શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે, જેવી રીતે આપણા શરીરમાં કામ કરવા માટે ઊર્જાની જરૂરત હોય છે જે આપણને ભોજનમાંથી મળે છે, તેવી જ રીતે આપણા મગજને પણ કામ કરવા માટે એનર્જીની જરૂર હોય છે. હકીકતમાં આપણે બધા આપણા શરીરના સ્વાસ્થ્યનો જેટલો ખ્યાલ રાખીએ છે તેનાથી 10% ખ્યાલ પણ આપણે આપણા મગજના સ્વાસ્થ્યનો નથી રાખતા.
આપણામાંથી મોટાભાગના લોકો મગજના સ્વાસ્થ્યનું ધ્યાન તો રજ ભાર પણ નથી રાખતા. જ્યારે હકીકત એ છે કે, આપણા શરીરને બાકી અંગોની જેમ મગજના સ્વાસ્થ્યનો પણ ખ્યાલ રાખવો અત્યંત જરૂરી છે. કારણ કે આપણું શરીર સંપૂર્ણ રીતે મગજ પર નિર્ભર હોય છે. મગજ શરીરના અંગોને સંદેશો પહોંચાડે છે ત્યારે જ શરીર પ્રતિક્રિયા કરે છે. આપણા શરીરનું વ્યવસ્થિત રીતે કામ કરવા માટે મગજનું સ્વસ્થ હોવું અત્યંત જરૂરી છે. જો આપણે આપણા મગજને સ્વસ્થ નહીં રાખીએ તો તેની સીધી અસર આપણા શારીરિક સ્વાસ્થ્ય પર પડશે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આપણા મગજને સારી રીતે કામ કરવા માટે વધારે ઊર્જાની આવશ્યકતા હોય છે પરંતુ તેનો મતલબ એ નથી કે, તમે જે વસ્તુઓ દરરોજ લઈ રહ્યા છો તે તમારા શરીરની સાથે મગજ માટે પણ પૂરતી છે. અહીંયા તમને સ્પષ્ટતા કરી દઈએ કે, મગજ સ્વસ્થ રહેવાનો મતલબ એ છે કે સંપૂર્ણ રીતે ફીટ હોય અને અને શાનદાર રીતે કામ કરી રહ્યું હોય. સાથે જ તમારું મગજ ધ્યાન કેન્દ્રિત કરી શકતું હોય અને તેની યાદશક્તિ પણ સારી રીતે કામ કરતી હોય. જો તમને આમાંથી કોઈ પણ એક મુશ્કેલી હોય તો તેનો મતલબ એ છે કે તમારું મગજ વ્યવસ્થિત રીતે કાર્ય નથી કરી રહ્યું. આજે આપણે આ લેખમાં જાણીશું એવા કેટલાક ખાદ્ય પદાર્થો વિશે જે બીજાઓની તુલનામાં મગજના સ્વાસ્થ્ય માટે અત્યંત સારા છે અને સરળતાથી તમારા ડાયટમાં બ્રેઇન બુસ્ટર રીતે શામેલ થઈ શકે છે.
1) લીલા પાન વાળા શાકભાજી : ઘરમાં લગભગ મોટા વડીલો બાળકોને લીલા શાકભાજી ખાવાની સલાહ આપે છે કારણ કે, લીલા શાકભાજી શારીરિક વિકાસની સાથે જ આપણા મગજના વિકાસ માટે પણ ખૂબ જ જરૂરી છે. કોબીજ, ફ્લાવર, કોલાર્ડ, બ્રોકોલી, કેળ સહિત તમામ પ્રકારના લીલા શાકભાજી મગજના સ્વાસ્થ્ય માટે સારા છે. આ શાકભાજી મગજને તેજ કરવાવાળા બીટા કેરોટીન, ફોલિક એસિડ અને વિટામિન સહિત અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. સંશોધનથી જાણવા મળે છે કે વનસ્પતિ આધારિત ખાદ્ય પદાર્થ યાદશક્તિને સારી બનાવવા માટે ઓળખાય છે.
કેટલા પ્રમાણમાં સેવન કરવું : તમારે દરરોજ ઓછામાં ઓછું એક ચતુર્થાંશ વાડકી ભરીને શાક કે અઠવાડિયામાં દોઢથી બે વાડકી લીલા શાકભાજી ખાવા જોઈએ.
2) નટ્સ : નટ્સને પ્રોટીન અને સ્વસ્થ ચરબીના સ્ત્રોતના રૂપમાં ઓળખાય છે પરંતુ આ પણ બ્રેન બુસ્ટર ખાદ્ય પદાર્થોની લિસ્ટમાં સામેલ છે. દરેક પ્રકારના ડ્રાયફ્રુટ જેમ કે અખરોટ, પિસ્તા, બદામ, મૈકાડામીયાને તમારા આહારમાં સામેલ કરીને તમારા મગજનો રોજનો ખોરાક પૂરો કરી શકો છો. પરંતુ આમાં મગજ માટે સૌથી વધારે ફાયદાકારક અખરોટ છે કારણ કે આ ઓમેગા 3 ફેટી એસિડ અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જે મગજને કમજોર થતા રોકે છે.
કેટલા પ્રમાણમાં સેવન કરવું : એક અધ્યયન પ્રમાણે જે પુખ્ત વયના વ્યક્તિઓએ દરરોજના 15 થી 30 ગ્રામ ડ્રાયફ્રુટનું સેવન કર્યું તેમનું માનસિક સ્વાસ્થ્ય અને યાદશક્તિ બીજા લોકોની તુલનાએ ખુબ સારી જોવા મળી. તેનો મતલબ એ છે કે, તમારે દરરોજ આટલા પ્રમાણમાં ડ્રાયફ્રુટનું સેવન કરવું જોઈએ.
3) કોફી અને બ્લેક ટી : કેફીન યુક્ત ચા અને કોફી જેવા પીણાઓને મગજના ઇન્ફોર્મેશન પ્રોસેસ કરવાની ક્ષમતાને વધારે છે. કોફીમાં અનેક પ્રકારના શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ પણ હોય છે જે મગજના સ્વાસ્થ્યને સમર્થન કરવામાં મદદરૂપ થાય છે. આ બંને સિવાય ગ્રીન ટી L-theanine થી ભરપૂર હોય છે, આ શક્તિશાળી એમિનો એસિડ તણાવ અને ચિંતાને દૂર કરવામાં મદદ કરી શકે છે જે મગજને સારી રીતે કામ કરવા માટે જરૂરી છે.
કેટલી માત્રામાં સેવન કરવું : સામાન્ય રીતે પુખ્ત વયના વ્યક્તિએ દરરોજ 400 મિલિગ્રામ સુધી કેફીન એટલે કે લગભગ ચાર કપ કોફી કે બ્લેક ટી સુરક્ષિત માની શકાય છે.
3) ટામેટા : ટામેટા મગજના સ્વાસ્થ્ય માટે સૌથી સારા ખાદ્ય પદાર્થ માંથી એક છે. આ લાયકોપીનથી સમૃદ્ધ હોય છે. લાઈકોપીન એક પ્રકારનું કુદરતી રંગદ્રવ્ય છે જેને કેરોટીનોઇડ કહેવાય છે. આ શક્તિશાળી કેરોટીનોઇડ અને પારકિસન્સ જેવા યાદશક્તિથી જોડાયેલી બીમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે. એક તાજા મધ્યમ આકારના ટામેટામાં લગભગ 3.2 મિલીગ્રામ લાઈકોપીન હોય છે અને તમે ટામેટો સોસ, પેસ્ટ અને કેચપમાંથી પણ વધારે લાયકોપીન પ્રાપ્ત કરી શકો છો.
કેટલા પ્રમાણમાં સેવન કરવું : અભ્યાસ પ્રમાણે જાણવા મળે છે કે દરરોજના 9 થી 21 મિલીગ્રામ લાઈકોપીન શરીર માટે ખુબ જ ફાયદાકારક બની શકે છે.
4) આખું અનાજ : આખા અનાજ જેવા કે આખા ઘઉં, ઓટમીલ, જવ અને બ્રાઉન રાઈસ સંતુલિત આહારનો મહત્વનો ભાગ છે અને આ હૃદયના સ્વાસ્થ્યને સમર્થન કરવા માટે પણ ઓળખાય છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે, કેટલાક આખા અનાજ વિટામિન ઈ થી ભરપૂર હોય છે. તે દિમાગ માટે એક મહત્વપૂર્ણ એન્ટિઓક્સિડન્ટ છે. જે તંત્રિકા તંત્રની ક્ષતિને રોકવામાં મદદ કરે છે. સ્વાસ્થ્યના નિષ્ણાંતો વિટામીન ઈ ની સપ્લીમેન્ટની જગ્યાએ આખા અનાજને પોતાના ડાયટમાં સામેલ કરવાની સલાહ આપે છે.
કેટલા પ્રમાણમાં સેવન કરવું : દરરોજ દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું 48 ગ્રામ આખા અનાજનું સેવન કરવું જોઈએ.
5) બેરીઝ : તમે “એન એપલ અ ડે કીપ ડોક્ટર અવે” કહેવત તો સાંભળી જ હશે. જેવી રીતે દરરોજ એક સફરજનનું સેવન તમારા સ્વાસ્થ્યને સમસ્યાઓથી દૂર રાખે છે તેવી જ રીતે અલગ અલગ પ્રકારની બેરીઝ તમારા મગજની સમસ્યાઓને પણ દૂર રાખે છે. રાસબેરી, બ્લેકબેરી, સ્ટ્રોબેરી અને જાંબુ ફ્લેવોનોઈડ્સથી ભરપૂર હોય છે. આ કુદરતી રંગો માત્ર બેરીને રંગ આપતા નથી પરંતુ તે તમારા મગજના કાર્યોને પણ સુધારે છે.
કેટલા પ્રમાણમાં સેવન કરવું : દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું અઠવાડિયામાં એકવાર અલગ અલગ પ્રકારની અડધો કપ બેરી જરૂરથી ખાવી જોઈએ. અનેક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, બેરીનું સેવન કરવાવાળા લોકોમાં યાદશક્તિથી જોડાયેલી સમસ્યાઓને બાકી લોકોની તુલનાએ બે થી અઢી વર્ષ પછી જોવા મળે છે.
6) ડાર્ક ચોકલેટ : જો તમે એવા ખાદ્ય પદાર્થની શોધ કરી રહ્યા હોવ જેમાં તમારુ મગજ તેજ થાય અને ખાવામાં પણ જોરદાર હોય તો ડાર્ક ચોકલેટ તમારા માટે સારો વિકલ્પ છે. તમને જણાવીએ કે ડાર્ક ચોકલેટ આ લીસ્ટમાં અન્ય ખાદ્ય પદાર્થોની તુલનામાં સૌથી વધારે ફાયદાકારક જણાવવામાં આવી છે કારણ કે, આ એન્ટિઓક્સિડેન્ટ ફ્લેવરનોઇડ્સ અને કેફીનથી ભરપૂર હોય છે જે બાકી બ્રેન બુસ્ટર ખાદ્ય પદાર્થોથી વધારે સારી છે.
કેટલા પ્રમાણમાં સેવન કરવું : અઠવાડિયામાં બે થી ત્રણ વાર 30 થી 60 ગ્રામ ડાર્ક ચોકલેટ મગજના કાર્યોને સારા બનાવવામાં મદદ કરે છે. અહીંયા ધ્યાન રાખવા વાળી વાત એ છે કે, તમે જે ચોકલેટ ખાવ છો તે 70% ડાર્ક અને સુગર ઓછામાં ઓછી હોવી જોઈએ.
7) હળદર : દરેક ઘરના રસોઈ ઘરમાં ઉપલબ્ધ થતી હળદર અસંખ્ય ગુણોનો ભંડાર છે. આપણા શરીરને અનેક પ્રકારે ફાયદો પહોંચાડે છે. પરંતુ શું તમે જાણો છો કે આ મગજ માટે પણ સુપરફૂડ છે. હળદરમાંથી કર્કયુમીન નામનું કેમિકલ કમ્પાઉન્ડ ઉપલબ્ધ થાય છે જે અનેક રીતે મગજના સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડે છે. આ લોકોમાં અલ્ઝાઈમરના જોખમને રોકે છે સાથે જ મગજની કોશિકાઓની વૃદ્ધિ પણ કરે છે.
કેટલા પ્રમાણમાં સેવન કરવું : હળદર એક એવો મસાલો છે જેનો દરરોજ આપણા ખાવામાં ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તમે તેનું જરૂરી પ્રમાણ માત્ર ખાવાથી પ્રાપ્ત નથી કરી શકતા તેથી તમારે ડોક્ટરની સલાહ પ્રમાણે કર્કયુમીન સપ્લીમેન્ટનો ઉપયોગ કરી શકો છો. આજકાલ દરેક ફાર્મસી કંપનીઓમાં કર્કયુમીન સપ્લીમેન્ટ બની રહી છે જે સરળતાથી બજારમાં ઉપલબ્ધ છે પરંતુ તમારે ડોક્ટરની સલાહ પ્રમાણે જ આનુ સેવન કરવું.
8) સિડ્સ : કોળું, શક્કરટેટી, સૂર્યમુખી, તરબૂચ, ચિયા, ફ્લેક્સસીડ સહિતના ઘણા પ્રકારનાં બીજ સૂકા ફળોની જેમ ઘણા પોષક તત્વોથી સમૃદ્ધ છે. આ આકારમાં ભલે નાના હોય પરંતુ હકીકતમાં આ ગુણોનો ખજાનો છે. સૂર્યમુખીના બીજ વિશેષ રૂપે વિટામિન ઈ થી ભરપૂર હોય છે જે મગજના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. કોળાના બીજ પણ એન્ટિઓક્સિડન્ટ અને મહત્વપૂર્ણ ખનીજો જેમ કે કોપર, આયર્ન, મેગ્નેશિયમ અને ઝીંકના શક્તિશાળી સ્ત્રોત છે. આ દરેક ખનીજ અલઝાઈમર રોગ, અવસાદ અને ત્યાં સુધી કે મિર્ગી જેવી અનેક પ્રકારની બીમારીઓથી બચવા માટે જરૂરી છે.
કેટલા પ્રમાણમાં સેવન કરવું : દરેક પુખ્ત વ્યયના વ્યક્તિએ અઠવાડિયામાં ત્રણથી ચાર વાર લગભગ એક ચતુર્થાંશ કપ બીજનું સેવન કરવું જોઈએ. તમે કોળું, સૂરજમુખી, ચીયા અને અળસીના બીજને મિક્સ કરીને સવારના નાસ્તાના રૂપમાં સેવન કરી શકો છો.
મગજ માટે સપ્લીમેન્ટ : આ લેખમાં ઉપર જણાવ્યા પ્રમાણે દરેક ખાદ્ય પદાર્થોને તમારા ડેઇલી ડાયટમાં સામેલ કરીને તમે મગજના સ્વાસ્થ્યને સારું બનાવી શકો છો. આ ફૂડ્સ ન કેવળ મગજના સ્વાસ્થ્યને સારું બનાવે છે પરંતુ મગજને શાર્પ પણ બનાવશે. જો કે તમારે તમારા ડેઇલી રૂટીનમાં આ ખાદ્ય પદાર્થોને સામેલ કરવા મુશ્કેલ લાગી રહ્યા હોય તો તમે કેટલીક સપ્લિમેન્ટનું પણ સેવન કરી શકો છો અને તમારા મગજને સ્વસ્થ બનાવી શકો છો. તેમાં વિટામીન b6, b12, b9,વિટામિન સી, બીટા કેરોટીન, મેગ્નેશિયમ, ઝીંક, કોપર, આયર્ન, કરકયુમીન, ઓમેગા 3 ફેટી એસિડ સામેલ છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી