ચોમાસામાં આ 5 પ્રકારના શાકભાજી ખાવાથી શરીરમાં વધી જાય છે યુરિક એસિડનું પ્રમાણ, જાણો ચોમાસામાં ક્યાં શાકભાજી ન ખાવા જોઈએ…

મિત્રો આપણે હંમેશા ઋતુ અનુસાર ખોરાકનું સેવન કરવું જોઈએ. જો તમે ઋતુ અનુસાર ભોજન નથી કરતા તો તમારું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. ચોમાસાની વાત કરીએ તો આ ઋતુમાં તમારે ખોરાકની બાબતે ખુબ જ સાવધાની રાખવાની જરૂર પડે છે. ચોમાસામાં અમુક શાકભાજીનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે હાનીકારક સાબિત થઇ શકે છે. આજે અમે તમને આ લેખમાં એવી કેટલીક શાકભાજી વિશે જણાવીશું જેનું સેવન ચોમાસામાં કરવાથી તમારું યુરિક એસીડ પર અસર થઇ શકે છે. 

આજકાલના વ્યસ્ત જીવનમાં સામાન્ય રીતે આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ભૂલી જતાં હોઈએ છીએ. ખોટી ખાણીપીણી અને ખરાબ લાઇફસ્ટાઇલના કારણે શરીરમાં ઘણા પ્રકારની બીમારીઓ થવા લાગે છે. યુરિક એસિડ વધવું પણ જીવનશૈલી અને ખરાબ ખાણીપીણીથી જોડાયેલ એવી જ એક સમસ્યા છે. આ સમસ્યાથી પીડિત વ્યક્તિને સાંધામાં દુખાવો અને સોજો જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.યુરિક એસિડને સમયસર નિયંત્રિત ન કરવાથી કિડની અને લીવર કામ કરવાનું બંધ કરી શકે છે. તે સિવાય હાર્ટ એટેક જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. આ જ કારણ છે કે, દરેક વ્યક્તિએ અને વિશેષ રૂપથી વધેલા યુરિક એસિડ વાળા લોકોએ પોતાની ખાણીપીણીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વરસાદની ઋતુ શરૂ છે અને આ ઋતુમાં અમુક શાકભાજીઓનું સેવન કરવાથી યુરિક એસિડનું સ્તર ખૂબ વધી શકે છે. આવો આગળ જાણીએ વરસાદમાં યુરિક એસિડના દર્દીઓએ ક્યાં શાકભાજીનું સેવન ન કરવું જોઈએ. 

1) બીન્સ:- જો કે બીન્સ એ સ્વાસ્થ્ય માટે લાભકારક છે પણ ચોમાસામાં તેનું સેવન તમારા યુરીક એસીડ પર અસર કરી શકે છે. બીન્સ યુરિક એસિડના સ્તરને વધારે છે. માટે આ સમસ્યાથી પીડિત લોકોએ બીન્સનું સેવન કરવું જોઈએ નહીં. તેને ખાવાથી માત્ર યુરિક એસિડનું સ્તર જ નથી વધતું પરંતુ, શરીરમાં સોજા પણ આવી શકે છે.2) વટાણા:- વટાણા એ યુરિક એસિડને વધારી શકે છે. આથી ચોમાસામાં તેનું સેવન હિતાવહ નથી. સુકા વટાણામાં પર્યાપ્ત માત્રામાં પ્યુરીન જોવા મળે છે, જે યુરિક એસિડને વધારવાનું કામ કરે છે. જો પહેલેથી જ તમારું યુરિક એસિડ વધેલું હોય તો, સૂકા વટાણાનું સેવન ન કરવું જોઈએ નહિતર તમારી સમસ્યા વધી શકે છે. 

3) રીંગણાં:- રીંગણા એ શિયાળાની શાકભાજી છે. પણ હવે તો ચોમાસામાં પણ રીંગણા જોવા મળે છે. પણ ચોમાસામાં તેનું સેવન હાનીકારક થઇ શકે છે. રીંગણામાં ભરપૂર માત્રામાં પ્યુરીન રહેલું હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાં યુરિક એસિડનું સ્તર વધે છે. તે સિવાય શરીરમાં સોજો પણ આવી શકે છે. સાથે જ ચહેરા પર ચકામાં અને ખંજવાળ જેવી સમસ્યા પણ થઈ શકે છે. યુરિક એસિડથી પીડિત લોકોએ રીંગણાંથી દૂર રહેવું જોઈએ. 4) પાલક:- પાલક એ અનેક પોષક તત્વોથી ભરપુર છે પણ ચોમાસામાં તેનું સેવન કરવાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. યુરિક એસિડથી પીડિત વ્યક્તિ માટે પાલક પણ નુકસાનદાયક હોય છે. તેમાં પર્યાપ્ત પ્રોટીન અને પ્યુરીન હોય છે જે યુરિક એસિડના સ્તરને વધારો આપે છે. માટે પાલકના નિયમિત સેવનથી બચવું જોઈએ. 

5) અરબી:- આમ તો, અરબી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. પરંતુ જો તમે ગાઉટના દર્દી હોય, તો અરબીનું સેવન કરવું જોઈએ નહીં. અરબી ખાવાથી સાંધમાં દુખાવો થઈ શકે છે અને યુરિક એસિડની માત્રા વધી શકે છે. આમ ચોમાસાની ઋતુમાં વાતાવરણને કારણે ખોરાકનું સેવન કરવામાં ધ્યાન રાખવું પડે છે. આ ઋતુમાં રોગચાળો તરત જ ફેલાઈ છે. આથી શાકભાજી પણ હંમેશા પાણીથી ધોઈને વાપરવા જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment