મોટાભાગના લોકો નથી જાણતા શિયાળામાં ઠંડા પાણીએ ન્હાવાથી ફાયદા થાય છે કે નુકશાન, જાણો તેની હકીકત અને સાવધાનીઓ…

લગભગ તમે જોયું હશે કે, ગરમીમાં લોકો ઠંડા પાણીથી ન્હાવાનું ખુબ જ પસંદ કરે છે અને શિયાળામાં ગરમ પાણીથી નાહવાનું. પરંતુ જો શિયાળામાં ઠંડા પાણીથી કરવામાં આવે તો શું થશે જણાવી દઈએ કે શિયાળામાં ઠંડા પાણીથી નહાવું સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરંતુ તેના પહેલા અમુક સાવધાની રાખવી ખુબ જ જરૂરી છે.

કોઈ પણ વસ્તુની અતિ સ્વાસ્થ્ય માટે નુક્શાનકારક થઈ શકે છે, એવામાં સૌથી પહેલા એ જાણવું ખુબ જરૂરી છે કે શિયાળામાં ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ. આજે અમારો લેખ આ વિષય ઉપર જ છે, આજે અમે તમને આ લેખના માધ્યમથી જણાવશું કે, શિયાળામાં ઠંડા પાણીથી સ્નાન કરવાના ફાયદા અને નુકશાન શું છે ? અને તેની સાથે જ જરૂરી સાવધાની વિશે પણ જાણીશું

1 ) ત્વચા માટે : શિયાળા માં જો તમે ઠંડા પાણીથી સ્નાન કરો છો તો ત્વચામાં નિખાર આવી શકે છે, તેનાથી ન માત્ર ત્વચાને સ્વસ્થ બનાવી શકાય છે, પરંતુ આ પાણીમાં સ્નાન કરવાથી ત્વચા ડ્રાય રહેતી નથી. શિયાળામાં લગભગ લોકો સૂકી ત્વચાની સમસ્યાથી ખુબ જ પરેશાન રહે છે, તેવામાં આ સમસ્યાને દૂર કરવા માટે ઠંડા પાણીથી સ્નાન કરવું એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. શિયાળામાં ઠંડા પાણીના ઉપયોગથી ત્વચાના છિદ્રોને બંધ કરી શકાય છે જેનાથી બહાર ઉપસ્થિત ગંદકીને ત્વચાની અંદર પ્રવેશ કરતા રોકી શકાય છે.

2 ) વાળ માટે : ઠંડા પાણીથી સ્નાન કરવાને લીધે વાળને પણ ખુબ જ જાડા અને ચમકદાર બનાવી શકાય છે. તમને જણાવી દઈએ કે, ઠંડા પાણીથી સ્નાન કરવાથી છિદ્રોને મોટા થતાં રોકી શકાય છે, અને વાળને ચમકદાર બનાવી શકાય છે. તથા તેને મજબૂત તથા ચમકદાર બનાવી શકાય છે. શિયાળામાં ઠંડા પાણીથી સ્નાન કરવામાં આવે તો વાળના તૂટવાને પણ રોકી શકાય છે.

3 ) સ્નાયુઓના દુખાવા : શિયાળામાં સ્નાયુનો દુખાવો ઓછો કરવા માટે ઠંડું પાણી તમારી માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. લગભગ તમે જોયું હશે કે કંઈ પણ વાગી જવાથી અથવા પડવાથી બરફ લગાવવાની સલાહ આપે છે, ત્યાં જ જિમ માંથી આવ્યા બાદ જ્યારે લોકોને પરસેવો આવે છે ત્યારે તે ટ્રેનર ઠંડા પાણીથી સ્નાન કરવાની સલાહ આપે છે, તે એટલા માટે કારણ કે ઠંડા પાણીના ઉપયોગથી માસપેશીઓના દુઃખાવામાં રાહત મળી શકે છે. તેનાથી શરૂઆતમા સ્નાયુઓ સુન્ન થઈ શકે છે, પરંતુ થોડા સમય પછી સ્નાયુઓને આરામ મળશે.

શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાના નુકશાન અને સાવધાની : 1 ) શિયાળાની ઋતુમાં ઠંડા પાણીથી સ્નાન કરવું દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી, ખાસ કરીને તે લોકો માટે જેમની રોગપ્રતિકારક શક્તિ કમજોર હોય છે, અને તે લોકોને શિયાળામાં ઠંડા પાણીથી સ્નાન કરતા પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.
2 ) તેનાથી અલગ જો તમને તાવ અથવા કોઈ સંક્રમણ થઈ ગયું છે ત્યારે પણ ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ નહીં.


3 ) શિયાળામાં જો તમને સીઝનલ એલર્જી થઈ જાય છે તો ઠંડા પાણીથી સ્નાન કરતા પહેલા એક વખત એક્સપર્ટની સલાહ જરૂરથી લેવી જોઈએ.
4 ) જો તમને શિયાળામાં ખુબ જ તીવ્ર તાપની આગળ બેઠા છો, તો તાપમાંથી ઊઠીને ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ નહીં.

નોંધ : ઉપર જણાવેલ ઉપાયથી જાણકારી મળે છે કે ઠંડા પાણીથી સ્નાન કરવું સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક થઈ શકે છે, પરંતુ તેનાથી અમુક લોકોને નુકશાન પણ થાય છે ત્યારે શિયાળામાં ઠંડા પાણીથી સ્નાન પહેલા જરૂરી સાવધાની વિશે જાણવું ખુબ જરૂરી છે કે વ્યક્તિને જો કોઈ સમસ્યા છે તો ઠંડા પાણીથી સ્નાન કરતા પહેલા એક વખત જરૂર ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment