ફક્ત 1 કપ આનું સેવન, બદલાતી ઋતુમાં થતી ગંભીર બીમારીઓથી બચાવી, શરીરને અંદરથી રાખશે એકદમ સ્વસ્થ અને સાફ. જાણો ઉપયોગની રીત અને ફાયદા.

આપણે જાણીએ છીએ કે ઋતુ બદલાતા જ દરેક લોકો પર વાતાવરણની અસર થાય છે. તમને શરદી, તાવ કે ઉધરસનો સામનો કરવો પડે છે. જો કે આ પાછળનું કારણ તમારી નબળી ઈમ્યુન સીસ્ટમ હોય છે. પણ તમે આ મૌસમી બીમારીથી બચવા માંગતા હો તો તમે લીમડાના પાનનું સેવન કરી શકો છો. તેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબુત બને છે. પણ તેને સેવન કરવાની પણ એક ખાસ રીત છે જે જાણી લેવી તમારી માટે ખુબ જ જરૂરી છે. 

ચોમાસાની ઋતુ જરૂરથી મનમોહક અને રોમાંચિત કરનારા ઋતુ હોય છે. પણ આ ઋતુ પોતાની સાથે કેટલીક બીમારીઓને પણ લાવે છે. આ ઋતુમાં શરદી, ફ્લુ, આંતરડાનું સંક્રમણ, જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓનું વધુ જોખમ રહે છે. એવામાં સ્વાસ્થ્યને બનાવી રાખવા માટે મૌસમી ફળો અને શાકભાજીઓ ને સામેલ કરવા જરૂરી છે. જો કે ઘરેલું ઉપાયો દ્વારા પણ સ્વાસ્થ્યને સારું રાખી શકાય છે. આ ઋતુમાં તમે લીમડાના પાનનો ઉપયોગ કરી શકો છો.ભારતમાં લીમડો એ સદીઓથી પારમ્પરિક રૂપે ચિકિત્સા પધ્ધતિમાં ઉપયોગમાં લેવાય છે. આ એન્ટીસેપ્ટિક અને એન્ટી વાયરલ ગુણોથી ભરપુર છે. જે ઘાવને ઠીક કરવામાં મદદ કરે છે. આ રક્તથી વિષાક્ત પદાર્થ બહાર કાઢવામાં મદદ કરે છે. આ લાભોને ધ્યાનમાં રાખીને એક્સપર્ટ જણાવે છે કે લીમડાની ચા ની રેસીપી ચોમાસામાં ઘણી બીમારીઓ ને રોકવામાં મદદ કરી શકે છે.

લીમડાની ચા ના ફાયદાઓ:- 

1) ઈમ્યુંનીટી વધારવામાં મદદ કરે છે:- લીમડાના પાન એન્ટી ઓક્સીડેંટ, એન્ટી ઇન્ફલેમેટરી, એન્ટી વાયરલ અને એન્ટી સેપ્ટિક ગુણોથી ભરપુર માનવામાં આવે છે. આ શરીરમાં ફ્રી રેડીકલ ડેમેજ ને રોકવામાં મદદ કરે છે અને આગળ રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે. 

2) આંતરડાના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં સહાયતા કરે છે:- આંતરડાની સફાઈ માટે લીમડાનું સેવન ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. લીમડો ફાઈબરનો એક સમૃદ્ધ સ્ત્રોત માનવામાં આવે છે. લીમડાનું નિયમિત સેવન પાંચના અને મળ ત્યાગને સરળ બનાવવા માટે મદદ કરે છે. તે તમારા આંતરડાને સાફ કરે છે. તેમજ તેમાં જામેલ ગંદકીને સાફ કરે છે. તેમજ શરીરના બેક્ટેરિયા નષ્ટ કરવામાં મદદ કરે છે.3) ડાયાબિટીસ ને કંટ્રોલ કરે છે:- ડાયાબિટીસ દર્દી માટે લીમડો એ કોઈ વરદાનથી કમ નથી. લીમડાની ચા માં ફ્લેવોનોઇડસ, એન્ટી ઓક્સીડેંટ, એન્ટી વાયરલ અને એન્ટી ઇન્ફલેમેટરી યોગીકો ની સારી માત્રા રહેલી છે. જે ગ્લુકોઝ લેવલ ઓછુ કરે છે. લીમડો નોન ઇન્સુલીન પર નિર્ભર શુગર દર્દીઓના લક્ષણોને કંટ્રોલ કરવામાં તમારી મદદ કરે છે. 

 

4) હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે:- આપણું હૃદય સ્વસ્થ રહે તે માટે જરૂરી છે કે તમે લીમડાના પાનનું સેવન કરો. અધ્યયનોથી જાણવા મળ્યું છે કે લીમડાના પાનનું નિયમિત સેવન શરીરમાં કોલેસ્ટ્રોલ ને મેનેજ કરવામાં મદદ કરે છે. આ સિવાય આ ઘટકને રક્તચાપમાં તત્કાલ ઓછુ કરીને તેનું લેવલ જાળવી રાખે છે.5) લીવરને મજબુત બનાવે છે:- લીમડાની ચા લીવરના સ્વાસ્થ્ય ને જાળવી રાખવામાં પણ તમારી મદદ કરી શકે છે. એવું કહેવામાં આવે છે કે લીમડામાં એન્ટી ઓક્સીડેંટ અને એન્ટી ઇન્ફલેમેટરી ગુણ શરીરમાં ઓક્સીડેટીવ સ્ટ્રેસ થી લડવામાં મદદ કરવા માટે ઓળખાય છે. આમ લીમડાને અનેક ઔષધીય ગુણોથી ભરપુર માનવામાં આવે છે. 

લીમડો એ તમારી ઈમ્યુન સીસ્ટમ મજબુત કરવાથી લઈને હૃદયને સ્વસ્થ રાખવા, આંતરડાને સાફ કરવા, શરદી તાવ ઉધરસથી બચાવે છે. તેનું સેવન તમારું સ્વાસ્થ્યને મજબુત બનાવવામાં ઘણી મદદ કરે છે. લીમડો એ અનેક પોષક તત્વોથી ભરપુર હોવાને કારણે તે મૌસમી બીમારીઓ સામે પણ લડવામાં તમારી મદદ કરી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment