મિત્રો ઉનાળામાં શરીરને અંદરથી ઠંડુ રાખવું ખુબ જરૂરી છે. આ સમયે તમારે વધુ પ્રમાણમાં પાણી પીવું જોઈએ. તેમજ ઉનાળામાં આવતા એવા દરેક ફ્રૂટનું સેવન કરવું જોઈએ. શરીરને હાઈડ્રેટ રાખવા માટે આજે અમે તમને એક એવા ફ્રુટ વિશે વાત કરીશું જેના સેવનથી તમે શરીરને અંદરથી ઠંડક આપી શકશો.
ગરમીમાં સ્વસ્થ રહેવા માટે શરીરને ઠંડુ રાખવું ખુબ જ જરૂરી છે. ગરમીના દિવસોમાં બહાર તાપમાન ખુબ જ વધારે હોય છે અને તેવામાં તબિયત ખરાબ થવા લાગે છે. આવા સમયે શરીરને અંદરથી ઠંડુ રાખવા માટે અમુક ખાસ વસ્તુઓનું સેવન જરૂરથી કરવું જોઈએ. ગરમીમાં શરીરને હાઈડ્રેડ રાખવું જરૂરી બને છે જેથી શરીરમાં પાણીની ઉણપ ન થાય. પાણીની ઉણપથી ઘણા પ્રકારની ગંભીર બીમારીઓ થઈ શકે છે. તેમજ ગરમીમાં પાચનને તંદુરસ્ત રાખવું પણ ખુબ જરૂરી બની રહે છે.
ગરમીમાં જો એવા ફૂડ્સ ખાવામાં આવે જે શરીરને ગરમી આપે છે તો વ્યક્તિ બીમાર પડી શકે છે. માટે જ આ ઋતુમાં એવા ફળ અને શાકભાજી ખાવામાં આવે છે જે, બોડીને વધારે ઠંડક પ્રદાન કરે જેનાથી લૂ લાગવાનુ કે સન સ્ટ્રોક થવાનું જોખમ રહેતું નથી. આવો તમને જણાવીએ કે ગરમીમાં શરીરને ઠંડુ રાખવા માટે કંઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ.
દૂધી : ઉનાળામાં તમે દૂધીનું સેવન કરીને તમારા શરીરને ઠંડક આપી શકો છો. દુધીમાં રહેલ પોષક તત્વો તમારા શરીરને અંદરથી મજબુત બનાવે છે. દૂધીની તાસીર ઠંડી હોય છે તેમાં ભરપૂર માત્રામાં પાણી જોવા મળે છે. સાથે જ તે પેટ માટે પણ ખુબ જ સારી ગણવામાં આવે છે. ગરમીમાં દુધી ખાવાથી પાચન પણ સારું રહે છે. દૂધીના સેવનથી ગરમીમાં શરીરને ઠંડુ રાખવામા મદદ મળે છે. શાક સિવાય ગરમીના દિવસોમાં લોકો દૂધીનું રાયતું બનાવીને પીવાનું પણ પસંદ કરે છે.
ડુંગળી : શરીરને ઉનાળામાં લૂ થી બચાવવા માટે તમે ડુંગળીનું સેવન કરી શકો છો. ગરમીમાં લૂથી બચવા માટે ડુંગળીનું સેવન કરવું જોઈએ. ગરમીમાં શરીરને ઠંડુ રાખવામાં ડુંગળી મદદ કરે છે. તેને ગરમીમાં શાકભાજીની સાથે સાથે સલાડમાં પણ મિક્સ કરવામાં આવે છે. તેને બનાવીને પણ ખાવી જોઈએ જેથી શરીર પર તેનો વધારે ફાયદો જોવા મળે. બાળકોને ગરમીથી બચાવવા માટે બર્ગર અથવા સેન્ડવિચમાં કાચી ડુંગળી નાખીને ખવડાવી શકાય છે.
કાકડી : ગરમીમાં કાકડી ખાવાથી શરીરમાં પાણીની ઉણપ થતી નથી. સાથે જ ખીરું સન સ્ટ્રોકથી પણ બચાવે છે. ફાઈબરથી ભરપૂર ખીરામાં પાણીની વધારે માત્રા જોવા મળે છે. તેને ખાવાથી શરીરને ઠંડક મળે છે અને તાજગી પણ જળવાઈ રહે છે. ખીરાના સલાડ અને રાયતાનું સેવન ગરમીમાં જરૂરથી કરવું જોઈએ. ખીરું ખાવાથી પેટની સમસ્યાઓ દૂર થાય છે અને કબજિયાતની સમસ્યાથી પણ છુટકારો મળે છે. તે બોડીને અંદરથી ઠંડી કરીને એનર્જી આપે છે.
દહીં : દહીંનું સેવન પણ ઉનાળામાં સારું માનવામાં આવે છે. દહીં ખાવું સ્વાસ્થ્ય માટે ખુબ સારું હોય છે. દહીં માત્ર સ્વાદમાં જ લાજવાબ નથી હોતું, પરંતુ સાથે સાથે તે, શરીરની ઘણી બીમારીઓને પણ દૂર રાખે છે. ગરમીમાં દહીંનું સેવન કરવાથી શરીર ઠંડુ રહે છે અને પેટની કોઈ પણ સમસ્યા થતી નથી. દહીં ખાવાથી પાચનક્રિયા પણ તંદુરસ્ત રહે છે. દહીંનું રાયતું પણ લોકો ખુબ જ પસંદ કરે છે. તેમજ ઘણા લોકોને ગરમીમાં લસ્સી પીવાનું પણ ખુબ જ પસંદ હોય છે.
ફૂદીનો : ફુદીનાની તાસીર ઠંડી હોવાથી તે તમારા શરીરને ઠંડક આપવાનું કામ કરે છે. ગરમીમાં ફુદીનાની ચટણી કે શરબતનું સેવન કરવાથી શરીરને ઠંડુ રાખવામા મદદ મળે છે. ફુદીનાની ચટણી અથવા જલજીરા બનાવીને તેનું સેવન કરી શકાય છે. ફૂદીનો શરીરને તરત જ ઠંડકનો અનુભવ કરાવે છે અને સન સ્ટ્રોકથી લોકોનો બચાવ પણ કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી