શરીરને સ્વસ્થ અને મજબૂત બનાવીને બીમારીઓથી બચાવવા માટે ખોરાકમાં હેલ્થી વસ્તુઓ સમાવિષ્ટ કરવી ખુબ જ જરૂરી છે. ખોરાકની ઘણી વસ્તુઓ છે જે શરીર માટે ફાયદાકારક હોય છે અને ઘણી બીમારીઓથી સુરક્ષિત રાખે છે. જો કે, અમુક એવી વસ્તુઓ છે જેને પલાળીને ખાવાથી તેના સ્વાસ્થ્ય લાભ ડબલ થઈ જાય છે.
પલાળીને ખાવાની વાત આવે ત્યારે મોટાભાગના લોકો માત્ર એટલું જાણે છે કે, બદામને પલાળીને ખાવાથી શરીરને ફાયદા થાય છે. પરંતુ શું તમે જાણો છો કે, બદામ સિવાય ઘણી વસ્તુઓ છે જે રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાવાથી તે બધા જ પોષકતત્વો ભારે માત્રામાં મળી રહે છે જે શરીરના સારા કામકાજ માટે જરૂરી છે.
ન્યુટ્રિશનિસ્ટ એન્ડ ડાયેટિશિયનના મત મુજબ, ખોરાકની ઘણી એવી વસ્તુઓ છે, જ્યારે તેને આખી રાત પલાળવામાં આવે છે તો તેનું પોષણ વધી જાય છે અને તે સ્વાસ્થ્યને વધારે લાભ આપે છે. જો તમે લોહીની ઉણપ, થાક, નબળાઈ અને હાડકામાં નબળાઈ વગેરે સમસ્યાઓથી પીડિત રહેતા હોય તો, તમારે અમુક વસ્તુઓને પલાળીને ખાવાનું શરૂ કરવું જોઈએ.
પલાળેલા મેથીના બીજ : મેથીના બીજ ફાઈબરથી ભરપૂર હોય છે, જે આંતરડાને સાફ કરવામાં મદદ કરે છે. તે કબજિયાતના ઈલાજ માટે પણ સારો એવો ઉપાય છે. બસ એક ચમચી મેથીના દાણાને પાણીમાં પલાળીને સવારે સૌથી પહેલા સેવન કરવું. આ ઘરેલું નુસ્ખાના નિયમિત સેવનથી તમારા પાચન સ્વાસ્થ્યને સરખું રાખવામાં મદદ મળે છે.
તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સારું છે. જેનાથી બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. તેનાથી માસિક ધર્મ વાળી મહિલાઓના દુખાવાને ઘણી હદે ઓછો કરવામાં મદદ મળે છે. આમ, મેથીના બીજ પલાળીને ખાવાથી સ્વાસ્થ્યની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. માટે, નિયમિત રૂપથી દરરોજ સવારે સૌથી પહેલા તેનું સેવન કરવું જોઈએ.
ખસખસને પલાળીને ખાવાના ફાયદા : ખસખસ ફોલેટ, થાયમિન અને પેંટોથેનિક એસિડના સૌથી સારા સ્ત્રોતમાંથી એક છે. ખસખસમાં રહેલ વિટામિન બી ચયાપચયને વધારવામાં મદદ કરે છે અને વજનને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ કરે છે. તેને ફૈટ કટર તરીકે ઓળખવામાં આવે છે, જેના કારણે તે વજન ઘટાડનારાઓ માટે એક સારો વિકલ્પ છે. તેને પલાળીને ખાવાથી શરીરમાં જામેલી ચરબીને ઘટાડી શકાય છે. તો પલાળેલી ખસખસ પણ શરીર માટે ખુબ જ લાભદાયી સાબિત થઈ શકે છે.
પલાળેલા અળસિના બીજ : અળસીના બીજ ઓમેગા-3 ફૈટી એસિડનો ભંડાર છે. કોલેસ્ટ્રોલની સમસ્યાથી પીડિત લોકોની સમસ્યા માટે પલાળેલ અળસિનું સેવન ફાયદાકારક હોય છે કારણ કે, તે શરીરમાં સારા અને ખરાબ કોલેસ્ટ્રોલને જાળવી રાખવામા ખુબ મદદ કરે છે. અળસિમાં ડાયટરી ફાઈબર પણ પ્રચુર માત્રામાં હોય છે, જે પાચનતંત્રને સાફ અને સ્વસ્થ રાખે છે. સવારે સૌથી પહેલા આ વસ્તુનું સેવન કરવાથી તમારા પેટને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. આમ, અળસિના બીજ પલાળીને ખાવાથી પણ સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ થઈ શકે છે.
પલાળેલા કિશમિશ : કિશમિશ જરૂરી પોષકતત્વોથી ભરપૂર હોય છે. જેમ કે, મેગ્નેશિયમ, પોટેશિયમ અને આયરન. ઘણા લોકોને જાણ હોતી નથી પરંતુ, નિયમિત રૂપથી પલાળેલી કિશમિશ ખાવાથી શરીરને કેન્સર કેશિકાઓના વિકાસને ઘટાડવામાં મદદ મળી રહે છે. આટલું જ નહીં, તેનાથી ત્વચા પણ સ્વસ્થ અને બેદાગ રહે છે. જો તમે એનીમિયા અને કિડની સ્ટોન જેવી સમસ્યાથી જજૂમી રહ્યા હોય તો, પલાળેલી કિશમિશ ખાવાથી તમને આ સમસ્યાથી છુટકારો મળી શકે છે. સાથે જ કિશમિશને આખી રાત વરિયાળી સાથે પલાળીને રાખવાથી એસિડિટી પણ દૂર થાય છે. આમ, કિશમિશ પલાળીને ખાવાથી પણ શરીરને અનેક ફાયદાઓ થઈ શકે છે. જેનો લાભ તમે પણ ઉઠાવી શકો છો નિયમિત રૂપથી પલાળેલી કિશમિશનું સેવન કરીને.
પલાળેલા લીલા મગ : લીલા મગની દાળમાં પ્રોટીન, ફાઈબર અને વિટામિન બીનો ભંડાર રહેલો છે. તે કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત અપાવવામાં મદદ કરે છે. સાથે જ પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોવાને કારણે તે હાઈ બ્લડપ્રેશરના રોગીઓ માટે પણ ફાયદાકારક છે. મગની દાળમાં એન્ટીઓક્સિડેન્ટની માત્રા વધારે રહેલી હોય છે. જેનાથી, ડાયાબિટીસ, કેન્સર વગેરે સહિત ઘણી જૂની બીમારીઓના જોખમને ઘટાડવામાં મદદ મળે છે. આમ, લીલા મગ કે મગની દાળ પલાળીને ખાવાથી પણ સ્વાસ્થ્યને ઘણા પ્રકારના ફાયદાઓ થઈ શકે છે. જેનો લાભ તમે તેના નિયમિત સેવનથી લઈ શકો છો.
આમ, ઉપર જણાવેલ ખોરાકને પલાળીને ખાવાથી તેમાંથી મળતા ફાયદાઓ ડબલ થઈ જાય છે. કારણ કે, આ પ્રકારના ખોરાકને પલાળીને ખાવાથી તેમાં રહેલ પોષકતત્વો પણ ડબલ થઈ જાય છે માટે તેના લાભ પણ ડબલ મળે છે. તો આ પ્રકારના ખોરાકને પલાળીને નિયમિત રીતે સવારે તેનું સેવન કરવું જોઈએ. આમ આ વસ્તુઓ પલાળીને ખાવાથી તેમાં રહેલ પોષક તત્વો વધી જાય છે જે સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી માનવામાં આવે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી