આંકડાના છોડને ઘણા લોકો મદાર, અકવન અથવા અકોવાના નામથી પણ ઓળખે છે. ઘણા લોકો તેને ઝેરીલો છોડ પણ કહે છે. પરંતુ તમને જણાવી દઈએ કે, તે ઘણી બીમારીઓને દુર કરવાની ક્ષમતા ધરાવે છે. આજે પણ ઘણા લોકો તેનો અલગ અલગ રીતે ઉપયોગ કરે છે. આ સિવાય તેના ફૂલનો ઉપયોગ હનુમાનજીને ખાસ ચડાવવામાં આવે છે. આ સિવાય ઘરમાં થઈ રહેલા શુભ કાર્યમાં પણ તેના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે.
આ સિવાય તમારે એ ધ્યાન રાખવું જોઈએ કે જો તમે આંકડાના પાન તોડી રહ્યા છો તો તેમાંથી નીકળતું દૂધ આંખમાં જતું રહે તો ઘણું નુકશાન થઈ શકે છે. આ સિવાય તેના પાનનો ઉપયોગ ઓઈલ અથવા ઔષધીના રૂપમાં પણ કરવામાં આવે છે. ચાલો તો જાણીએ કે આ છોડને કંઈ કંઈ બીમારીઓ દુર કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે.ખંજવાળની સમસ્યા : જો તમને એલર્જી, ખંજવાળ અથવા સ્કીન ડ્રાઈ થવાની સમસ્યા છે તો આંકડાના છોડનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે પહેલા તેના મૂળને બાળી નાખો અને તેની રાખને સરસોના તેલમાં મિક્સ કરી લો. હવે તેને ખંજવાળ અથવા એલર્જી વાળી જગ્યાએ લગાવો. તેનાથી તમને ખંજવાળની સમસ્યામાં રાહત મળશે. પણ જો તમને એલર્જીની સમસ્યા લાંબા સમયથી છે તો તેનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.
સાંધાના દુઃખાવા :
આંકડાના પાન સોજાને ઓછા કરવામાં મદદ કરે છે. જો તમને સાંધાના દુઃખાવાની તકલીફ છે તો તેના પાનનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે માત્ર તેના પાનને ગરમ કરીને સાંધાના ભાગે લગાવીને બાંધવાના છે. થોડી કલાક તેને રહેવા દો. તેનાથી તમને ઘણો લાભ થશે અને સુતા પહેલા આ પાનને કાઢી નાખો.શરદી-ઉધરસની સમસ્યા : જો તમે શરદી અને ઉધરસની સમસ્યાથી પરેશાન છો અને ઉધરસથી છાતીમાં દુઃખાવો થઈ રહ્યો છે તો તમે તેના પાનનો ઉપયોગ કરી શકો છો. આ માટે પાન પર તેલ લગાવીને થોડા ગરમ કરી લો અને તેને પોતાની છાતી પર લગાવો, અને ટુવાલથી ઢાંકી દો. તેનાથી તમને ઘણી રાહત થશે.
ડાયાબિટીસ :
જો તમે ડાયાબિટીસની સમસ્યાથી પરેશાન છો તો આંકડાના પાનને બ્લડ શુગર કંટ્રોલ કરવામાં ઉપયોગમાં લઈ શકો છો. આ માટે આંકડાના પાનને પગની નીચે એટલે કે તળિયે રાખી દો અને મોંજા પહેરી લો અને રાત્રે મોંજા અને પાન કાઢીને સુઈ જાવ. આ ઉપાય શુગર કંટ્રોલ કરવામાં સહાયક માનવામાં આવે છે. તમે ઈચ્છો તો ઘરે જ તેને ટ્રાય કરી શકો છો.ઈજાના દુઃખાવામાં : શરીરના કોઈ પણ ભાગમાં જો ઈજા થઈ છે તો તેના પાનનો ઉપયોગ કરી શકાય છે. આ માટે માત્ર આંકડાના પાનને ગરમ કરીને ઈજા વાળી જગ્યાએ તેલ લગાવીને બાંધી લો. થોડી વારમાં તમને રાહત મળી જશે. જો ઈજા વાળી જગ્યાએ લોહી નીકળે છે તો માત્ર આંકડાના પાન બાંધી દો. તેનાથી લોહી નીકળતું બંધ થઈ જશે અને દુઃખાવો પણ ઓછો થઈ જશે.
પગના ડંખ : ઘણી વખત ચાલતા ચાલતા અથવા કોઈ અન્ય કારણે પગમાં ડંખ એટલે કે છાલા પડી જાય છે, તો તે માટે તમે ઈચ્છો તો આંકડાના પાનનો ઔષધિના રૂપમાં ઉપયોગ કરી શકો છો. આ માટે આંકડાના દુધને ડંખ વાળી જગ્યાએ લગાવો. તેનાથી તરત જ રાહત મળશે. ઘણા લોકો તેના દુધનો ઉપયોગ દાંતના દુઃખાવાથી છુટકારો મેળવવામાં પણ કરે છે. દાંતના દુઃખાવાથી રાહત મેળવવા માટે તેના દુધને પેઢા પર લગાવો, થોડીવારમાં દુખાવો દુર થઈ જાય છે.
આમ તમે આવા ઘણા ઘરેલું ઉપાયો છે જેનો ઉપયોગ કરતા પહેલા તમે કોઈ ડોક્ટરની સલાહ લઈ શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી