દરેક મહિલાઓ પોતાના વાળ લાંબા, કાળા, જાડા અને મજબૂત હોય એવું ઇચ્છતી હોય છે. પરંતુ કેમિકલ યુક્ત પ્રોડકટ્સ, હેર ટ્રીટમેન્ટ, આડા અવળા ખોરાકનું સેવનના કારણે વઘારે મહિલાઓને વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. તેઓ વાળને જાડા અને મજબૂત બનાવવા માટે અનેક ઉપાયો અજમાવતી હોય છે. ત્યાં સુધી કે અલગ અલગ પ્રકારના શેમ્પુ પણ બદલતી રહે છે. પરંતુ જો તમે ઈચ્છો તો માત્ર મેથીના દાણા અને કલોંજી ની મદદથી તમારા વાળને મજબૂત બનાવી શકો છો.
મેથી અને કલોંજીના બીજનો પાવડર:- મેથી અને કલોંજીના બીજ નો પાવડર વાળ માટે ફાયદાકારક હોય છે. મેથી અને કલોંજીના બીજનો હેર માસ્ક બનાવીને ઉપયોગમાં લઈ શકો છો. તેનાથી વાળ લાંબા જાડા અને મજબૂત પણ બને છે. આવો વિસ્તારપૂર્વક જાણીએ મેથી અને કલોંજી નો હેર માસ્ક કેવી રીતે બનાવાય અને તેના કયા કયા લાભ મળે છે તે જાણીએ.
મેથી અને કલોંજી નો હેર માસ્ક:- મેથી અને કલોંજી હેર માસ્ક બનાવવા માટે તમારે એક મોટી ચમચી મેથીના દાણાનો પાવડર બે ચમચી જૈતુનનું તેલ અને 1ચમચી કલોંનજી ના બીજનો પાવડર ની જરૂર પડશે. ત્યારબાદ એક બાઉલમાં કલોંજી અને મેથીના બીજનો પાવડર નાખો.
હવે તેમાં જૈતુનનું તેલ અને થોડું પાણી નાખીને પેસ્ટ બનાવી લો. આ હેર માસ્ક અને તમારા વાળ પર લગાવો. 25 થી 30 મિનિટ બાદ વાળને શેમ્પુ વડે નવશેકા ગરમ પાણીથી ધોઇ લો.સારા પરિણામ માટે તમે મેથી અને કલોંજી ના હેર માસ્કનો ઉપયોગ અઠવાડિયામાં બે વાર કરી શકો છો.
વાળ માટે કલોંજી ના ફાયદા:- કલોંજી ના બીજ પોષક તત્વોથી ભરપુર હોય છે આ વાળને જાડા અને મજબૂત બનાવે છે. કલોંજી ના બીજ વાળના રોમ ને ઉત્તેજિત કરે છે અને તેનાથી વાળ જાડા અને ઘટાદાર લાગે છે. કલોંજી માં હાજર પોષક તત્વ વાળને ખરતા અટકાવે છે. વાળને જાડા અને સ્વસ્થ બનાવે છે. કલોંજી ના બીજ વાળને ફરીથી ઉગાડવામાં અસરકારક છે
મેથીના દાણા:- મેથીના દાણા માં હાઈ પ્રોટિન અને નિકોટિનિક એસિડ હોય છે, જે વાળને ખરતા અટકાવે છે. મેથીના બીજ વાળના ડેન્ડ્રફ ને હટાવવામાં મદદ કરે છે અને સ્કેલ્પ ને સુરક્ષિત રાખે છે. મેથીનાં બીજ વાળને પાતળાપણું અને ટાલ પડવાની સમસ્યાથી છુટકારો અપાવે છે.
મેથી ના બીજ માં હાજર બેક્ટેરિયા અને ફંગલને દૂર તો કરે જ છે સાથે સાથે વાળના રોમ મજબૂત કરે છે અને વાળના વિકાસમાં વૃધ્ધિ કરે છે. મેથીના બિજ પોષક તત્વોથી ભરપૂર હોય છે જે માત્ર વાળ ના વિકાસ માં જ વધારો નથી કરતા પરંતુ નિયમિત રૂપે ઉપયોગ કરવાથી વાળની બનાવટમાં પણ સુધારો કરે છે.
તમે પણ તમારા વાળ લાંબા, જાડા અને મજબૂત બનાવવા માટે મેથી અને કલોંજીના બીજનો હેર માસ્ક તમારા વાળમાં લગાવી શકો છો.આ હેર માસ્ક લગાવવાથી શુષ્ક વાળ મુલાયમ બને છે. પરંતુ જો તમને સ્કેલ્પ ની કે વાળથી જોડાયેલી કોઇ સમસ્યા હોય તો આનો ઉપયોગ કરતા પહેલા એક્સપર્ટની સલાહ અવશ્ય લો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી










