આજના સમયમાં થાઈરોઈડની સમસ્યા ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. થાઇરોડ પતંગિયાના આકારની એક ગ્રંથિ હોય છે જે ગળાના આગળ ના ભાગમાં એટલે કે કોલર બોન ની પાસે હોય છે. તેનું કામ હોર્મોન બનાવવાનું છે. જેનાથી ચયાપચય અને વિકાસને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. થાઇરોડ હોર્મોન ગ્રંથિથી નીકળે છે અને લોહી દ્વારા શરીરની કોશિકાઓ સુધી જાય છે. તેનાથી શરીરનો વિકાસ થાય છે, હાડકાની સંરચના થાય છે, યૌન વિકાસ થાય છે અને શરીરના અનેક કામ નિયંત્રિત થાય છે.
થાઇરોડ રોગ ત્યારે થાય છે જયારે આ ગ્રંથિ શરીર માટે જરૂરી આ હોર્મોન ને વધારે ઉત્પાદન કરવા લાગે છે કે નથી કરી શકતી. વધુ પડતા થાઇરોઇડ હોર્મોનના સ્ત્રાવને હાઇપરથાઇરોડિઝમ કહેવામાં આવે છે, અને ખૂબ ઓછા અથવા ન થતા હોય તેને હાઇપોથાઇરોડિઝમ કહેવામાં આવે છે. થાઈરોઈડને અસર થવાને કારણે થાઈરોઈડ કેન્સર, થાઈરોઈડ નોડ્યુલ્સ, થાઈરોઈડાઈટીસ (થાઈરોઈડનો સોજો) જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.થાઈરોઈડ નો ઈલાજ શું છે?:- થાઈરોઈડ થી જોડાયેલી બીમારીના મેડિકલમાં અનેક પ્રકારના ઈલાજ અને દવાઓ ઉપલબ્ધ છે.જોકે કેટલાક આયુર્વેદિક ઉપચાર દ્વારા પણ આનો ઈલાજ કરી શકાય છે. આયુર્વેદિક ડોક્ટરે કેટલીક વસ્તુઓ જણાવી છે જેનું સેવન કરવાથી તમને મદદ મળી શકે છે.
થાઇરોઈડ રોગના કારણો અને લક્ષણો:- થાઇરોડ રોગના અનેક કારણો છે જેમાં આયોડિનની કમી કે વધારે સેવન, ગ્રેવ્સ ડિસીઝ, થાઈરોઈડાઈટીસ, ડાયાબીટીસ, મેદસ્વીતા વગેરે સામેલ છે. થાઇરોડ રોગ થવાથી તમને થાકનો અહેસાસ થવો, વજન વધવું, વારંવાર અને ભારે માસિક ધર્મ માં થવું, જાડા વાળ થવા કર્કશ અવાજ થવો વગેરે સામેલ છે.1) બ્રાઝિલ નટ્સ:- તમારે એક દિવસમાં માત્ર બે થી ત્રણ બ્રાઝિલ નટ્સ ખાવાથી સેલેનિયમનું લેવલ જાળવી રાખવામાં મદદ મળે છે. થાઇરોડના સારા કામકાજ માટે સેલેનિયમ જરૂરી છે. બ્રાઝિલ નટ્સ ખાવાથી દરેક પ્રકારના થાઇરોડ રોગોને રોકવા અને તેને મેનેજ કરવામાં મદદ મળે છે. આનાથી ઓટો-ઇમ્યુન-હાશિમોટો એન્ડ ગ્રેવ્ઝ રોગ અને થાઇરોઇડ કેન્સરના જોખમને અટકાવી શકાય છે.
ક્યારે ખાવા બ્રાઝિલ નટ્સ:- આનું સેવન કરવાની સૌથી સારી રીત એ છે કે તમે સવારમાં ખાલી પેટે બે થી ત્રણ સૂકા શેકેલા બ્રાઝિલ નટ્સ ખાઓ. આ ઊંઘ, મગજ, યૌન શક્તિ અને હૃદય સ્વાસ્થ્યમાં પણ સુધારો કરે છે. આ વાળને ખરતા, સોજો, બ્લડ શુગર અને હાઈ કોલેસ્ટ્રોલ માટે પણ શ્રેષ્ઠ છે.2) પિસ્તા:- પિસ્તા ફાઇબર, મિનરલ અને સેન્ચ્યુરેટ ફેટનો એક સારો સ્ત્રોત છે. આ બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. શેકેલા મીઠાવાળા પિસ્તા લો બ્લડ પ્રેશર માટે ખૂબ જ સારા હોય છે. જ્યારે માત્ર શેકેલા હાઈ બ્લડ પ્રેશરને ઘટાડવામાં ઉપયોગી છે. આ ફાઇબર અને પ્રોટીનનો પણ સારો સ્ત્રોત છે જે તમારા પેટ ને લાંબા સમય સુધી ભરેલું રાખે છે.
ક્યારે ખાવા પિસ્તા:- તમે એક મુઠ્ઠી પિસ્તા સાંજે નાસ્તાના રૂપમાં કે દિવસમાં ક્યારેય પણ જ્યારે તમને ભૂખ લાગે તો ખાઈ શકો છો. આ કબજિયાત, ભૂખ, અનિંદ્રા, શુષ્કતા અને તણાવ જેવા થાઇરોડ ના લક્ષણો માટે સારુ કામ કરે છે.3) ખજૂર:- ખજૂર થાઇરોડ માટે સૌથી સારું ફૂડ છે. આ આયોડિન અને આયર્ન થી ભરપૂર હોય.છે ખજૂર ખાવાથી થાયરોડ હોર્મન T-3 અને T-4 ના ઉત્પાદનમાં મદદ મળે છે.
ક્યારે ખાવું ખજૂર:- તમે ત્રણ ચાર ખજૂરને રાત્રે પાણીમાં પલાળી લો અને સવારમાં ખાઓ તેનાથી થાક, વાળનું ખરવું, માથાનો દુખાવો, કબજિયાત, સાંધાના દુખાવા કે ગઠિયા વા જેવા રોગોમાં મદદ મળી શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી