ચહેરો એકદમ સાફ હોય તો વ્યક્તિની સુંદરતા અને નિખારમાં ચાર ચંદ લાગી જાય છે. પરંતુ ઘણા લોકો ચહેરા પર લાલ દાણા અથવા તો ફોલ્લીઓ થી પરેશાન રહેતા હોય છે. આ સમસ્યા ચહેરાની સુંદરતાને ખરાબ કરે છે. આ ઉપરાંત ઘણી વાર તે થવાથી દુઃખાવો પણ થતો હોય છે.
ઘણા લોકો આ સમસ્યાને દુર કરવા માટે અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે પરંતુ તેનાથી તેમને કોઈ પણ લાભ થતો નથી. પરંતુ આયુર્વેદિક ઉપાય દ્વારા તમે ખુબ જ સરળતાથી ચહેરા પર થતી લાલ ફોલ્લીઓ કે દાણાથી છુટકારો મેળવી શકો છો.લીમડો:- આયુર્વેદમાં ઘણી બધી ઔષધીઓ બનાવવા માટે લીમડાનો ઉપયોગ થાય છે. ત્વચા સંબંધી લગભગ સમસ્યાઓના ઈલાજ માટે લીમડાનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમારા ચહેરા પર લાલ દાણા અથવા ફોલ્લીઓ થાય છે તો તેને દુર કરવા માટે તમારે લીમડાની પેસ્ટ લગાવવી.
તેના માટે થોડા લીમડાના પાંદ લેવા. ત્યાર બાદ તેને સ્વચ્છ પાણીથી ધોઈ લેવા. ત્યાર બાદ તેને પીસીને તેની પેસ્ટ બનાવી લેવી. હવે આ પેસ્ટને ચહેરા પર જ્યાં લાલ ફોલ્લીઓ તેમજ દાણા થયા છે ત્યાં લગાવવી. 20 મિનીટ સુધી તે પેસ્ટ ચહેરા પર લગાવી રાખવી. ત્યાર બાદ ચહેરાને પાણીથી સાફ કરી લેવો.
આ પેસ્ટને તમારે અઠવાડિયામાં બે થી ત્રણ વાર લગાવવી. લીમડામાં એન્ટી વાયરલ, એન્ટી સેપ્ટિક અને એન્ટી ફંગલ ગુણ હોય છે. જે ફોલ્લીઓને ઠીક કરવામાં મદદ કરે છે.ફુદીનો:- આયુર્વેદ અનુસાર ફુદીનાની પેસ્ટ તાસીર ઠંડી હોય છે. પુદીનો પેટને ઠંડક આપે છે તેની સાથે સાથે તે ત્વચાને પણ તરોતાજા રાખે છે. ફૂદીનો ચહેરા પર થતી લાલ ફોલ્લીઓને દુર કરવા માટે ખુબ જ અસરકારક સાબિત થાય છે.
તેના માટે ફુદીનાની 10 થી 12 પાંદ લેવા. ત્યાર બાદ તેને ધોઈને તેની પેસ્ટ બનાવી લેવી. ત્યાર બાદ તે પેસ્ટ ફોલ્લીઓ પર લગાવવી. પેસ્ટ સુકાઈ જાય ત્યાર બાદ ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લેવો. આ ઉપાયથી તમારી ત્વચાને ઠંડક મળશે અને ધીમે ધીમે ફોલ્લીઓ દુર થઇ જશે અને ચહેરાની ત્વચા એકદમ સાફ થઇ જશે. આ ઉપરાંત તેનાથી તમારી ત્વચા મુલાયમ, ચમકદાર અને સુંદર થઇ જશે.એલોવેરા જેલ:- એલોવેરા જેલ સ્વાસ્થ્ય, વાળ અને ત્વચા માટે ખુબ જ ફાયદાકારક છે. ચહેરા પર લાલ ફોલ્લીઓ થાય ત્યારે એલોવેરા જેલના ઉપયોગથી પણ તેને દુર કરી શકાય છે.
તેના માટે તમારે તાજું એલોવેરા જેલ લેવું. તેને ચહેરા પર લગાવવું. લગાવ્યા બાદ તેને 10 થી 20 મિનીટ સુધી રહેવા દેવું. ત્યાર બાદ ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લેવો. નિયમિત આ ઉપાય કરવાથી ચહેરા પરની ફોલ્લીઓ ખીલ દરેક સમસ્યા દુર થશે અને ચહેરો સુંદર અને ચમકદાર બની જશે.
ચંદન:- ચંદનની તાસીર પણ ઠંડી હોય છે. તે આપણી ત્વચાને ઠંડક આપે છે. લાલ ફોલ્લીઓ પર ચંદનનો લેપ લગાવવાથી ત્વચાને ઠંડક મળશે અને ફોલ્લીઓ દુર થશે. તેના માટે તમારે ચંદનનો પાવડર લેવો. ત્યાર બાદ તેમાં ગુલાબ જળ મિક્સ કરી તેની પેસ્ટ બનાવી લેવી. તે પેસ્ટ પુરા ચહેરા પર લગાવવી. ત્યાર બાદ તેને 15 મિનીટ સુધી લગાવી રાખવી. ત્યાર બાદ ચેહરાને પાણીથી સાફ કરી લેવો. તેનાથી તમારી ત્વચામાં નિખાર આવી જશે. તેમજ ચહેરાની ત્વચા સુંદર અને બેદાગ થઇ જશે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી