આ તેલના ફક્ત 2 ટીપા લગાવતાની સાથે જ દાંતથી લઈ શરીર અને માંસપેશીઓના જૂનામાં જુના દુઃખવા થઈ જશે દૂર.

લવિંગનું સેવન તો તમે કરતાં જ હશો. લવિંગને એક આયુર્વેદિક જડીબુટ્ટી માનવામાં આવે છે. લવિંગ સ્વાસ્થ્ય સમસ્યામાં ખુબ જ કામ આવે છે. પરંતુ શું તમે ક્યારેય લવિંગના તેલનો વપરાશ કર્યો છે ? અને જો નહીં, તો અમે તમને આ લેખના માધ્યમથી લવિંગ તેલના ફાયદા અને નુકશાન વિશે જણાવશું.

લવિંગનું તેલ ત્વચા સંબંધી કેટલીક સમસ્યાનો હલ છે. આ તમારા રોમ છિદ્રોને સાફ કરીને તમારી ત્વચાને સુંદર બનાવે છે. એટલું જ નહીં, પરંતુ આ તેલથી શરીરના તમામ ભાગમાં થવા વાળા દુઃખાવામાં પણ રાહત આપે છે. આ તેલ એન્ટી બેક્ટેરિયલ અને એન્ટિ ફંગલ ગુણોથી ભરપૂર હોવાની સાથે જ ફોસ્ફરસ અને પોટેશિયમ વગેરેથી ભરપૂર હોય છે. આવો જાણીએ લવિંગના તેલથી થતાં ફાયદા અને તેના નુકશાન વિશે.માથાના દુઃખાવામાં રાહત : લવિંગનું તેલ માથાના દુઃખાવામાં ખુબ જ રાહત આપે છે. આ લવિંગના તેલમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. આ નસોને આરામ આપે છે અને માથાનો દુઃખાવો જલ્દી દૂર થઈ જાય છે. માથાનો દુઃખાવો થવા પર સ્કેલ્પ પર લવિંગના તેલની માલિશ કરવાથી તમારા માથાનું બ્લડ સર્ક્યુલેશન સારું થશે અને ઓક્સિજન ફ્લો પણ વધે છે. લવિંગના તેલને અરોમાથેરેપીમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. લવિંગના તેલની સુગંધથી જ તમારું મન શાંત થવા લાગે છે. માથાના દુઃખાવાને દૂર કરી, આ તેલ તમારા શરીરને એન્જેટીક બનાવે છે.

ચહેરાની સમસ્યા : ચહેરાની શુષ્કતા દૂર કરવા માટે, લવિંગ તેલને એક આવશ્યક તેલ તરીકે લગાડવું ખુબ જ સારું છે. લવિંગ તેલ ત્વચા પર કરચલી પડતાં રોકે છે. રાત્રે આ તેલથી મસાજ કરો અને સૂઈ જાવ. રાતભર આ તેલ તમારા ચહેરા પર લગાવવાથી ફાયદો થશે અને તેની સાથે જ તમને ઊંઘ પણ ખુબ જ સારી આવશે. લવિંગના તેલથી ચહેરા પરના ડાગ-ધબ્બા દૂર થઈ જાય છે. એકનેની સમસ્યાથી મુક્તિ મળે છે.વાળ માટે ફાયદાકારક : લવિંગનું તેલ વાળ માટે ખુબ જ ફાયદાકારક છે. વાળના મૂળ સુધી લવિંગના તેલની મસાજ કરવાથી વાળ ખુબ જ ઝડપથી વધવા લાગે છે. લવિંગના તેલમાં મુખ્યરૂપથી બીટા કેરોટિન હોય છે, જે વાળ માટે ખુબ જ ફાયદાકારક છે. ખોડાની સમસ્યા, વાળ ઉતરવા, ઉંમરથી પહેલા વાળ સફેદ થઈ જવા, અથવા તો સ્કેલ્પ ઇન્ફેક્શન હોય તો પણ, લવિંગનું તેલ આ બધી સમસ્યા માટેનો ઉકેલ છે. તમે પણ વાળની સમસ્યાથી હેરાન છો, તો તમે આ તેલનો ઉપયોગ કરી શકો છો.

ત્વચા માટે હેલ્દી : ત્વચાના નેચરલ તેલને બેલેન્સ કરવા માટે તમે તમારી ત્વચા પર લવિંગના તેલને લગાવી શકો છો. લવિંગના તેલમાં એન્ટી માઈક્રોબિયલ અને એન્ટી ઈમ્ફલેમેટરી ગુણ હોય છે. લવિંગનું તેલ તમારી ત્વચા પરના રોમ છિદ્રોને પણ અંદરથી સાફ કરે છે, જેનાથી ત્વચામાં સુંદરતા આવે છે. આ ઓક્સિજનની સમસ્યાને દૂર કરે છે. ત્વચા પર આ તેલથી માલિશ કરવાથી બ્લડ સર્ક્યુલેશન પણ સારું થાય છે. જે પણ લોકોને ડ્રાય સ્કીનની સમસ્યા છે, તેના માટે તો લવિંગનું તેલ ખુબ જ ઉપયોગ છે.શરદી-તાવમાં રાહત : લવિંગના તેલમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી સેપ્ટિક, એન્ટી માઈક્રોબ્સ, એન્ટી ફ્લેમેટરી અને એન્ટી વાયરલ ગુણ હોય છે, જે શરદીને મટાડવા માટે ખુબ જ લાભકારી છે. લવિંગનું તેલ રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે પણ મદદરૂપ છે. આ તમારી નાકની નળીને સાફ કરીને, ગળાને આરામ આપે છે, જેનાથી શરદી-તાવ જલ્દી ઠીક થઈ જાય છે. સાથે જ શરદી-તાવ દરમિયાન થવા વાળો માથાનો દુઃખાવો, હૃદયમાં દુઃખાવો અને ગળામાં થતાં દુઃખાવામાં પણ આરામ આપે છે.

દાંતનો દુઃખાવો : લવિંગનું તેલ દાંતના દુઃખાવામાં પણ આરામ આપે છે. લવિંગના તેલમાં એક કુદરતી એનેસ્થેટિક એનુજેનોલ હાજર હોય છે. આ દાંતના દુઃખાવાને ઓછો કરે છે. સાથે જ તેમાં રહેલ એન્ટી ફ્લેમેટરી ગુણ પેઢામાં રહેલ સોજાના દુઃખાવાને ઓછો કરી દુઃખાવામાં રાહત આપે છે.

તેમાં રહેલ એન્ટી બેક્ટેરિયલ ગુણ અને એન્ટી માઈક્રોબ્સ ગુણોના બેક્ટેરિયા અને માઇક્રોબ્સની સામે લડે છે. લવિંગનું તેલ દાંત માટે ખુબ જ ફાયદાકારક છે. દાંતમાં દુઃખાવો થવા પર લવિંગના તેલ સાથે બીજા તેલને ડિજિટ કરીને દાંત પર લગાવવાથી દુઃખાવો ઓછો થાય છે. પરંતુ નાના બાળકો પર આ ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવતી નથી.સ્નાયુઓને આરામ આપે : લગભગ કેટલાક લોકોને સ્નાયુઓના દુઃખાવાની સમસ્યા હોય છે. જ્યારે બ્લડ સર્ક્યુલેશન ખરાબ સ્તર પર હોય છે, ત્યારે લગભગ સ્નાયુઓનો દુઃખાવો થતો હોય છે. આ સમયે લવિંગનું તેલ લગાવવાથી બ્લડ સર્ક્યુલેશન ખુબ જ સારું થાય છે અને સ્નાયુઓના દુઃખાવામાં રાહત મળે છે. સાથે જ, તેમાં રહેલ એન્ટી ઈમ્ફ્લેમેટરી ગુણથી સોજો પણ ઓછો થાય છે. લવિંગના તેલને પ્રભાવિત જગ્યા પર લગાવવાથી દુઃખાવો અને સોજામાં આરામ મળે છે. આ તેલમાં કેલ્શિયમની માત્રા હાજર હોય છે, જે સ્નાયુઓના દુઃખાવામાં રાહત આપે છે.

લવિંગના તેલના નુકશાન : ગર્ભવતી સ્ત્રીને લવિંગના તેલથી ઘણી વાર કોમ્પ્લિકેશન્સ પણ થાય છે. ગર્ભવતી સ્ત્રીને લવિંગના તેલનો ઉપયોગ ન કરવાની સલાહ દેવામાં આવે છે. ખાસ કરીને તેને, જેને એલર્જી છે. એલર્જીક સ્ત્રીને લવિંગના તેલથી હાનિકારક રીએકશન પણ થઈ શકે છે. લવિંગનો વધારે વપરાશ ગર્ભવતી સ્ત્રી માટે પ્રીમેચ્યોરની સંભાવનાને વધારે છે. ગર્ભાવસ્થા દરમિયાન ડોક્ટરની સલાહ વગર લવિંગના તેલનો ઉપયોગ ન કરવો જોઈએ.

લવિંગનું તેલ બાળકો માટે હાનિકારક થઈ શકે છે. લવિંગના તેલમાં ઈયુગોનેલ હોય છે. જો આ વધારે માત્રામાં દેવામાં આવે તો ખાસ કરીને, તે બાળકોને દેવામાં આવે, તો તે ટોક્સીન બની જાય છે. બાળકોમાં લીવર ડેમેજનું જોખમ બની શકે છે. તેથી જ બાળકો પર લવિંગના તેલનો ઉપયોગ કરવાથી બચો.કેટલીક વાર લવિંગનું તેલ તમારી ત્વચા પર બળતરા પણ કરી શકે છે. લવિંગના તેલનો વધારે વપરાશ તમારી ત્વચા પર બળતરાનો અનુભવ કરવી શકે છે. આવું થવાથી લવિંગના તેલનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ.

ડોક્ટરની સલાહ વગર આ તેલનો ઉપયોગ ન કરવો જોઈએ : જો તમને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે અથવા તો, તમે દવાઓનું સેવન કરી રહ્યા છો, તો ડોક્ટરની સલાહ વગર લવિંગના તેલનો ઉપયોગ ન કરવો. આવું કરવાથી તમારા શરીર પર હાનિકારક અસર થઈ શકે છે. આમ તમે લવિંગના તેલનો ઉપયોગ પોતાની શારીરિક સ્થિતિ અનુસાર કરવો જોઈએ. જો તમને આ તેલથી કોઈ એલર્જી અથવા તો નુકશાન થઈ રહ્યું છે તો તેનો ઉપયોગ કરતા પહેલા ડોકટરની સલાહ જરૂરી લો. જેથી કરીને તમને કોઈ હાનિ ન પહોંચે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment