મિત્રો આપણે બધા અનેક રોગો વચ્ચે જીવીએ છીએ, તેમજ આવા રોગોથી બચવા માટે આપણે અનેક દવાઓનું સેવન કરીએ છીએ. જે તમને ઘણી વખત નુકશાન પહોંચાડે છે. આથી કોઈ એવો ઉપાય શોધવો જોઈએ કે, જેનાથી તમને એ બીમારીમાંથી જલ્દી રાહત મળી જાય.
તો આજે અમે તમને આવા જ એક સરળ ઉપાય વિશે જણાવશું, જેનાથી તમે થોડી મિનિટોમાં તે દુઃખાવાથી રાહત મેળવી શકશો. તો આ ઉપાય છે માત્ર તમારે તમારી હાથની આંગળીઓ વડે તેની મસાજ કરવાની છે. અને તમે જોશો કે તમારું દર્દ ગાયબ થઈ જશે.
આપણા હાથની 5 આંગળીઓ શરીરના અલગ-અલગ અંગોથી જોડાયેલ હોય છે. તેથી તમારે દર્દ નિવારક દવાઓ ખાવાના બદલે, તમારે આ સહેલી અને પ્રભાવશાળી રીતનો ઉપયોગ કરવો જોઈએ. અમે તમને જણાવશું કે, કેવી રીતે શરીરના કોઈ પણ ભાગનો દુઃખાવો માત્ર આંગળીઓના ઘસવાથી દૂર થાય છે.
આપણા હાથની અલગ અલગ આંગળીઓ અલગ-અલગ રોગોથી અને ભાવનાથી જોડાયેલ હોય છે. કદાચ તમને ખબર નહિ હોય, પરંતુ આ સાચું છે કે, આંગળીઓ ચિંતા, બીક અને ચીડિયાપણું દૂર કરવાની ક્ષમતા રાખે છે. આંગળીઓ પર ધીમેથી દબાણ કરવા પર શરીરના અનેક અંગો પર તેનો પ્રભાવ પડે છે. તો ચાલો જાણીએ વધુમાં માહિતી.
અંગુઠો : હાથનો અંગીઠો આપણા ફેફસા સાથે જોડાયેલ હોય છે. જો તમારા હૃદયના ધબકારા તેજ છે, તો હળવા હાથે અંગૂઠા પર મસાજ કરો અને થોડો ખેંચો. આમ, કરવાથી તમને આરામ મળશે.
તર્જની : આ આંગળી આંતરડાથી(gastro intestinal tract) જોડાયેલ હોય છે. જો તમારા પેટમાં દુઃખાવો થઈ રહ્યો છે, તો આ આંગળીને થોડી ઘસો. તમારો દુઃખાવો દૂર થઈ જશે.
વચ્ચેની આંગળી : આ આંગળી રુધિરાભિસરણ તંત્ર અને પરિભ્રમણ પ્રણાલી સાથે સંકળાયેલ હોય છે. જો તમને ચક્કર આવી રહ્યા છે અથવા તમારું જીવન નર્વસ છે, તો આ આંગળીની માલિશ કરવાથી તત્કાલિત રાહત મળે છે.
ત્રીજી આંગળી : આ આંગળી તમારી મનોદશાથી જોડાયેલ હોય છે. જો કોઈ પણ કારણસર તમારી મનોદશા સારી નથી અથવા તો તમે શાંતિ ચાહો છો, તો આ આંગળીની ધીમે-ધીમે મસાજ કરો અને થોડી ખેંચો. તમને જલ્દી જ તેનું પરિણામ મળશે અને તમારો મૂડ પણ સારો થઈ જશે.
નાની આંગળી : નાની આંગળીનો કિડની અને માથા સાથેનો સંબંધ હોય છે. જો તમને માથામાં દુઃખાવો થઈ રહ્યો છે, તો આ આંગળીને હલકી દબાવો અને મસાજ કરો, તમારો માથાનો દુઃખાવો દૂર થઈ જશે. આ આંગળીની મસાજ કરવાથી કિડની પણ સ્વસ્થ રહે છે.
આમ તમે વિવિધ આંગળીઓ તેમજ અંગુઠાને દબાવી તેમજ મસાજ કરીને અનેક રોગો સાથે રક્ષણ મેળવી શકો છો. તમારે દવાઓનું સેવન પણ ઓછું કરવું પડશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી