મિત્રો તમે જાણો છો એમ હવે કોરોના કાળ પૂરો થતા લગભગ દરેક સ્કૂલો શરુ થઈ ગઈ છે. આથી બાળકોને તેની સ્કુલ ફરી મળી ગઈ છે. પરંતુ માતાઓની તકલીફ વધી ગઈ છે. તકલીફ એ કે, બાળકો માટે તેના નાસ્તામાં શું ભરવું. જે હેલ્દી પણ હોય અને બાળકો માટે ટેસ્ટી પણ હોય છે. જો તમે પણ આવી જ મૂંઝવણ અનુભવી રહ્યા હો તો આ લેખ જરૂરથી વાંચી જુઓ.
કોરોના મહામારી દરમિયાન લગભગ 2 વર્ષ સુધી બાળકો સ્કૂલે ગયા નથી. પરંતુ હવે લગભગ ઉંમરના બાળકો સ્કૂલે જવા લાગ્યા છે. તેવામાં માતાઓ માટે એક ટેન્શન વધારે આવી ગયું છે કે, બાળકોને ટિફિનમાં શું આપવું ? બે વર્ષ પછી બાળકો સ્કૂલે જય રહ્યા છે આમ પણ તેઓને ત્યાં એડજસ્ટ કરવામાં થોડી મુશ્કેલી થશે. ઉપરથી બાળકો માટે જમવાનું બનાવવાનું અને તેમણે જમાડવાનું ખુબ જ મુશ્કેલ ટાસ્ક છે. તેવામાં તમારે ટેન્શન લેવાની જરૂર નથી. કારણ કે, અમે તમને જણાવી રહ્યા છીએ સોમવારથી લઈને શનિવાર સુધીનું એવું લંચ મેન્યૂ જેને તમે દરરોજ તમારા બાળકોને આપી શકો છો અને તમે જોશો કે તે આખું ટિફિન ખાલી કરીને ઘરે આવશે.
મંડે મેન્યૂ (સોમવારનું મેન્યૂ) : સોમવારે તમે તમારા બાળકો માટે વેજ ઉપમા બનાવીને ટિફિનમાં રાખી શકો છો. તેનાથી બાળકો ફૂલ ફિલ પણ કરશે અને સબ્જીઓનાં ગુણ પણ તેને મળી જાય છે. તેમાં તમે બટેટા, ડુંગળી, વટાણા, ટામેટા, ગાજર અને પોતાની પસંદની શાકભાજી નાખો અને સવારે ઝટપટ 5 મિનિટમાં જ તૈયાર કરી લો.
ટ્યુસડે મેન્યૂ (મંગળવારનું મેન્યૂ) : મંગલવારે બાળકોના ટિફિનમાં તમે વેજ બર્ગર રાખી શકો છો. બજારમાં મળતા બર્ગર આમ તો અનહેલ્થી હોય છે, પરંતુ તમે ઘરે તેને હેલ્થી રીતે પણ બનાવી શકો છો. કારણ કે તેના સ્ટફિંગમાં તમે ઘણા પ્રકારની સબ્જી બાફીને અને મેશ કરીને નાખી શકો છો કે, જે બાળકો ખાવામાં આનાકાની કરતાં હોય. તેની સાથે જ ચિઝ તેમને પ્રોટીન આપશે. આ બાળકો સરળતાથી ખાઈ લેતા હોય છે.
વેન્સડે મેન્યૂ (બુધવારનું મેન્યૂ) : બુધવારે તમે બાળકોને વેજ ફ્રેંકી રોલ્સ બનાવીને આપી શકો છો. હવે તમે વિચારશો કે ફ્રેંકી રોલ્સ શું હોય છે ? તો તમને જણાવી દઈએ કે, જે રોટલી તમે ઘરે બનાવો છો તેમાં થોડી લીલી ચટણી, થોડો ટમેટો સોસ લગાડીને તેની વચ્ચે તમે કોઈ પણ તમારી પસંદની સૂકી સબ્જીને સ્ટફ કરો. તેની ઉપર થોડી લીલી અને તાજી સલાડની સબ્જી રાખીને તેનો રોલ વાળી અને બાળકોના ટિફિનમાં રાખી લો. તેને બાળકો ઈજીલી રમતા-રમતા પણ ખાઈ શકે છે.
થર્સડે મેન્યૂ (ગુરુવારનું મેન્યૂ) : ગુરુવારે તમે બાળકોને વેજ ઇડલી બનાવીને આપી શકો છો. તે બનાવવામાં ખુબ જ સરળ છે અને ઝટપટ તૈયાર થઈ જાય છે. તે માટે તમે રાત્રે જ ઇડલી બેટર તૈયાર કરી શકો છો અને તેમાં તમારી પસંદની સબ્જી જેમ કે, બટેટા, ડુંગળી, ગાજર, શિમલા મરચું, વટાણા મિક્સ કરો અને સવારે બસ ઇડલીને સ્ટીમ કરી લો. ઉપરથી રાઈ, મીઠા લીમડાનો વઘાર કરી લો અને બાળકોના ટિફિનમાં રાખી લો. પછી જુઓ બાળકો તેને ઝટપટ ખાઈ લે છે.
ફ્રાઈડે મેન્યૂ (શુક્રવારનું મેન્યૂ) : શુક્રવારે તમે બાળકને ફ્રાઈડ રાઈસ બનાવીને ટિફિનમાં આપી શકો છો. તે માટે તમારે સવાર સવારમાં ભાત બનાવવાની જરૂર નથી. જો તમારા ઘરે રાત્રે વધેલા ભાત હોય તો તેમાં પોતાની પસંદની સબ્જી નાખીને થોડો સોયા સોસ, ગ્રીન ચીલી સોસ, વિનેગર મિક્સ કરીને હળવું ટોસ કરીને બાળકોના ટિફિનમાં રાખી લો.
સેટરડે મેન્યૂ (શનિવારનું મેન્યૂ) : શનિવારે બાળકોના સ્કૂલનો છેલ્લો દિવસ હોય છે. તેવામાં તમે બાળકોની પસંદનું પણ થોડું ધ્યાન રાખી લો. મોટાભાગના બાળકોને પાસ્તા, નુડલ્સ આવું ખાવાનું ખુબ જ પસંદ હોય છે. મેંદો હોવાને કારણે તે અનહેલ્થી છે પરંતુ અઠવાડિયામાં એક વખત તેને ખાવાથી કોઈ તકલીફ થતી નથી. પછી જુઓ પાતાનું નામ સાંભળીને બાળકો તેને કેવું ચટ કરી જાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી