મિત્રો આપણા શરીરમાં હાડકાઓ મજબુત હોવા જરૂરી છે. આથી તમારે હાડકાઓને મજબુત કરવા માટે એવા ખોરાકનું સેવન કરવું જોઈએ, જેનાથી તમારા હાડકાઓને પુરતું પોષણ મળી રહે. જો કે આજના સમયમાં ખરાબ ખાનપાનને કારણે શરીરને જે પોષણ મળવું જોઈએ એ નથી મળતું. જેના કારણે સમય પહેલા જ શરીરમાં વૃદ્ધાવસ્થા આવી જાય છે. તેમજ લોકોને નાની ઉંમરે જ હાડકાઓ અને સાંધાના દુખાવા શરુ થઈ જાય છે.
આમ હાડકાઓને મજબુત કરવા માટે ખાસ કરીને પોતાના ખોરાક પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. આજના સમયમાં ખરાબ લાઈફ સ્ટાઈલને કારણે શરીરમાં કેલ્શિયમ અને વિટામીન ડી ની ઉણપ જોવા મળે છે. જેની અસર હાડકાઓ પર પડતી હોય છે અને તમારા હાડકાઓ સમય પહેલા જ કમજોર થવા લાગે છે. આથી તમને પોતાના ડાયટમાં કેટલીક ખાસ વસ્તુઓ સામેલ કરીને હાડકાઓને મજબુત બનાવી શકો છો.
સારું સ્વાસ્થ્ય ઘણી વસ્તુઓ પર આધાર રાખતું હોય છે. તેમાંથી જરૂરી વસ્તુ છે તમારું ડાયટ. તમારું ખાનપાન, સારી નિંદર અને કસરત આ બધી વસ્તુઓ મળીને શરીરને અંદર અને બહારથી મજબુત બનાવે છે. તેનાથી તમે શારીરિક રીતે જ નહિ, પરંતુ માનસિક રીતે પણ મજબુત બની શકો છો. એક્સપર્ટ આ વિશે જણાવે છે કે, આ માટે તમારે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ, જે તમારા હાડકાઓને મજબુત બનાવે છે. એક્સપર્ટ જણાવે છે કે, બેલેસ્ડ ડાયટ અને હેલ્દી લાઈફ સ્ટાઈલ મળીને હાડકાઓને મજબુત આથી નાની ઉંમરે જ તેનું પાલન કરવાથી વૃદ્ધાવસ્થામાં પણ હાડકાઓ મજબુત બની રહે છે.
શરીર માટે જરૂરી 9 ફૂડ્સ : આ માટે તમારા શરીર માટે કેટલીક એવી 9 જરૂરી ફૂડ્સની લીસ્ટ અહી જણાવવામાં આવી છે. જે હાડકાઓને સ્વસ્થ બનાવી રાખવાનું કામ કરે છે. ચાલો તો આ જરૂરી વસ્તુઓ વિશે જાણી લઈએ. જેમાં બદામ, લીલા પાન વાળી શાકભાજી, ફેટી માછલી, દહીં, જેતુનનું તેલ, કેળા, સંતરા, તલના બીજ અને સોયા…આ 9 ફૂડસ સિવાય પણ તમે એવી વસ્તુઓને પોતાના ડાયટમાં સામેલ કરી શકો છો. જેનાથી તમારા હાડકાઓ મજબુત બને. આ વિશે એક્સપર્ટ કહે છે કે, અનાજ કેલ્શિયમનો સારો સ્ત્રોત નથી. કારણ કે તેમાં ફાઈટીક એસિડ હોય છે. તે કેલ્શિયમના ગુણને ખત્મ કરી દે છે. ઘણા એનિમલ પ્રોટીન વાળા ફૂડ જેવા કે મટન અને ચીકન શરીરમાં કેલ્શિયમની કમી કરે છે. આથી સંતુલિત આહાર લેવો જરૂરી છે. રેડીમેડ ફૂડસ વસ્તુઓમાં ખુબ વધુ પ્રમાણમાં મીઠું હોય છે અને તે શરીરમાંથી કેલ્શિયમને બહાર કાઢે છે. આથી શરીરમાં મીઠાનું સેવન પણ સંતુલિત પ્રમાણમાં કરવું જોઈએ.
આ વિશે વધુ જાણવા મળતી માહિતી મુજબ ખુબ જ વધુ શરાબ પીવાથી ઓસ્ટીયોપોરોસીસનું રિસ્ક ફેક્ટર વધી જાય છે. આથી તેનું સેવન સીમિત માત્રામાં કરવું જોઈએ. ચા અને કોફીમાં મળતું કેફીન કેલ્શિયમને હાની પહોંચાડે છે. આથી ચા અને કોફીનું પણ વધુ સેવન ન કરવું જોઈએ. આ સિવાય ફીઝીકલ એકટીવીટી અને વિટામીન ડી3 પણ લેવાની સલાહ આપવામાં આવે છે.
આમ તમે અહીં આપેલ વસ્તુઓનું સેવન કરીને શરીરને જરૂરી પ્રમાણમાં કેલ્શિયમ આપી શકો છો. તેનાથી તમારું શરીર મજબુત બને છે. કોઈ પણ વસ્તુનું વધુ સેવન શરીર માટે નુકશાનકારક સાબિત થાય છે. તમારે કેલ્શિયમ અને વિટામીન ડી યુક્ત ખોરાકનું સેવન કરવાથી હાડકાઓ લાંબા સમય સુધી મજબુત બની રહે છે. તેમજ લાંબા સમય સુધી તમને હાડકાઓ લગતી બીમારી થતી નથી.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી