દુનિયાના અલગ અલગ દેશોમાં ઘણા એવા ખાસ સ્કીન કેર અને ઘરેલું ઉપચાર હોય છે, જે હવે આખી દુનિયામાં ખુબ જ ફેમસ છે. દરેક દેશની મહિલાઓ આ ઘરેલું ઉપચાર કરવાનું પસંદ કરતી હોય છે. કારણ કે તે જેટલા સરળ હોય છે, તેનું પરિણામ એટલું જ જબરદસ્ત હોય છે.
ત્વચાની સંભાળ માટે દરેક દેશના પોતાના ખાસ ઘરેલું ઉપચાર હોય છે. તેમાં ભારતથી લઈને જાપાન સુધી અને સિંગાપુરથી લઈને ગ્રીસ સુધી ઘણા અલગ અલગ દેશોના એવા ખાસ સ્કીન કેર ફેસ પેક આજે અમે તમારી સામે લઈને આવ્યા છીએ. જે તમારી ત્વચા પર શાનદાર અસર દેખાડશે અને અઠવાડિયામાં તમારી સ્કીનમાં ચમક આવી જશે. ચાલો તો એક એક કરીને દરેક ઉપચાર વિશે જાણી લઈએ.
સૌથી પહેલા આપણા દેશની વાત કરીએ : આપણા દેશમાં સુંદરતાનો ખજાનો છે હળદર. ત્વચાની સંભાળ અને યુવાન દેખાવવા માટે હળદરનો ઉપયોગ આપણી એક સભ્યતાનો ભાગ છે. હળદર એ એક આયુર્વેદિક વિધિ છે. પોતાનું સૌંદર્ય નિખારવા અને પોતાની ત્વચાને અનેક રોગોથી બચવવા માટેની આ વિધિ છે. આપણા દેશમાં લગભગ દરેક ક્ષેત્રમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
પણ દરેક ક્ષેત્રના હિસાબ પ્રમાણે હળદરમાં અન્ય વસ્તુઓ ઉમેરવામાં આવે છે. જો કે એક ખાસ વસ્તુઓનો ઉપયોગ દરેક જગ્યાએ કરવામાં આવે છે તે છે હળદર. આજે આપણા દેશના આ ઘરેલું ઉપચારથી પ્રભાવિત થઈને આજે આખી દુનિયામાં સ્કીન કેર માટે હળદરનો ઉપયોગ કરવામાં આવે છે.
કેલિફોર્નિયાની મહિલાઓ લગાવે છે આ ખાસ વસ્તુ : કેલિફોર્નિયાની મહિલા પોતાની સ્કીનના ગ્લો બનાવી રાખવા માટે સ્નાન કર્યા પછી મોઈશ્યુરાઈઝેશન માટે અંગુર (દ્રાક્ષ) ના બીજનું તેલ લગાવવું પસંદ કરે છે. તેને તમે તેમનું બોડી ઓઈલ પણ કહી શકો છો. કારણ કે આ તે દેશની બ્યુટી રીચુઅલનો એક ભાગ છે. ત્વચા પર અંગુરનું તેલ લગાવવાની પરંપરા અને તેના ફાયદાઓ વિશે તમે જાણી શકો છો.
જાપાનની મહિલાઓ ઘરે જ બનાવે છે આ ક્રીમ : જાપાનની મહિલાઓ એક ખાસ ઘરેલું ઉપચારનો ઉપયોગ પોતાના ચહેરાને સાફ અને સુંદર બનાવવા માટે કરે છે. આ ઉપચાર છે ચોખાની ક્રીમ બનાવવી. જો કે કદાચ તમે ચોખાથી ક્રીમ બનાવવાની આ રીત તમે ક્યાંક સાંભળી હશે.
સિંગાપુરથી આવ્યો છે એવોકાડો : એવોકાડોનો ઉપયોગ આજના સમયમાં મોટાભાગની મહિલાઓ પોતાના ફેસ પેક તૈયાર કરવામાં કરે છે. આ ફળ વિટામીન ઈ અને પોટેશિયમ જેવા ગુણોથી ભરપુર હોય છે. જે તમારી ત્વચાને યુવાન બનાવી રાખવામાં મદદ કરે છે. ખાસ કરીને ડ્રાઈ સ્કીન ધરાવતી મહિલા માટે આ ફળ કોઈ વરદાનથી કમ નથી. આથી રફ ત્વચા, કરચલીઓને ઠીક કરવા માટે આજે આખી દુનિયાની મહિલાઓ એવોકાડોનો ઉપયોગ કરે છે. આ ફળ આખું વર્ષ ઉપલબ્ધ રહે છે.
ખુબ જ ફેમસ છે ચીનની મહિલાઓનો આ ઉપચાર : ચીનની મહિલાઓ પોતાની ત્વચા પર ચોખાનું પાણીનો ઉપયોગ કરે છે. આ પાણીથી જ ફેસ પેક તૈયાર કરે છે અને સ્કીન ટોનરના રૂપે પણ આ પાણીનો ઉપયોગ કરે છે. સાથે જ વાળની કંડીશનીગ માટે પણ ચીનમાં ચોખાના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. આજે આ સરળ અને ખુબ જ અસરકારી ઉપચારના લોકો દીવાના છે.મિશ્રની મહિલાઓની સુંદરતાનો રાજ : મિશ્ર એટલે કે ઈજીપ્તની મહિલાઓ પોતાની ત્વચાને સુંદર અને જવાન બનાવવા માટે દૂધ અને મધને મિક્સ કરીને ઉપયોગ કરે છે. તેને ત્વચા પર લગાવવાની પરંપરા આપણા દેશમાં પણ સદીઓ જૂની છે. પરંતુ આપણા દેશમાં દરેક ક્ષેત્ર અને ત્યાંની જરૂરત અનુસાર સૌંદર્યનો ઉપચાર બદલાય જાય છે. પણ હળદરનો ઉપયોગ દરેક જગ્યાએ થાય છે. આ રીતે મિશ્રમાં દૂધ અને મધનો ઉપયોગ લગભગ દરેક જગ્યાએ મહિલાઓ કરે છે.
દુનિયા થઈ ગઈ આ તેલની દીવાની : ઓલીવ ઓઈલના ફાયદાઓની આખી દુનિયા દીવાની છે. ખાવાથી લઈને સ્કીન કેરમાં આ તેલનો ખુબ જ ઉપયોગ કરવામાં આવે છે. પણ શું તમને ખબર છે કે, સ્કીન કેરમાં ઓલીવ ઓઈલની શરૂઆત ક્યાંથી માનવામાં આવે છે ? આ દેશ છે ગ્રીસ. ઓલીવ ઓઈલ એન્ટી ઓક્સીડેન્ટ અને વિટામિન સી થી ભરપુર છે. આ એટલું ફાયદાકારક અને પ્રભાવી છે કે એક રાતમાં તમારી ત્વચામાં ગ્લો વધારી શકે છે. આથી ફેસ પેક બનાવતી વખતે અને ત્વચા પર ઓવર નાઈટ માસ્કના રૂપમાં તમારે આ તેલનો ઉપયોગ કરવો ખુબ જરૂરી છે.
આમ તમે આખી દુનિયાના ખુબ જ ફેમસ સૌંદર્ય વધારનાર ઉપચારને અપનાવીને પોતાની સુંદરતા વધારી શકો છો. તેમજ પોતાની સ્કીનને ગ્લો પ્રદાન કરી શકો છો. તેમજ તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકો છો. આમ તમે અહીં આપેલ ઘરેલું ઉપચાર દ્વારા ત્વચાનો નિખાર વધારી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી