મિત્રો ડાયાબિટીસ એક લાઈફસ્ટાઈલ સંબંધિત બીમારી છે. એટલા માટે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે લાઈફસ્ટાઈલને સુધારવી ખુબ જ આવશ્યક છે. પરંતુ હવે ધીમે ધીમે વિજ્ઞાન પણ માની રહ્યું છે કે, ઘણી બધી એવી જડીબુટ્ટીઓ છે જેનાથી ડાયાબિટીસને આસાનીથી કંટ્રોલ કરી શકાય છે. એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, લગભગ 800 જેટલા એવા છોડ અને વૃક્ષ છે જેમાં એન્ટી-બાયોટિક ગુણ છે. તેમાંથી મોટાભાગની જડીબુટ્ટીઓ આયુર્વેદમાં પહેલેથી જ કારગર માનવામાં આવે છે અને સાબિત પણ થઈ ચુકી છે.
સામાન્ય રીતે ડાયાબિટીસ જ્યારે પણ થાય લોકોને ઘણા દિવસો સુધી ખબર પણ નથી પડતી. ડાયાબિટીસ છુપી રીતે જ શરીરમાં ઘુસી જાય છે. પરંતુ આપણને જ્યારે ખબર પડે ત્યાં સુધીમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન શરીરમાં ઓછું થઈ ગયું હોય છે. પરંતુ આજકાલ માર્કેટમાં ઘણી એવી દવાઓ આવી ગઈ છે કે જે ઇન્સ્યુલિન વધારે છે. પરંતુ તમને જણાવી દઈએ કે આવી દવાઓથી દર્દી પૂરી રીતે ડાયાબિટીસથી મુક્તિ મેળવી શકતો નથી. એટલા માટે ડાયાબિટીસને ખતમ કરવા માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે કુદરતી રીત.
હાલમાં તમને જણાવીએ તો ભારત આજે ડાયાબિટીસનું વર્લ્ડ કેપિટલ બની ચુક્યું છે. ભારતમાં હાલમાં 8 કરોડ લોકો ડાયાબિટીસના રોગથી પીડાઈ રહ્યા છે અને એવું માનવામાં આવે છે કે, 2045 સુધીમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધીને 13 કરોડ સુધી પહોંચી જશે. એટલા માટે જો તમે ઈચ્છતા હો કે ડાયાબિટીસ હંમેશા માટે કંટ્રોલમાં રહે તો સાયન્સ બેઝ્ડ અમુક નેચરલ વસ્તુ વિશે જણાવશું. જેનાથી તમારું બ્લડ શુગર લેવલ હંમેશા કંટ્રોલમાં રહેશે. તો ચાલો જાણીએ એ દેશી ઉપાય.
1 ) બારમાસીના ફૂલના ફૂલનું જ્યુસ : અમેરિકન નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફોર્મેશન જનરલમાં છપાયેલ એક અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે બારમાસીના ફૂલના પાંદડામાંથી બનેલ જ્યુસ ડાયાબિટીસને ઝડપથી કંટ્રોલ કરે છે. તેનાથી ખુબ જ ઝડપથી બ્લડ શુગર ઓછું થઈ જાય છે. આ અધ્યયનને આંધ્ર યુનિવર્સિટી અને સિડની યુનિવર્સિટીના શોધકર્તાઓને મળીને અંજામ આપ્યો છે.
અધ્યયનમાં અમુક ઉંદરો જે ડાયાબિટીક હતા, તેને બારમાસીના ફૂલ માંથી બનેલું જ્યુસ આપવામાં આવ્યું અને અમુક ઉંદરોને દવા આપવામાં આવી. ત્યાર બાદ જોવામાં આવ્યું કે, ડાયાબિટીક ઉંદરોમાં જ્યુસના પ્રભાવથી પેન્ક્રીયાઝમાં બીટા સેલ્સ વધુ સક્રિય થઈ ગયા. તેનાથી ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધી ગયું અને બ્લડ શુગર લેવલ જલ્દી કંટ્રોલમાં આવી ગયું.
2 ) ટમેટાનું જ્યુસ : મોટાભાગના ફ્રુટ જ્યુસમાં તમને કાર્બોહાઈડ્રેટની માત્રા વધુ મળી આવે છે. એટલા માટે આ પ્રકારના જ્યુસથી ડાયાબિટીસના દર્દીને વધુ ફાયદો નથી થતો. તેની જગ્યાએ શાકભાજીનું જ્યુસ ડાયાબિટીસના દર્દી માટે ખુબ જ ફાયદાકારક છે. જેમાં ટમેટાનું જ્યુસ ખુબ જ સારો વિકલ્પ છે. ટમેટાના જ્યુસમાં ઘણી પ્રકારના એન્ટી-ઓક્સીડેન્ટ અને વિટામીન સી હોય છે, જે બ્લડ શુગર લેવલને નીચે ઉતારે છે. એકંદરે ડાયાબિટીસ કાબુમાં રહે છે.
3 ) શાકભાજીનું મિક્સ જ્યુસ : તમને જણાવી દઈએ કે એવી પણ શાકભાજીઓ છે જેમાં બ્લડ શુગરને ખુબ જ ઝડપથી ઓછું કરવાની તાકાત હોય છે. તેના માટે તમે લીલા પાંદડા વાળી શાકભાજી લ્યો, તેની સાથે વરીયાળી અથવા અજમાના પાંદડાને પણ સાથે મિક્સ કરો. તેને ખીરા અથવા કાકડી સાથે જ્યુસરમાં ગ્રાઈન્ડ કરી લ્યો. તમે ઈચ્છો તો સ્વાદમાં બેરીઝ ફ્રુટ પણ મિક્સ કરી શકો છો. આ જ્યુસનું સેવન સવારે ખાલી પેટ કરવું જોઈએ. તેનાથી બ્લડ શુગર લેવલ ખુબ જ ઓછું થાય છે. રોજ જો આનું સેવન કરવામાં આવે તો બ્લડ શુગર ક્યારેય નહિ વધે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી