આછા, સફેદ અને ખરતા વાળને ઝડપથી કરો કાળા, ઘાટા અને એકદમ મજબુત. અજમાવો ઘર બેઠા આ મફત ઉપચાર… વાળ બની જશે લાંબા અને આકર્ષક…

લાંબા અને કાળા વાળ દરેક છોકરીઓની ઈચ્છા હોય છે અને તેમની આ ઈચ્છાને પૂરી કરવા માટે લગભગ છોકરીઓ ઘણા બધા પ્રકારના શેમ્પૂ અને હેર કેર પ્રોડક્ટનો ઉપયોગ કરતી જોવા મળે છે. પરંતુ તેનો કોઈ ખાસ ફાયદો મળતો નથી. તેથી જ આજે અમે તમારા માટે એવા આયુર્વેદિક હેર માસ્ક બનાવવાની રીત અને તેને યોગ્ય રીતે લગાવાની વિધિ લઈને આવ્યા છીએ જેનો ઉપયોગ આયુર્વેદિક વિશેષજ્ઞ ડોક્ટર કરે છે.

આયુર્વેદિક હેર માસ્ક બનાવવાની રીત તથા તેના લાભ જણાવતા ડૉક્ટર કહે છે કે, આ એક હેર સિક્રેટ છે અને તે સંપૂર્ણ રસોડાની સામગ્રીમાંથી તૈયાર થાય છે. તેનો ઉપયોગ કરવાથી વાળ ખુબ જ સુંદર અને લાંબા થાય છે, એવી પરિસ્થિતિમાં જો તમે હેર કેર સિક્રેટને જાણીને આ માસ્ક કેવી રીતે બનાવવો અને કેવી રીતે તમારા વાળ પર લગાવવું તે તમારે જાણવું જોઈએ.

કારણ કે વાળ ખરવા અને વાળનું પાતળા થવું તથા વાળની લંબાઈ ઓછી થઈ જવી અથવા વાળ ન વધવા, અને વાળ સફેદ થઈ જવા, આ આજના સમયમાં ખુબ જ સામાન્ય સમસ્યા છે. હવે તો બાળકોને પણ સફેદ વાળ થવાની સમસ્યા ખુબ જ તીવ્રતાથી વધવા લાગી છે. ત્યારે તમારે જરૂર જાણવું જોઈએ કે કયું આયુર્વેદિક વસ્તુઓનો ઉપયોગ કરવાથી તમારા વાળ કાળા કરતું હેર માસ્ક તૈયાર કરી શકો છો.

આયુર્વેદિક હેર માસ્ક બનાવવા માટેની જરૂરી સામગ્રી : 3 ચમચી મેથી દાણા, એક ઈંડુ, એક ચમચી દહીં, અડધી ચમચી તેલ, 10 ગ્રામ લાઈકોરાઈસ પાવડર.

હેર માસ્ક બનાવવાની રીત : આ આયુર્વેદિક હેર માસ્ક બનાવવા માટે સૌ પ્રથમ ત્રણ ચમચી મેથી દાણાને આખી રાત પાણીમાં પલાળીને રાખો, સવારે તેને પીસીને તેની પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટમાં એક ઈંડુ ફેંટીને ઉમેરો, જો તમે ઈંડુ ઉપયોગમાં લેવા માંગતા નથી તો અળસીના બીજનો ઉપયોગ કરી શકો છો. પરંતુ આ હેર માસ્કમાં ઈંડુ વધુ પ્રભાવી હોય છે.

હવે તેમાં એક ચમચી દહીં ઉમેરો અને અડધી ચમચી તેલ મિક્સ કરો તમે તમારી પસંદગી અનુસાર કોઈ પણ તેલ આ હેર માસ્ક બનાવવા ઉપયોગમાં લઈ શકો છો.( જો તમારા વાળ રુક્ષ છે તો તેને ઉમેરો નહીં તો રહેવા દો).

તમારા વાળને લાંબા અને સારા રાખવા માટે આ હેર માસ્કમાં તમે એક સિક્રેટ સામગ્રીનો ઉપયોગ કરી શકો છો, અને તે છે લિકોરીસ પાવડર. આ પાવડર એક આયુર્વેદિક બુટ્ટી છે જેને ઝાડના મૂળ અને છાલ માંથી તૈયાર કરવામાં આવે છે.

તેમાં ઘણા બધા પ્રકારના આરોગ્યકારી ગુણ જોવા મળે છે, અને તે શરીરના હિલીંગ પાવરને વધારે છે, તેની સાથે જ વાળ અને ત્વચાને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. તમે તેનો આ હેર માસ્કમાં તેનો દસ ગ્રામ ઉપયોગ કરી શકો છો.

આ રીતે માસ્ક લગાવો : ડોક્ટર જણાવે છે કે, આ હેર માસ્ક અને વાળમાં લગાવવા માટે તમારે સૌ પ્રથમ તમારા વાળને નાના ભાગમાં અલગ કરો, ત્યારબાદ સૌ પ્રથમ વાળનાં જડમાં અને પાંથી ઉપર બ્રશની મદદથી લગાવો, ત્યાર બાદ વાળની લંબાઈમાં તેને લગાવો, આ હેર માસ્ક લગાવવાની યોગ્ય રીત છે.

સારી અસર મેળવવા માટે કોઈ પણ હેર માસ્ક અને ઓછામાં ઓછા 30 મિનિટ તમારા વાળમાં લગાવીને જરૂરથી રાખો. તેની સાથે અઠવાડિયામાં એક વખત આ હેર માસ્કનો ઉપયોગ કરવો ખુબ જ જરૂરી હોય છે. તેથી તમે તમારા વાળને સમયથી પહેલા વાળ સફેદ થતાં રોકી શકો છો તેની માટે આ હેર માસ્કને લગાવો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment