મહિલાઓ જયારે સીવલેસ કપડા પહેરે છે ત્યારે ખાસ કરીને તે પોતાની અન્ડરઆર્મ્સ સુંદર દેખાય તે માટે ઘણી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. પણ જો તમે ઈચ્છો તો તમારા બગલની કાળાશ ઘરમાં રહેલ આ એક વસ્તુની મદદથી દુર કરી શકો છો. તેમજ આનાથી તમને કોઈ નુકશાન પણ નથી થતું. બગલની કાળાશ દુર કરવા માટે તમે ફટકડીનો ઉપયોગ કરી શકો છો.
કાળા અંડરઆર્મ્સને કારણે ઘણા લોકોને અસહજતા અનુભવાય છે. તેઓ ન તો પોતાની પસંદના કપડાં પહેરી શકે છે, અને તેઓને હાથ ઉપર કરવામાં પણ શરમ આવે છે, ખાસ કરીને મહિલાઓને. અંડરઆર્મ્સમાં કાળાશની સમસ્યા ઘણા કારણે થઈ શકે છે. સાફ-સફાઈનું ધ્યાન ન રાખવું, અંડરઆર્મ્સમાં પરફ્યુમ કે સ્પ્રેનો ઉપયોગ, વાળ સાફ કરવા માટે રેઝરનો ઉપયોગ, પરસેવો અને ગંદકી વગેરે અંડરઆર્મ્સમાં કાળાશના અમુક સામાન્ય કારણો છે. કાળાશને દૂર કરવા માટે લોકો અલગ-અલગ પ્રકારના ઘરેલુ ઉપાય અને કાળાશ દૂર કરનારી ક્રિમ્સનો ઉપયોગ કરે છે, પરંતુ કઈં ખાસ ફાયદો મળતો નથી.હવે સવાલ એ થાય છે કે, માટે તમે શું કઅંડરઆર્મ્સની કાળાશ દૂર કરવારી શકો છો? શું તમે જાણો છો કે, અંડરઆર્મ્સની કાળાશ દૂર કરવા માટે ફટકડીનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે? ફટકડીની મદદથી તમે સરળતાથી કાળા અંડરઆર્મ્સથી છુટકારો મેળવી શકો છો, બસ તમને તેના ઉપયોગની સાચી રીત ખબર હોવી જોઈએ. આ લેખમાં અમે તમને અંડરઆર્મ્સની કાળાશ દૂર કરવા માટે ફટકડીના ફાયદા અને ઉપયોગની રીત જણાવવા જય રહ્યા છીએ.
કાળાશ દૂર કરવામાં કઈ રીતે ફાયદાકારક છે:- ફટકડી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક અને સુરક્ષિત ગણવામાં આવે છે. ફટકડીમાં એન્ટિબાયોટિક, એન્ટિબેક્ટેરિયલ, એન્ટિફંગલ, એન્ટિઓક્સિડેંટ અને એન્ટિઇમ્ફ્લેમેટરી ગુણ રહેલા હોય છે. તેના આ ઔષધિય ગુણ ત્વચાની ઘણી સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ છે- ખાસ કરીને કાળી ત્વચા, ડાઘ-ધ્બ્બા, નિશાન વગેરે.
ફટકડી ત્વચાની રંગતમાં સુધારો કરવામાં મદદ કરે છે અને રંગતમાં નિખાર લાવે છે. તે તમારી ત્વચાને હળવી કરવામાં મદદ કરે છે. પિગ્મેંટેશન, કાળાશને દૂર કરવામાં તે ખૂબ જ લાભદાયી છે. તે સિવાય ફટકડીના ઔષધીય ગુણ ત્વચાના ઘાવ વગેરે ભરવામાં અને તેમના નિશાનને સાફ કરવામાં ખૂબ જ લાભદાયી છે. આમ ફટકડી તમારી ત્વચાને સુંદર બનાવે છે.જો તમે અંડરઆર્મ્સની સફાઈ ફટકડીથી કરો છો, તો તેનાથી તમારી અંડરઆર્મ્સ કાળી પડતી નથી. સાથે જ જો તમે અંડરઆર્મ્સને શેવ કર્યા પછી પણ ફટકડીનો ઉપયોગ કરો છો, તો તેનાથી પણ ત્વચાને કાળી પડતી બચાવવામાં મદદ મળે છે. અંડરઆર્મ્સની સુંદરતા બનાવી રાખવા માટે તમે ફટકડીનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારી ત્વચામાં એક નવો નિખાર આવે છે.
તે ત્વચા પર જામેલી ગંદકી, બેક્ટેરિયાને સાફ કરીને અને ડેડ સ્કીન વગેરેને દૂર કરવામાં પણ મદદ કરે છે. જે પિગ્મેંટેશન કે કાળાશનું કારણ બને છે. આ ઉપરાંત ફટકડી તમારી ત્વચા પરના બેક્ટેરિયા દુર કરવામાં પણ મદદ કરે છે.અંડરઆર્મ્સની કાળાશ દૂર કરવા માટે કેવી રીતે કરવો ફટકડીનો ઉપયોગ:- કાળાશ દૂર કરવા માટે તમારે બસ એક વાટકી લેવાની છે અને તેમાં 2 ચમચી ફટકડી પાવડર નાખવાનો છે. તેમાં જરૂર મુજબ ગુલાબજળ કે પાણી મિક્સ કરવું. તમે ચાહો તો તેમાં લીંબુનો રસ કે બેકિંગ સોડા પણ ઇક્ષ કરી શકો છો. તેને સરખી રીતે મિક્સ કરો.
આ પેસ્ટને અંડરઆર્મ્સના કાળા ભાગ પર લગાડવું અને 15-20 મિનિટ માટે એમ જ રહેવા દો. ત્યારબાદ નવશેકા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં 3-4 વખત લગાડવાથી ખૂબ જ ફાયદો મળે છે. આમ ફટકડી તમને કોઈ આડ અસર પણ નથી કરતી. તેનો ઉપયોગ તમારી ત્વચા માટે હિતાવહ છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી