાં દુખાવો થાય છે. આ દુખાવો ખૂબ જ તીવ્ર હોય છે જેના કારણે વ્યક્તિને ઉઠવા બેસવામાં કે ઊભું થવામાં મુશ્કેલી પડે છે.
કેટલીક વાર કમરના નીચેના ભાગમાં દુખાવો એટલો બધો વધી જાય છે કે સહન કરવું પણ મુશ્કેલ બને છે. કમરના નીચેના ભાગમાં દુખાવો થવાના કારણે દર્દીને રોજિંદા કામો કરવામાં પણ તકલીફ પડે છે. કમરના નીચેના ભાગમાં દુખાવાના અનેક કારણો હોઈ શકે છે જેમ કે વધતું વજન, ઘાવ, સિઝેરિયન ડિલેવરી, ખોટી સ્થિતિમાં સૂવું કે કોઈ ભારે સામાન ઉઠાવ્યા બાદ પણ કમર ના નીચેના ભાગમાં દુખાવો થઈ શકે છે. સામાન્ય રીતે આ દુખાવો એક થી બે દિવસમાં જાતે જ ઠીક થઈ જાય છે પરંતુ કેટલીક વાર આ દુખાવો અસહ્ય બની જાય છે, જેથી કરીને દર્દીને તુરંત જ ઉપચાર ની જરૂર પડે છે.મોટાભાગે લોકો કમરના દુખાવાથી રાહત મેળવવા માટે પેનકિલર્સ નો સહારો લે છે, પેન કિલર્સથી દુખાવામાં તો રાહત મળી જાય છે પરંતુ આ દવાઓની સ્વાસ્થ્ય પર ઘણી આડ અસર પણ થાય છે. એવામાં તમે કેટલાક આયુર્વેદિક ઉપાયોની મદદ થી પણ કમરના નીચેના ભાગમાં દુખાવાથી રાહત મેળવી શકો છો. તો આવો આજે આપણે જાણીશું કમરના નીચેના ભાગમાં દુખાવાથી રાહત મેળવવા માટેના આયુર્વેદિક ઉપચાર.
1) સરસવનું તેલ:- તેલની માલિશથી પણ કમરના દુખાવામાં ખૂબ જ રાહત થાય છે. ગરમ તેલની માલિશ કરવાથી માસ પેશીઓમાં ખૂબ જ રાહત મળે છે જેનાથી દુખાવામાં આરામ થાય છે. કમરના નીચેના ભાગમાં દુખાવાથી રાહત મેળવવા માટે સરસવના તેલમાં 10 થી 12 લસણની કળીઓ અને અજમો નાખીને શેકી લો. તેને ધીમી આંચ પર ત્યાં સુધી ગરમ કરો જ્યાં સુધી લસણની કળીઓ બળી ન જાય. આને ઠંડુ કરીને કમર પર લગાવો અને માલિશ કરો. આમાંથી કમરના દુખાવામાં ખૂબ જ રાહત થશે.2) ખસખસ:- કમરના દુખાવામાં ખસખસનું સેવન કરવું ખૂબ જ લાભદાયક સાબિત થાય છે. કમરના નીચેના ભાગમાં દુખાવાથી રાહત મેળવવા માટે તમે અડધો કપ ખસખસ ના બીજ અને અડધો કપ મીસરી ને મિક્સરમાં નાખીને પીસી લો. હવે દરરોજ સવાર સાંજ એક ગ્લાસ દૂધમાં એક ચમચી આ પાવડર નાખીને પીવો. દરરોજ આનુ સેવન કરવાથી તમને કમરના દુખાવામાં ખૂબ જ રાહત થશે.
3) આદુ:- કમરના દુખાવાથી રાહત મેળવવા માટે આદુનું સેવન અત્યંત ફાયદાકારક છે. આમાં એન્ટી ઈમ્પ્લાઇમેન્ટરી ગુણ હોય છે જે દુખાવો અને સોજામાં રાહત પ્રદાન કરવામાં મદદ કરે છે. જો તમે કમરના નીચેના ભાગમાં દુખાવાથી પરેશાન હોવ તો એક ગ્લાસ પાણીમાં આદુને છીણીને 10 થી 15 મિનિટ માટે ઉકાળી લો ત્યારબાદ તેને ઠંડુ કરી લો. હવે તેમાં થોડું મધ મેળવીને પીવો. દરરોજ આનુ સેવન કરવાથી તમને કમર ના નીચેના ભાગમાં દુખાવાથી રાહત મળશે.4) તુલસી:- તુલસી પણ કમર ના દુખાવાને ઠીક કરવામાં ખૂબ જ અસરકારક છે. તુલસીમાં હાજર તત્વ દુખાવો અને સોજો દૂર કરવામાં મદદરૂપ થાય છે. આ લોહીને સાફ કરવામાં મદદ કરે છે. જેનાથી બોડી ડિટોક્ષ થાય છે. કમરના નીચેના ભાગમાં દુખાવાથી રાહત મેળવવા માટે એક કપ પાણીમાં આઠથી દસ તુલસીના પાન નાખીને 10 થી 15 મિનિટ માટે ઉકાળી લો. ત્યારબાદ તેને ઠંડુ થવા દો. હવે તેમાં એક ચપટી મીઠું નાખીને પી લો. દરરોજ આનુ સેવન કરવાથી કમરના નીચેના ભાગમાં દુખાવાથી રાહત મળે છે.
5) ઘઉં:- કમરના દુખાવાથી રાહત મેળવવા માટે તમે ઘઉંનો પણ ઉપયોગ કરી શકો છો. ઘઉં માં દર્દ નિવારક ગુણ હોય છે, તેથી આ કમરના દુખાવાને દૂર કરે છે. કમરના દુખાવાથી રાહત મેળવવા માટે એક ગ્લાસ પાણીમાં એક મુઠ્ઠી ઘઉં નાખીને રાખી લો. બીજા દિવસે સવારમાં પાણીમાંથી ઘઉંને અલગ કરી લો. ત્યારબાદ તેને એક ગ્લાસ દૂધમાં નાખીને ગરમ કરી લો. અને દિવસમાં બે વાર પીવો તેનાથી તમને કમરના દુખાવામાં રાહત મળશે.
કમરના નીચેના ભાગમાં દુખાવાને નજર અંદાજ કરવાથી આ સમસ્યા વધારે વધી શકે છે. કમરના નીચેના ભાગમાં દુખાવો વધવાથી વ્યક્તિ રોજિંદા કામો નથી કરી શકતો. તમે આ ઉપર જણાવેલા કેટલાક આયુર્વેદિક ઉપાયોની મદદથી પણ કમરના નીચેના ભાગમાં દુખાવામાંથી રાહત મેળવી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી