મિત્રો હાલ તમે જાણો છો તેમ ઓમિક્રોન વાયરસ ધીમે ધીમે પોતાનો પગ પેસારો કરી રહ્યો છે. આથી દરેક લોકો હાલ પોતાની ઈમ્યુન સીસ્ટમ મજબુત કરવા માટે અલગ અલગ ઇમ્યુનિટી બુસ્ટર ખોરાકનું સેવન કરી રહ્યા છે. હાલ તો ઓમિક્રોનના ઘણા લક્ષણો દેખાયા છે. જેમાંથી આપણે અહીં તેના કેટલાક લક્ષણો વિશે વાત કરીશું.
કોરોનાના નવા વેરિએંટ ઓમિક્રોનથી બચવા માટે એક્સપર્ટ દરેક લક્ષણોને ઓળખવાની સલાહ આપી રહ્યા છે. જેથી સમય રહેતા તેની ઓળખ થઈ શકે. UK ની ZOE કોવિડ સ્ટડીમાં ઓમિક્રોનના બધા જ 20 લક્ષણો વિષે જાણકારી આપવામાં આવી છે. સાથે જ એ પણ જણાવવામાં આવ્યું છે કે, શરીરમાં આ લક્ષણો શરૂ થઈને ક્યાં સુધી રહે છે.
કોરોનાના વધતાં કિસ્સામાં હાલમાં કોઈ રાહત મળતી દેખાઈ રહી નથી. કોરોનાના મોટા ભાગના દર્દીઓ ઓમિક્રોન વેરિએંટથી જ સંક્રમિત છે. ઓમિક્રોનના લક્ષણોમાં ઘણા પ્રકારના બદલાવ જોવા મળ્યા છે. દરેક દર્દીમાં આ લક્ષણ અલગ અલગ જોવા મળે છે. UK ની ZOE કોવિડ સ્ટડીમાં ઓમિક્રોનના બધા જ 20 લક્ષણો વિશે જાણકારી આપવામાં આવી છે. સાથે જ એ પણ જણાવવામાં આવ્યું છે કે, શરીરમાં આ લક્ષણો શરૂ થઈને ક્યાં સુધી રહે છે. ઓમિક્રોનના મોટા ભાગના દર્દીઓમાં આમાંથી ઘણા ખરા લક્ષણો જોવા મળે છે. તો ચાલો જાણીએ ઓમિક્રોનના 20 લક્ષણો.
અમિક્રોનના લક્ષણો : નાક વહેવું, થાક લાગવો, છીંક આવવી, ગળામાં ખરાશ, એકધારી ઉધરસ, કર્કશ અવાજ, ઠંડી લાગવી કે ધ્રુજારી અનુભવવી, તાવ, ચક્કર આવવા, બ્રેન ફોગ, સુગંધ બદલાઈ જવી, આંખમાં દુખાવો, માંસપેશીઓમાં દુખાવો, ભૂખ ન લાગવી, સુગંધ ન અનુભવવી, છાતીમાં દુખાવો, ગ્રંથિઓમાં સોજો, નબળાઈ અને સ્કીન રેશિઝનો પણ સમાવેશ થાય છે.
ક્યાં સુધી રહે છે આ લક્ષણો : હેલ્થ એક્સપર્ટના મત મુજબ ઓમિક્રોનના લક્ષણ ડેલ્ટાની તુલનાએ ઝડપી ગતિએ દેખાતા હોય છે અને તેમનું ઇંક્યુબેશન પિરિયડ પણ ઓછું હોય છે. ઓમિક્રોનના દર્દીઓમાં સંક્રમિત થયા પછી 2 થી 5 દિવસે લક્ષણો દેખાતા હોય છે. બ્રિટિશ એપીડેમોલોજિસ્ટ ટિમ સ્પેકટરના મત મુજબ સામાન્ય રીતે તાવ જેવા લક્ષણ ઓમિક્રોનના જ હોય છે, જે સામાન્ય રીતે 5 દિવસ સુધી રહે છે. જો કે, સાવચેતીઓ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાની ઘણી અસર પડે છે અને તેના કારણે ફ્લૂના કેસ પણ ઘટે છે.
ટિમ સ્પેકટરનું કહેવું છે કે, ડેલ્ટાની તુલનાએ ઓમિક્રોનના લક્ષણો ઓછા દિવસ સુધી રહે છે. લોકોમાં લક્ષણો ખુબ જ ઓછા સમય માટે દેખાય છે, ખાસ કરીને પહેલા અઠવાડિયામાં. જો લોકો 5 દિવસ બાદ ટેસ્ટમાં નેગેટિવ આવો છો તો તેનો મતલબ છે કે, આ 5 દિવસોમાં લક્ષણો આવીને ચાલ્યા ગયા છે. મતલબ કે તે જેટલી ઝડપથી દેખાય છે, તેટલી જ ઝડપથી ચાલ્યા પણ જાય છે. મોટાભાગના લોકોમાં ઓમિક્રોનના લક્ષણો 3 થી 5 દિવસ સુધી રહે છે. વેક્સિનેટેડ લોકોમાં તેના લક્ષણ હળવા હોય છે. ઓમિક્રોન એવા લોકોમાં વધારે ગંભીર છે જેમણે કોરોના વેક્સિનનો એક પણ ડોઝ લીધેલો નથી.
ઓમિક્રોનથી બનતી એન્ટીબોડી : એક્સપર્ટનું એ પણ કહેવું છે કે, ઓમિક્રોનના કિસ્સામાં હજુ સુધી ગંભીર લક્ષણો સામે આવ્યા નથી. સાથે જ ઓમિક્રોનથી રિકવર થવા વાળામાં ઇમ્યુનિટી લેવલ પણ સારું હોય છે. એક્સપર્ટ માને છે કે, નવા વેરિએંટ પર કાબૂ રાખવા ઇમ્યુનિટી લાંબા સમય સુધી શરીરમાં રહી શકે છે. પછી આ ઇમ્યુનિટી તે વેરિએંટની વિરુદ્ધમાં થઈ જાય છે. માટે રિકવર થયા પછી દર્દીના શરીર પર વાઇરસની કોઈ અસર થતી નથી.
એક સ્ટડી મુજબ સામાન્ય શરદી-ઉધરસથી પણ કોવિડથી લડવાની ઇમ્યુનિટી વધે છે. કોરોનાથી પોતાને બચાવવાની સૌથી સારી રીત છે કે તમે વેક્સિનનો ડોઝ અને બુસ્ટર લગાવો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી