મિત્રો તમારા રસોડામાં રાખેલા મસાલા માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતા પરંતુ તેમાં અનેક પ્રકારના ઔષધીય ગુણો પણ ઉપલબ્ધ હોય છે જે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરીને સ્વાસ્થ્યને લાભ પ્રદાન કરે છે. એવો જ એક જબરજસ્ત મસાલો ધાણા છે. આયુર્વેદ ડોક્ટર પ્રમાણે ધાણા એક એવો પાવરફુલ મસાલો છે જે એસિડિટી, માઈગ્રેન, માથાનો દુખાવો, બ્લીડિંગ, વધારે પડતી તરસ, થાયરોડ, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, ફેટી લીવર, સ્થૂળતા,અપચો અને હોર્મોનલ અસંતુલન જેવી બીમારીઓ અટકાવવા અને તેનો ઈલાજ કરવાની ક્ષમતા રાખે છે.
આયુર્વેદમાં પણ ધાણા ખાવા ના અસંખ્ય ફાયદા જણાવવામાં આવ્યા છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે ધાણા આયુર્વેદિક ડીટોક્ષ ના રૂપમાં પણ કાર્ય કરે છે. એટલે કે તમારી અંદરના અંગોની સફાઈ કરે છે. આ દરેક માટે સૌથી સારા છે કારણ કે આ બધા દોષો-વાત, પિત્ત અને કફને સંતુલિત કરે છે. આમ તો દરેક લોકો ધાણાનો ઉપયોગ જમવાનું બનાવવામાં કરે છે પરંતુ તમે તેના વધારે ફાયદા મેળવવા માટે અલગ અલગ રીતે ઉપયોગ કરી શકો છો. ડોક્ટર ધાણાના ફાયદા અને ઉપયોગ કરવાની રીત જણાવી છે.ધાણાના આયુર્વેદિક ગુણ (બીજ અને પાંદડા):- રસ (સ્વાદ) – કષાય (કડક), તિક્ત (કડવો), ગુણ (ગુણ) – લઘુ (પચવા માટે હલકો), સ્નિગ્ધા (ચીકણું, તેલયુક્ત), વિપાક (પાચન પછીની અસર) – મધુર (મીઠી), વીર્યા (શક્તિ) – ઉષ્ણ (ગરમ), ત્રિદોષ પર અસર – ત્રિદોષહર (ત્રણ દોષોને સંતુલિત કરે છે).
ધાણાના આયુર્વેદિક ફાયદા:-
1) ફેટી લીવર-ડાયાબિટીસ માટે ધાણાની ચા:- જો તમે ફેટી લીવર, ડાયાબિટીસ અને પાચન સંબંધિત સમસ્યાઓથી રાહત મેળવવા ઈચ્છતા હોય તો તમારે ધાણાની ચા પીવી જોઈએ. ચા ના ગુણ અને પ્રભાવ વધારવા માટે તમારે વરીયાળી અને જીરું નાખીને પણ ચા બનાવી શકો છો.2) થાઇરોડ માટે આ રીતે કરો ઉપયોગ:- થાઇરોડ ના લક્ષણોને દૂર કરવા માટે તમારે માત્ર એક ચમચી પીસેલા ધાણાને એક ગ્લાસ પાણીમાં આખી રાત માટે પલાળી દો. સવારમાં તેને અડધું થવા સુધી ઉકાળો અને ગાળી લો. આ ડ્રિંક ને પીવાથી મૂડ અને ચયાપચન વધારવામાં મદદ મળે છે. તેના વધુ લાભ મેળવવા માટે તે ઉકળતી વખતે તેમાં લીમડાના પાન અને સૂકા ગુલાબના પાંદડા પણ નાખી શકો છો.
3) થાઇરોડના દર્દીઓએ આ વાતનું રાખવું ધ્યાન:- જો તમે થાઇરોડના દર્દી હોય તો તમારે તમારી ગોળી લીધા ના એક કલાક બાદ જ ધાણાના પાણીનું સેવન કરવું જોઈએ ગોળી લીધા બાદ એક કલાક સુધી સાદા પાણી સિવાય કંઈ પણ ખાવું કે પીવું ન જોઈએ.4) બ્લડિંગ- એસિડિટી માટે કરો આ ઉપયોગ:- બ્લડિંગ, એસીડીટી અને બળતરા જેવી સમસ્યાઓથી રાહત મેળવવા માટે 25 ગ્રામ ધાણા ને મોટા પીસી લો. એક વાસણમાં પાણી લો અને તેને રાત્રે કે આઠ કલાક માટે પલાળીને તથા ઢાંકીને રહેવા દો. બીજા દિવસે સવારમાં ગાળીને તેમાં થોડીક સાકર નાખીને ખાલી પેટે સેવન કરી લો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી