આજકાલ લોકો પોતાની વ્યસ્ત જીવનશૈલીને કારણે ખુબ જ હેરાન રહે છે. તેનાથી પૂરતો આરામ કરવાનો પણ સમય મળતો નથી. તેવી પરિસ્થિતિમાં અમુક લોકોને તો રાત્રે જલ્દી ઊંઘ ન આવવાની સમસ્યાનો સામનો પણ કરવો પડે છે. આ પરિસ્થિતિ થવા પાછળ ઘણા બધા કારણો હોય શકે છે અને તેમાં પણ એક્સપર્ટ જણાવે છે કે, ઊંઘ ન આવવી એ વાત ઉપર નિર્ભર કરે છે કે તમે તેની પહેલા કયું કામ કરી રહ્યા છો. ઘણા બધા લોકો રાત્રે સુતા પહેલા ફોનનો ઉપયોગ કરે છે જેનાથી તમારી ઊંઘમાં ખલેલ પહોંચે છે.
ઊંઘ દરેક વ્યક્તિ માટે ખુબ જ જરૂરી હોય છે. એક સારી ઊંઘ ન મળવાથી લોકોના સ્વાસ્થ્ય ઉપર તેની ખરાબ અસર પડે છે. અમુક વખત ઊંઘ પૂરી ન થવાના કારણે લોકો ખુબ જ ચીડિયા સ્વભાવના થઈ જાય છે. ઘણા બધા લોકો જે રાત્રે મોડા સૂવે છે તેમનામાં આ સમસ્યા જોવા મળે છે. જ્યારે ઘણી વખત એવું પણ થાય છે કે, જ્યારે તમે દિવસમાં આરામ કરો છો અને ત્યારે રાત્રે ઊંઘ આવતી વખતે વધુ સમય લાગે છે. તેવામાં જો તમને પણ રાત્રે જલ્દી ઊંઘ ન આવવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. તો તમારી માટે એક ખુબ જ સારી ખબર છે.
તમને એ જાણીને ખુશી થશે કે કાર્બોહાઇડ્રેડ યુક્ત ભોજન કરવાથી ઊંઘ ખુબ જ જલ્દી આવે છે. ત્રીપલ એક્સનું માનવું છે અને અધ્યયનમાં પણ જોવા મળ્યું છે કે, સુતા પહેલા લગભગ ચાર કલાક પહેલા કાર્બસ ખાવાથી મળી રાત સુધી ઊંઘ ન આવવાના સમયને ઓછો કરી શકાય છે. એવી પરિસ્થિતિમાં કોશિશ કરવી જોઈએ કે, ભોજનમાં કાર્બ્સને સામેલ કરો. એક સ્ટડીમાં જોવા મળ્યું છે કે, જ્યારે તમે સુતા પહેલા સ્ટાર્ચયુક્ત કાર્બ્સનું સેવન કરો છો તો તેનાથી ઊંઘ જલ્દી આવે છે.
તેના માટે આ અધ્યયનમાં અમુક લોકોને સામેલ કરવામાં આવ્યા. દરેક લોકોની સુતા પહેલા ચોખા અને શાકભાજી ખવડાવવામાં આવી. પરંતુ એક દિવસ ખાવામાં બીજા પ્રકારના ચોખાને સામેલ કરવામાં આવ્યા. ધ અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ નુટ્રીશનમાં પ્રકાશિત કરવામાં આવ્યું તેના નિષ્કર્ષથી જાણવા મળ્યું કે, જ્યારે લોકોએ સુવાના ચાર કલાક પહેલા ચોખા ખાધા તેમને ખાસ કરીને સૂવામાં જે સમય લાગે છે, તેનાથી અડધો સમય લાગ્યો. લોકોને આપવા આવેલ જાસ્મીન ચોખામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ વધુ હોય છે. જ્યારે લાંબા ચોખામાં જીઆઈ ઓછો જોવા મળે છે તેવામાં શોધકર્તાઓએ સુઝાવ આપ્યો કે, હાઈ ગ્લાઇસેમીક ઇન્ડેક્સ કાર્બોહાઇડ્રેટ્સ ટ્રિપ્ટોફેન અને સેરોટોનિનને વધારો આપી શકે છે. તે બે પ્રકારના બ્રેન કેમિકલ્સ હોય છે જે સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે.
હાઈ ગ્લાયકેમિક ઇન્ડેક્સ કાર્બોહાઇડ્રેટ્સ તે હોય છે જે ખુબ જ સરળતાથી તૂટી જાય છે જેનાથી બ્લડ શુગર પણ સરળતાથી વૃદ્ધિ થાય છે તેમાં આ વસ્તુ સામેલ છે. સફેદ બ્રેડ, સફેદ ભાત, સફેદ બટેટા અને ફ્રાય, તરબૂચ અને પાઈનેપલ જેવા ફળો, કેક અને કૂકીઝ.
જે ખાદ્ય પદાર્થો હોવાથી જીઆઈ લો મિડીયમ હોય છે તે ધીમે ધીમે તૂટે છે. તેનાથી બ્લડ સુગર લેવલમાં ધીમે ધીમે વૃદ્ધિ થાય છે. એક શોધમાં ઉચ્ચ જીઆઈ કાર્બોહાઇડ્રેડ યુક્ત પદાર્થથી ઊંઘ જલ્દી લાવવા માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવ્યું છે. પરંતુ તે સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી. કારણ કે જીઆઈ કાર્બોહાઇડ્રેડમાં કેક, ડોન્ટ્સ, અને પેકેટ વાળા સામાન જેવા ખાંડ યુક્ત પદાર્થ હોય છે અને વિશેષજ્ઞ રાત્રે સુતા પહેલા સુગર લેવાનીની સલાહ આપતા નથી. તે સિવાય વજન ઓછું કરનાર અહીં ડાયાબિટીસના ટાઈપ 1 અને ટાઈપ 2 ના દર્દીઓએ પણ આ પ્રકારના ખાદ્ય પદાર્થોથી દૂર રહેવું જોઈએ, જે બ્લડ શુગર લેવલને વધારતા હોય.
જલ્દી ઊંઘ લાવવા માટે અનુસરો આ ટિપ્સ : દિવસના સમયે આ ન કરવું : દિવસની એક લાંબી ઊંઘ તમારા રાતના ઊંઘવાના સમયને બગાડી શકે છે, જેનાથી રાત્રે ઉંઘ આવવામાં મોડું થઈ શકે છે. જો ખુબ જ જરૂર હોય તો માત્ર 30 મિનિટની ઊંઘ બપોરે લેવી જોઈએ.
વારંવાર આ કામ ન કરવું : જો તમને એક સારી ઊંઘ જોઈએ છે તો વારંવાર ઘડિયાળ જોઈને એ ન વિચારો કે, તમારી પાસે સુવા માટે કેટલો સમય રહ્યો છે. એમ વિચારવાથી તમને ચિંતા થશે અને ઉંઘ આવવામાં વધુ સમય લાગશે.
રૂમનું તાપમાન : સારી ઊંઘ મેળવવા માટે તમારા રૂમનું તાપમાન તમારા શરીરના ટેમ્પરેચર અનુસાર જ હોવું જોઈએ. જો તમારા રૂમનો તાપમાન વધુ ગરમ હશે, તો તેનાથી તમારા શરીરનું તાપમાન પણ વધશે જેનાથી તમને ઉંઘ આવવામાં વધુ તકલીફનો સામનો કરવો પડે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી