મિત્રો આપણે લસણ, ડુંગળીનું સેવન કરતા હોઈએ છીએ. જો કે આ બંને વસ્તુઓ ઘણા પોષક તત્વોથી ભરપુર માનવામાં આવે છે. લસણ વિશે વાત કરીએ તો લસણનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનું સેવન એ પેટ માટે ખુબ જ ગુણકારી છે. એનાથી પેટને લગતી અનેક બીમારીઓ દુર કરી શકાય છે. લસણનું તમે અનેક રીતે સેવન કરી શકો છો. જેમ જે તેને તળીને, ખાંડીને, ચટણી રૂપે, કોઈ સબ્જીમાં નાખીને અથવા પરોઠામાં નાખીને પણ તેનું સેવન કરી શકાય છે.
લસણ આપણા શરીરને ઘણા પ્રકારે ફાયદો પહોંચાડે છે. સવારે-સવારમાં લસણનું સેવન કરવાથી પેટની સમસ્યાઓ દૂર થાય છે સાથે જ, તે હાડકાંને મજબૂત બનાવવાનું કામ પણ કરે છે. તે સિવાય લસણ ફ્લૂના સંક્રમણમાં આવવાથી પણ બચાવે છે. ચાલો જોઈએ ગાર્લિક પરોઠા બનાવવાની રીત.સામગ્રી:- 3 કપ લોટ, 1 ટેબલસ્પૂન ગાર્લિક પેસ્ટ, 2 ટેબલસ્પૂન તેલ, 1 ટીસ્પૂન મીઠું, 1.5 કપ ગરમ પાણી
ગાર્લિક બટર માટે:- 3 ટેબલસ્પૂન મેલ્ટેડ બટર, 2 લીલા મરચાં જીણા વાટેલાં, 1 ટેબલસ્પૂન ગાર્લિક પેસ્ટ વાટીને , ¼ ટીસ્પૂન મીઠું, 1 ટેબલસ્પૂન જીણી વાટેલી કોથમીર, પરોઠા શેકવા માટે તેલ.
ગાર્લિક પરોઠા બનાવવાની રીત:- ગાર્લિક પરોઠા કે લસણના લચ્છા પરોઠા બનાવવા માટે એક વાસણમાં લોટ લો. લોટમાં ગાર્લિક પેસ્ટ, તેલ અને મીઠું નાખીને સરખી રીતે મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં થોડું થોડું ગરમ પાણી નાખતા જાવ અને ચમચીથી મિક્સ કરતાં જાઓ. તેને 5 મિનિટ માટે છોડી દો જેથી લોટમાં નમી આવી જાય. 5 મિનિટ પછી લોટ બાંધવાનું શરૂ કરો અને જરૂર લાગે તો થોડું વધારે પાણી મિક્સ કરવું અને સરખો લોટ બાંધી લેવો. લોટ પર 1 ચમચી તેલ લગાડીને 15-20 મિનિટ માટે રાખી લો.ગાર્લિક પરોઠાનો લોટ તૈયાર થઈ ગયા પછી તેમાં લગાડવાનું ગાર્લિક બટર તૈયાર કરવું. તે માટે એક વાટકીમાં બટર, ગાર્લિક પેસ્ટ, મીઠું. લીલા મરચાં અને કોથમરી નાખીને સરખી રીતે મિક્સ કરી લો. લોટના સરખી ગોળી કરો. અને પાતળું વણી લો. આ રોટલી પર ગાર્લિક બેટર લગાડો અને થોડો લોટ છાંટી લો. હવે આ રોટલીને લચ્છા પરોઠાની જેમ લેયરમાં ભેગી કરી લો અને તેનું એક મોટું પરોઠું બનાવી લો. તવા પર પરોઠું મૂકીને બંને બાજુ સરખી રીતે શેકી લેવું.
આ પ્રકારે બીજા પરોઠા પણ બનાવી લો. ગાર્લિક પરોઠાને પોતાની મનપસંદ ચટણી સાથે ખાઓ અને ખવડાવો. આ પરોઠા સ્વાદમાં સારા હોવાની સાથે સાથે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારા છે. તમે ચાહો તો દરરોજ સવારે નાસ્તામાં ગાર્લિક પરોઠાનું સેવન કરી શકો છો. આમ લસણનું સેવન તમારા સ્વાસ્થ્યને ફાયદો કરે છે. તેના સેવનથી તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે અને તમને અનેક બીમારીઓથી બચાવશે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી