દરરોજ સવારે મેથી વાળું પાણી પીવું ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મેથી વાળું પાણી પીવાથી વજન કંટ્રોલમાં રહે છે. એટલું જ નહિ તેનાથી ડાયાબિટીસને પણ કંટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીસ એક એવી બીમારી છે જેમાં તમારું બ્લડ શુગર વધી જાય છે. જો તેનો સમય રહેતા ઈલાજ ન કરવામાં આવે તો તમારા હૃદય, બ્લડ વેસલ્સ, આંખ અને કિડનીને પણ નુકશાન કરી શકે છે.
મેથીમાં સોડીયમ, ઝીંક, ફોસ્ફરસ, ફોલિક એસિડ, આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, જેવા મિનરલ્સ અને વિટામીન એ, બી, અને સી પણ રહેલ છે. આ સિવાય તેમાં ભરપુર માત્રામાં ફાઈબર્સ, પ્રોટીન, સ્ટાર્ચ, શુગર, ફોસ્ફોરિક એસિડ જેવા ન્યુટ્રીએટસ પણ મળે છે. જે શરીર માટે ખુબ જ લાભકારી છે. મેથીનું પાણી પીવાથી પેટને લગતી સમસ્યાઓ દુર કરી શકાય છે. ચાલો તો આજે અમે તમને મેથીનું પાણી પીવાથી થતા ફાયદાઓ વિશે જણાવી દઈએ.મેથીનું પાણી પીવાના ફાયદાઓ – વજન : સવારે ખાલી પેટ મેથીનું પાણી પીવાથી મેટાબોલીઝ્મને સુધારી શકાય છે. મેથીનું પાણી પીવાથી શરીરમાં હીટ પેદા થાય છે. જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
પેટ : જે લોકોને અપચો પેટને લગતી સમસ્યા થાય છે તેમણે મેથીના પાણીનું સેવન કરવું જોઈએ. જો તમે ખાલી પેટ મેથીનું પાણી પીવો છો તો તમને કબજિયાતની સમસ્યાથી છુટકારો મળે છે.
ડાયાબિટીસ : મેથીનું પાણી પીવાથી શરીરનું બ્લડ શુગર લેવલ નિયંત્રિત રહે છે. તેમાં ભરપુર માત્રામાં ફાયબર્સ, પ્રોટીન, સ્ટાર્ચ, શુગર, ફોસ્ફરિક એસિડ જેવા ન્યુટ્રીએટસ મળે છે જે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.કિડનીની પથરી : મેથીનું પાણી પીવાથી કિડનીની પથરીની સમસ્યાને ઓછી કરી શકાય છે. જો તમે મેથીનું પાણી દરરોજ પીવો છો તો કિડની ઘણી હદ સુધી સ્વસ્થ રહે છે.
ખોડો : મેથીમાં ઘણા પ્રકારના પોષક તત્વો રહેલા છે. મેથીનું પાણી પ્રતિદિન સેવન કરવાથી વાળને હેલ્દી રાખી શકાય છે. તેના સેવનથી વાળમાં રહેલ ખોડો પણ સરળતાથી દુર કરી શકાય છે.
હાર્ટબર્ન : જો તમને હાર્ટબર્નની સમસ્યા છે તો તમારા માટે મેથીનું પાણી ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મેથીમાં એન્ટી ઇન્ફલેમેટરી ગુણ રહેલા છે. જે હાર્ટબર્નની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે.કોલેસ્ટ્રોલ : મેથી આપણા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. જો તમે દરરોજ મેથીનું પાણીનું સેવન કરો છો તો કોલેસ્ટ્રોલની સમસ્યા ઓછી કરીને હાર્ટને હેલ્દી રાખી શકાય છે.
આમ તમે મેથીનું પાણીનું સેવન કરો છો તો અનેક બીમારી સામે રક્ષણ મેળવી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી