મિત્રો આપણા શરીરમાં રહેલ અનેક બીમારીમાંથી એક બીમારી માથાના દુખાવાની છે. જે કોઇપણ માણસને થઇ શકે છે. જો કે માથાના દુખાવાના અનેક કારણો હોઈ શકે છે. ઘણી વખત સ્ટ્રેસ લેવાથી, તનાવને કારણે અથવા તો સરખી નીંદર ન થવાથી, અથવા તો શરદીને કારણે પણ માથાનો દુખાવો થતો હોય છે. કેટલાકને માઈગ્રેન ને કારણે પણ સખત માથાનો દુખાવો થાય છે. આ સમયે તમે કેટલાક ઘરેલું ઉપાયો અપનાવીને તેનાથી આરામ મેળવી શકો છો. આજે આપણે આ લેખમાં અજમાથી કઈ રીતે તમે માથાનો દુખાવો દુર કરી શકો તેના વિશે વિસ્તારથી જાણીશું. .
આજકાલ વધારે લોકો મોટા ભાગે માથાના દુખાવાની ફરિયાદ કરતાં રહેતા હોય છે. તણા, ગેસ કે એસિડિટી, શરદી-ઉધરસ અને અનીન્દ્રા માથાના દુખાવાના મુખ્ય કારણ ગણવામાં આવે છે. માથાનો દુખાવો થાય ત્યારે મોટા ભાગના લોકો દર્દ નિવારક દવાઓ લેવાનું પસંદ કરતાં હોય છે. પરંતુ જો તમે માથાના દુખાવાથી રાહત મેળવવા માટે ઘેરેલુ ઉપાય શોધી રહયા હોય તો, તે માટે અજમો લાભદાયી થઈ શકે છે.માથાના દુખાવામાં અજમાના ફયદા:- માથાનો દુખાવો મટાડવા માટે અજમો ફાયદાકારક થઈ શકે છે. અજમામાં થાઈમોલની માત્રા વધુ હોય છે. તે તત્વ દુખાવાથી રાહત અપાવવામાં મદદ કરી શકે છે. અજમાનો ઉપયોગ માથાનો દુખાવો મટાડવા માટે એક સારો એવો ઘરેલુ ઉપાય સાબિત થઈ શકે છે. તે માટે તમે અજમાને ઘણી રીતે ઉપયોગમાં લઈ શકો છો.
અજમાની ચા:- ઘણી વખત શરદી-ઉધરસ અને તાવને કારણે માથાનો દુખાવો થઈ શકે છે. જો તમને પણ આ કારણે માથાનો દુખાવો થતો હોય, તો તમે અજમાની ચા પી શકો છો. તે માટે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી અજમો ઉકાળી લો. પછી ગળીને આ પાણી પી લો. તમે ચાહો તો તેમાં મધ પણ મિક્સ કરી શકો છો. માથાનો દુખાવો થાય ત્યારે અજમાની ચા પીવાથી તમને ઘણી હદે આરામ મળી શકે છે. અજમાનો શેક:- અજમાના શેકથી પણ માથાના દુખાવામાં આરામ મેળવી શકાય છે. તે માટે અજમાને લોઢાના તવા પર ગરમ કરો. તેને કોઈ રૂમાલ કે કપડામાં બાંધીને પોટલી બનાવી લો. હવે આ પોટલીથી ગરમ શેક માથા પર લગાડવો. શરદી હોય તો છાતી પર પણ લગાડી શકાય છે. તેનાથી માથાના દુખાવામાં રાહત મળે છે.
અજમો ચાવવો:- જો તમને સામાન્ય રીતે ગેસ થતો હોય તો, તે માથાના દુખાવાનું મુખ્ય કારણ છે. એવામાં તમે અજમો ચાવી શકો છો. અજમો ચાવીને માથાનો દુખાવો ઘણી હદે મટાડી શકાય છે. વાસ્તવમાં, અજમામાં પાચનના ગુણ હોય છે, જે ભોજનને સરળતાથી પચાવવામાં મદદ કરે છે. તેનાથી પેટ ફૂલવાની, ગેસ એસિડિટી અને માથાના દુખાવાથી છૂટકારો મળી શકે છે.જો તમને પણ ગેસ, એસિડિટી, શરદી-ઉધરસના કારણે માથાનો દુખાવો રહેતો હોય તો, આ સ્થિતિમાં તમે અજમાનું સેવન કરી શકો છો. પરંતુ માથાના દુખાવા માટે તે સિવાય પણ અન્ય કારણો હોય શકે છે, માટે જો લાંબા સમયથી માથાનો દુખાવો થાય તો તેને બિલ્કુલ પણ નજરંદાજ કરવો જોઈએ નહીં. આમ તમે અજમાનો ઉપયોગ કરીને માથાનો દુખાવો ઘણી હદે દુર કરી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી