મિત્રો દરેક લોકો એવું ઈચ્છે છે કે, તેની આયુષ લાંબી થાય. આથી જો તમારે પણ લાંબુ આયુષ જોઈએ છે તો તેના માટે તમારા સ્વાસ્થ્યનું હેલ્દી રહેવું ખુબ જ જરૂરી છે. તેમજ લાંબા આયુષ માટે તમારે દરેક પોષક તત્વોની જરૂર પડે છે અને આ પોષક તત્વોની પૂર્તિ અનાજ, ફળ તેમજ શાકભાજીનું સેવન કરવાથી થાય છે.
શરીરને સ્વસ્થ રાખવા માટે અનેક પ્રકારના પોષક તત્વોની જરૂર પડે છે. જેમાંથી એક ફાઈબર છે. તેનાથી તમારી પાચનતંત્ર મજબુત બને છે. સાથે જ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. તેમજ હૃદય માટે પણ ફાઈબર ખુબ જ સારું માનવામાં આવે છે. આ સિવાય તમારી સ્કીનના નિખાર માટે, વજન ઓછું કરવા માટે પણ ફાઈબર જરૂરી માનવામાં આવ્યું છે. ડાયટમાં ફાઈબરથી ભરપુર વસ્તુઓ સામેલ કરવાથી અપચો પેટને લગતી સમસ્યાઓને દુર કરી શકાય છે. તેવામાં જો તમે એક હેલ્દી અને સ્વસ્થ જીંદગી જીવવા માંગતા હો તો તેના માટે ફાઈબર ખુબ જ મહત્વ ધરાવે છે. આયુર્વેદ અનુસાર આ વસ્તુઓનું સેવન કરવાથી ઉંમર અને યુવાની બંને વધે છે.
એક શોધ અનુસાર ફાઈબરથી ભરપુર ખાદ્ય પદાર્થ જેમાં ભરપુર માત્રામાં કાર્બોહાઈડ્રેટ સામેલ છે, બ્લુ જોન્સના આહારમાં પ્રમુખ રૂપે સામેલ છે. બ્લુ જોન્સમાં દુનિયાની એવી 5 જગ્યાઓ વિશે જણાવવામાં આવ્યું છે, જ્યાં લોકો સૌથી વધુ લાંબા સમય સુધી, હેલ્દી જીવન જીવે છે. આ 5 જોન આ પ્રકારે છે. જેમાં ગ્રીસ, ઇટલી, જાપાન, કોસ્ટા રીકા, કેલીફોર્નીયા નું Loma Linda.
કઠોળ, ડ્રાયફ્રુટ, ફણગાવેલા અનાજ, જડીબુટ્ટી, અને લીલા શાકભાજી જેવા સામાન્ય હાઈ ફાઈબર વાળી વસ્તુઓ બ્લુ જોન્સની ડાયટનો એક મોટો ભાગ છે. તે માંસાહાર કરતા શાકાહારી વસ્તુઓનું સેવન વધુ કરે છે.
શોધથી જાણવા મળ્યું છે કે, ડાયટમાં ફાઈબર સામેલ કરવાથી પાચનશક્તિ મજબુત, શુગર લેવલ કંટ્રોલમાં, અને કેન્સર જેવી જૂની બીમારીઓને રોકી શકાય છે. ફાઈબરથી યુક્ત વસ્તુઓ ખાવાથી પેટ ભરેલું રહે છે. જેનાથી તમારું વજન ઓછું થાય છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેશનના કહેવા અનુસાર એક વ્યક્તિએ દરરોજ 28 ગ્રામ ફાઈબર ખાવું જોઈએ. ચાલો ઓ જાણી લઈએ કંઈ કંઈ વસ્તુઓમાં વધુ ફાઈબર રહેલું છે.
કઠોળ : કઠોળમાં ઘણા પ્રકારના પોષક તત્વો રહેલા છે. પ્રોટીન અને ફાઈબરથી ભરપુર હોવાના કારણે તેને ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે. દાળ અને કઠોળ જેવા કે ચણા, રાજમા, વટાણા, મસુર વગેરેમાં પ્રોટીન, ફોલેટ અને આયરન જેવા પોષક તત્વો મળે છે. રાજમાના અડધા કપમાં 8 ગ્રામ ફાઈબર રહેલું છે.
ફણગાવેલા અનાજ : ફણગાવેલા અનાજમાં ફાઈબરની વધુ માત્રા જોવા મળે છે. ફણગાવેલા અનાજમાં ઘઉં, જવ, મક્કા, બ્રાઉન રાઈસ, બ્લેક રાઈસ, બાજરો, ક્વિનોઆ વગેરે સામેલ છે. તેમાં ફાઈબર સિવાય પ્રોટીન, વિટામીન બી, એન્ટી ઓક્સીડેંટ, અને મિનરલ્સ જેવા આયરન, ઝિંક, કોપર અને મેગ્નેશિયમ વગેરે પોષક તત્વો પણ રહેલા છે.
સુકો મેવો : સુકા મેવામાં બદામ, કાજુ, પીસ્તા, અખરોટ અને સિંગદાણા સામેલ કરી શકાય છે. તેમાં ફાઈબરની માત્રા વધુ જોવા મળે છે. તે પાચન માટે પણ ખુબ જ સારા માનવામાં આવે છે.
બ્રોકલી : બ્રોકલીમાં તમને ફાઈબરની સાથે કેલ્શિયમ અને વિટામીન સીની પણ માત્રા મળે છે. તમને જણાવી દઈએ કે 100 ગ્રામ બ્રોકલીમાં 2.6 ગ્રામ ફાઈબર રહેલું છે.
ફ્રુટ્સ (ફળો) : ઘણા ફળો જેવા કે, નાશપતી, સ્ટ્રોબેરી, રાસ્પબેરી વગેરેમાં ફાઈબરની માત્રા વધુ જોવા મળે છે. તેમાં ફાઈબર સિવાય વિટામીન સી, વિટામીન એ, થાયમીન, રાઈબોફ્લેવીન, વિટામીન બી-6, કેલ્શિયમ અને ઝિંકની માત્રા પણ જોવા મળે છે.
ફ્લેક્સ સીડ્સ : ફ્લેક્સ સીડ્સ એટલે કે અળસી. તેમાં ફાઈબરની સાથે સાથે મિનરલ્સ, વિટામીન, મેગ્નેશિયમ, કોપર, ઓમેગા-3 ફેટી એસીડ, ફોસ્ફરસની માત્રા પણ મળે છે. 100 ગ્રામ અળસીના બીજમાં 27 ગ્રામ ફાઈબર રહેલું છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી