મિત્રો આપણે શિયાળામાં ઠંડી સામે રક્ષણ મેળવવા માટે અનેક ઉપાયો કરતા હોઈએ છીએ. ખાસ કરીને આપણા ખોરાકમાં ઘણો ફેરફાર કરીએ છીએ. શિયાળામાં એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેનાથી તમારું સ્વાસ્થ્ય અંદરથી ગરમ રહે. અને તમે ઠંડી સામે રક્ષણ મેળવી શકો. આજે અમે તમને આ લેખમાં શિયાળામાં અજમો ખાવાથી થતા કેટલાક ફાયદાઓ વિશે જણાવીશું. અજમાનું સેવન તમારા સમગ્ર સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અજમાની તાસીર ગરમ હોવાથી તેનું સેવન શિયાળામાં કરવાથી તમને એક પ્રકારનો ગરમાહો મળી રહે છે.
અજમો પોષકતત્વોથી ભરપૂર હોય છે. અજમામાં ઘણા એવા કંપાઉંડ્સ પણ જોવા મળે છે, જે હેલ્થ માટે ખૂબ જ જરૂરી હોય છે. તમને જણાવી દઈએ કે, અજમામાં ફાઈબર, વિટામીન્સ અને મિનરલ્સ તેમજ એંટીઓક્સિડેંટની માત્રા ઘણી વધારે હોય છે. માટે જ તમારે સ્વસ્થ રહેવા માટે પોતાની ડાયેટમાં અજમાને જરૂરથી સમાવેશ કરવો જોઈએ. અજમાની તાસીર ગરમ હોય છે, માટે શિયાળામાં તમારે અજમાનું સેવન જરૂરથી કરવું જોઈએ. અજમો પાચનથી જોડાયેલી સમસ્યાઓ સરખી કરે છે. તેનાથી તમને ગરમી મળે છે અને અન્ય સમસ્યાઓ પણ દૂર થાય છે. તો ચાલો જાણીએ શિયાળામાં અજમો ખાવાના ફાયદા.શિયાળામાં અજમો ખાવાના ફાયદા:-
1) પાચનને તંદુરસ્ત બનાવે છે:- જો તમારું પાચન તંત્ર નબળું રહેતું હોય તમે શિયાળામાં અજમાનું સેવન કરી શકો છો. શિયાળાની ઋતુમાં સામાન્ય રીતે લોકોને પાચનથી જોડાયેલી સમસ્યાઓથી પરેશાન થવું પડે છે. જો તમને પણ પાચનથી જોડાયેલી સમસ્યાઓ થઈ રહી હોય તો, તે માટે તમે અજમાનું સેવન કરી શકો છો. અજમામાં રહેલ પોષકતત્વ પાચનને તંદુરસ્ત બનાવવામાં અસરકારક સાબિત થાય છે. અજમો ખાવાથી ગેસ, કબજિયાત અને એસિડિટીથી છુટકારો મળી શકે છે.
2) બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી બચાવે છે:- અજમામાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિ ફંગલ ગુણ જોવા મળે છે. તેની સાથે જ અજમામાં થાઈમોલ નામનું કમ્પાઉન્ડ પણ જોવા મળે છે. શિયાળામાં અજમો ખાવાથી તમે બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શનથી બચી શકો છો. 3) તાવ-શરદીમાં આરામ અપાવે:- તાવ અને શરદી જેવી મૌસમી બીમારીમાં અજમો તમારું રક્ષણ કરે છે. અજમાની તાસીર ગરમ હોય છે. એવામાં તમે શરદી-તાવથી બચવા માટે તમારી ડાયેટમાં અજમો સમાવિષ્ટ કરી શકો છો. વાસ્તવમાં, અજમો ખાવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. જ્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે તો, શરદી-તાવનું જોખમ પણ ઓછું થાય છે.
4) બોડીને ગરમ રાખે છે:- શિયાળામાં આપણે બધા આપણા બોડીને ગરમ રાખવા માટે અલગ-અલગ વસ્તુઓનું સેવન કરીએ છીએ. તમે ઇચ્છો તો બોડીને ગરમ રાખવા માટે અજમાનું સેવન પણ કરી શકો છો. અજમાની તાસીર ગરમ હોય છે. માટે જો તમે અજમાનું સેવન કરો તો, તેનાથી તમારું શરીર ગરમ રહે છે. તમારા શરીરને ગરમ રાખવા માટે તમે દરરોજ અજમાનો ઉકાળો બનાવીને પી શકો છો. 5) બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે:- શિયાળામાં બીમારીઓ થવાનું જોખમ ઘણું વધી જાય છે. એવામાં બ્લડ પ્રેશર પણ વધી શકે છે. તમે તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે અજમાનું સેવન કરી શકો છો. અજમામાં રહેલ ગુણ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામા મદદ કરે છે.
શિયાળામાં અજમો ક્યારે ખાવો જોઈએ:- તમે શિયાળાની ઋતુમાં ગમે ત્યારે અજમાનું સેવન કરી શકો છો. તમે સવારે, સાંજે કે રાતના સમયે અજમાનું સેવન કરી શકો છો. તમે અજમાનું પાણી પી શકો છો અથવા તો, અજમાના પાવડરને નવશેકા પાણીમાં નાખીને પણ પી શકાય છે. દરરોજ અજમાને તમારી ડાયેટમાં સમાવિષ્ટ કરીને તમે ઘણી સમસ્યાઓથી તમારો બચાવ કરી શકો છો. આમ શિયાળામાં અજમાનું સેવન બધી રીતે ફાયદાકારક નીવડે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી