આજકાલ શેર બજાર ખુબ જ તેજીમાં ચાલી રહ્યું છે. તેમાં રોકાણ કરનાર ઘણા ગ્રાહકો માલામાલ થઇ રહ્યા છે. જો કે શેર બજારમાં ઉતાર ચઢાવ જોવા મળે છે. પણ જો તમે યોગ્ય અને સારા શેરમાં પોતાનું રોકાણ કરો છો તો તમને સારું એવું રીટર્ન મળી શકે છે. આજે અમે તમને આ લેખમાં મહિન્દ્રા અને ટાટા ના શેર વિશે માહિતી આપીશું. આ શેરમાં જે પણ લોકોએ પોતાનું રોકાણ કર્યું છે તેઓ હાલ માલામાલ થઇ રહ્યા છે. તેમજ તેમણે સારું એવું રીટર્ન મળતા તેઓ માલામાલ થઇ ગયાં છે. ચાલો તો જાણી લઈએ આ શેરની વિગતો વિશે.
અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે શેરબજારમાં તબડતોદ તેજી જોવા મળી રહી છે. ઓટો શેરમાં ઉછાળાથી બીએસઇનો સેન્સેક્સ ઇંડેક્સ 500 અંકથી વધારે જોવા મળ્યો હતો. જ્યારે એનએસઇનો નિફ્ટી પણ જોરદાર તેજી સાથે કારોબાર કરી રહ્યો છે. સોમવારે સ્ટોક માર્કેટમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા મોટર્સના શેર હોલ્ડર્સ સૌથી વધારે ફાયદામાં રહ્યા છે. પહેલા દિવસે ચઢ્યું શેર બજાર:- ભારતીય શેર બજાર એકધારા ત્રીજા અઠવાડિયાથી તેજીમાં રહ્યું છે. સોમવાર, 1 ઓગસ્ટના રોજ, માર્કેટના બંને ઇંડેક્સ વધતી સાથે લીલા નિશાન પર ખૂલ્યા. સવારે 9:18 વાગ્યે સેન્સેક્સ 81.70 અંકની સાથે 57651.95 પર, જ્યારે નિફ્ટી 29.70 અંકની વધતી સાથે 17,188 પર ખૂલ્યું. આખોદિવસના કારોબાર બાદ અંતમાં સેન્સેક્સ 545 અંકની વધતી સાથે 58,115ના સ્તરે બંધ થયું. નિફ્ટીએ પણ તેજી જાળવી રાખી અને અંતમાં 182 અંક ઉછળીને 17,340ના સ્તરે બંધ થયું.ટાટા મોટર્સને સૌથી વધારે ફાયદો:- ઓગસ્ટના પહેલા કારોબારી દિવસે શેરબજારમાં ટાટા ગ્રુપની ટાટા મોટર્સ સૌથી મોટી ગેનર રહી. તેના શેર 6.58 ટકા સુધી ઉછળીને 479.20 રૂપિયા પર પહોંચી ગયા. ત્યાર બાદ આનંદ મહિન્દ્રાના નેતૃત્વ વાળી M&M બીજી સૌથી મોટી ગેનર રહી. તેના શેરોમાં 6.02 ટકાની તેજી જોવા મળી અને શેર પ્રાઇસ 1,234.50 રૂપિયા પર પહોંચી ગયું. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની હાલમાં જ લોન્ચ થયેલી સ્કોરપિયો એનને મળી રહેલી જબરદસ્ત બુકિંગની અસર કંપનીના શેરો પર જોવા મળી.આ શેરોમાં આવી જોરદાર તેજી:- કારોબારના અંતમાં નિફ્ટી પર ટાટા મોટર્સ, એમ&એમ, અદાણી પોટર્સ, ઓએનજીસી અને યુપીએલ પ્રમુખ ફાયદા વાળા શેરમાં સમાવિષ્ટ છે. તેમજ નીચાણ વાળા શેરોમાં સન ફાર્મા, એચડીએફસી લાઈફ, એચયુએલ, બ્રિટાનિયા ઇંડસ્ટ્રીઝ અને ડિવિસ લેબ્સ સમાવિષ્ટ હતા.
મિડકેપ અને સ્મોલકેપ માં વધતી:- સોમવારના રોજ, ઓટો, પાવર અને ઓઇલ એન્ડ ગેસ ઇંડેક્સમાં 2 થી 3 ટકાની તેજી જોવા મળી અને તેની સાથે બધા સેક્ટોરલ ઇંડેક્સ પોઝિટિવ નોટ પર બંધ થયા. તેની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જના મિડકેપ અને સ્મોલકેપ ઇંડેક્સમાં 1-1 ટકાથી વધુની તેજી જોવા મળી હતી. આ ટાટા અને મહિન્દ્રા ના શેરમાં રોકાણ કરનાર ગ્રાહકો હાલ સારું એવું રીટર્ન મેળવીને માલામાલ થઇ ગયાં છે. જેમાં તેમને બમણું રીટર્ન મળેલ છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી