ઘણા બધા વ્યક્તિઓ ડાયાબિટીસથી પીડિત ગળ્યું ખાવાનું તદ્દન બંધ કરી દે છે, કારણ કે તેનાથી લોહીમાં સુગરની માત્રા વધી જાય છે. ડાયાબિટીસના કારણે શરીરમાં ઈન્સ્યુલિનની માત્રા નો સ્ત્રાવ ઓછો થઈ જાય છે. જેનાથી ભોજનના પાચનમાં સમસ્યા આવી શકે છે. ઘણા લોકો તો ડાયાબીટિસ હોવાથી કેટલા ડરી જાય છે. કે ગળ્યું ખાવાનું પણ બંધ કરી દે છે. પરંતુ તેની માટે તમારે ગભરાવવાની જરૂર નથી માત્ર અમુક જરૂરી વાતોનું ધ્યાન રાખવું જોઈએ. આ વાતોનું ધ્યાન રાખીને ડાયાબિટીસથી પીડિત લોકો પણ ગળ્યું આસાનીથી ખાઈ શકે છે. અને સૌથી સારી વાત તો એ છે કે તેનાથી તમારું શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે.
તેનાથી તમે સ્વસ્થ રહી શકો છો, તેની માટે માત્ર એ વાતનું ધ્યાન રાખો કે જો તમે ગળ્યાની માત્રા તમારા આહારમાં લઈ રહ્યા છો તો તેની માટે દૈનિક આહારમાં રોટલી, શાકભાજી અથવા ચોખાની માત્રા ઓછી કરી દો અથવા તો ન લો. તેનાથી ગળ્યું અને દૈનિક ભોજનની માત્રા સંતુલિત થઈ શકે છે. અને તમારું શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. અત્યારે અમે તમને એવા જ ગળ્યા પદાર્થો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું સેવન તમે આસાનીથી કરી શકો છો અને તમારા ડાયાબિટીસને પણ કંટ્રોલમાં કરી શકો છો તેના વિશે વિસ્તારથી જણાવશે ડાયટિશિયન.
ડાયાબિટીસમાં આ ગળી વસ્તુઓનું કરો સેવન:-
1 )ડાયાબિટીસમાં તમે દરેક ફળોનું સેવન કરી શકો છો તેની સાથે જ તમે ફ્રુટ સલાડ પણ ખાઈ શકો છો. તેનાથી તમારા સ્વાસ્થ્ય માટે જરૂરી પોષક તત્વો મળશે તેની માટે તમારે તેની માત્રા નું ધ્યાન ખાસ રાખવું પડશે. જેમ કે તમે ફ્રુટ સલાડ ખાઇ રહ્યા છો તો તેમાં એક કેરી, એક નાનું ચીકુ, અડધું જ તરબૂચ એક જામફળ અને કેળા ઉમેરીને ખાઈ શકો છો. તેનાથી તમારા સ્વાસ્થ્યને કોઈ જ નુકસાન થશે નહિં. પરંતુ જેવું કે અમે તમને પહેલાં જણાવ્યું કે ત્યારબાદ તમે સવારે અથવા બપોરનું ભોજન સ્કિપ કરો. તેનાથી શરીરમાં શુગરની માત્રાની સંતુલિત બની રહેશે.
2) તે સિવાય તમે ફળોની સ્મુધી બનાવીને પણ પી શકો છો. તેનાથી પણ તમને ગળ્યો સ્વાદ આવી શકે છે. માત્ર તેમાં વધારાની ખાંડ નાખો, સ્મુધી બનાવવા માટે તમે એક સફરજન, કોળાના બીજ અને અન્ય ફળોનું સીમિત માત્રામાં ઉપયોગ કરી શકો છો. તેની સાથે જ તમે એવું કરી શકો છો કે સ્મુધીને નાસ્તાના સ્વરૂપે લઈ શકો છો. ત્યારબાદ તમારે નાસ્તો કરવાની જરૂર નથી તેની સાથે જ તમે અન્ય ફળોની સ્મુધી બનાવી શકો છો જેમ કે લીચી, કેળા, દાડમ, કીવી અને મોસંબી. ફળોની નેચરલ મીઠાશને એન્જોય કરો.
3) ડાયાબિટીસના દર્દીઓ નાસ્તાની જગ્યાએ બદામ અથવા ગાજરનો હલવો ખાઈ શકો છો. તેની માટે માત્ર એક વાતનું ધ્યાન રાખો કે ખાંડની જગ્યાએ સુગર ફ્રી ખાંડ ઉમેરો. તેનાથી તમારું બ્લડ શુગર વધશે નહીં અને તમને ગળ્યુ ખાવાનો આનંદ પણ મળશે.
4 ) ડાર્ક ચોકલેટમાં અન્ય ચોકલેટની તુલનામાં ખાંડની માત્રા ઓછી હોય છે. જેનાથી તે ડાયાબિટીસના દર્દીઓ ઉપર ખરાબ અસર નાખતું નથી, તમે તેની ૨ સ્લાઈસ નું સેવન કરી શકો છો. પરંતુ ધ્યાન રાખો કે તેનું વધુ માત્રામાં સેવન ન કરો.
5) ડાયાબિટીસના દર્દીઓ માટે પનીર થી બનેલી વસ્તુ નું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક હોય છે. તમે પનીર માંથી બનેલી મીઠાઈ પણ ખાઈ શકો છો અથવા પનીર પણ ખાઈ શકો છો તેનાથી કોઈ ખાસ નુકસાન થતું નથી, તેની માટે માત્ર તમારે દૈનિક આહાર ની અમુક વસ્તુઓ ઓછી કરવી પડશે.
6) મધ અને ગોળ ઘણા બધા લોકોને ખૂબ જ પસંદ હોય છે. ઘણા ડાયાબિટીસના દર્દીઓને પણ મધ તથા ગોળ જેવી ગળી વસ્તુ ખાવાનું ખૂબ જ પસંદ હોય છે. પરંતુ પોતાના સ્વાસ્થ્યની સ્થિતિના કારણે તેનું સેવન કરતા ડરે છે. એવામાં તમે ગોળ અથવા મધ નું સેવન થોડી માત્રામાં કરી શકો છો તેની સાથે જ તમે કોઈપણ ભોજનની વસ્તુઓ માં મદદ અથવા ગોળ ઉમેરી ને પણ ખાઈ શકો છો. જો તમે કોઈ હલવો અથવા માવો બનાવો છો તેમાં મધ ઉમેરીને ખાવાનું વિચારી રહ્યા છો તો એક સમયનું ભોજન જરૂરથી છોડો. તેનાથી તમારું શુગર લેવલ કંટ્રોલમાં થઈ જશે.
7 ) ગળ્યા ઓટ્સનું સેવન પણ તમે કરી શકો છો તેની માટે તમે માત્ર તમારે રાગી અથવા જુવાર ના ઓટ્સ ખાઈ શકો છો. તેનાથી ડાયાબિટીસને નિયંત્રિત રહે છે. તે સિવાય તમે દહીં નું સેવન કરી શકો છો તમે ફળ ખાવામાં અથવા ભોજનમાં દહીં નું સેવન કરી શકો છો તેનાથી તમને મીઠાશ ની સાથે સાથે સ્વાસ્થ્ય પણ મળશે.
તે સિવાય જેમ કે અમે તમને પહેલા જ જણાવ્યું કે ડાયાબિટીસના દર્દી હંમેશા મીઠાશ ની માત્રા નું ધ્યાન રાખે છે. તેની માટે તમે ડાયટિશ્યન ની સલાહ જરૂર લો તે સિવાય તમે દર ત્રણ કલાકે થોડી માત્રામાં ભોજનનું સેવન જરૂરથી કરો. ભોજનમાં મીઠાસ લેવાથી થોડો વ્યાયામ કરવો પણ ખૂબ જ સારો રહેશે તેનાથી ભોજનના પાચનમાં મદદ મળે છે. અને તેની સાથે જ કંઈક ખાતા પહેલા એક વખત ડોક્ટરથી સલાહ જરૂર લો. જેથી શરીરમાં શુગરની માત્રા નિયંત્રણમાં રહી શકે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી