જાણો ઘરમાં લાફિંગ બુદ્ધા મુકવાની જગ્યા અને માહિતી, નહિ તો સુખની બદલે આવશે દુઃખના દિવસો… પૈસા માટે આ જગ્યાએ જ મુકો લાફિંગ બુદ્ધા…

મિત્રો દરેક લોકો પોતાના ઘરમાં ધનની વૃદ્ધિ વધે એવું ઈચ્છતી હોય છે. આ માટે તેઓ અનેક જ્યોતિષ મુજબ અથવા તો વાસ્તુશાસ્ત્ર મુજબ ઉપાય કરે છે. તેમાનો એક ઉપાય લાફિંગ બુદ્ધાનો છે. કહેવાય છે કે, ઘરમાં લાફિંગ બુદ્ધાની પ્રતિમા રાખવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે. પરંતુ આપણે અમુક જગ્યાએ જો લાફિંગ બુદ્ધાને રાખીએ છીએ તો ધનવાન થવાને બદલે કંગાળ થઈ જઈએ છીએ.

લાફિંગ બુદ્ધાને ઘરની ખુશહાલી, સુખ, સંપન્નતા અને સમૃદ્ધિ સાથે જોડીને જોવામાં આવે છે. ઘરમાં લાફિંગ બુદ્ધા રહેવાથી ઘનનો ભંડાર ક્યારેય પણ ખાલી નથી થતો. તમે ઘર, રેસ્ટોરન્ટ, અથવા ઓફિસ કોઈપણ જગ્યાએ તેની પ્રતિમા રાખી શકો છો. જો કે ઘણી એવી જગ્યાઓ પણ હોય છે જ્યાં ક્યારેય પણ લાફિંગ બુદ્ધા ન રાખવા જોઈએ. ચાલો તો જાણી લઈએ લાફિંગ બુદ્ધાને ઘરમાં રાખવાની સાચી રીતે કંઈ છે અને તેને કંઈ જગ્યાએ ન રાખવા જોઈએ.

ઘરમાં ક્યાં રાખવા લાફિંગ બુદ્ધા : વાસ્તુશાસ્ત્ર અનુસાર લાફિંગ બુદ્ધાની પ્રતિમાને મુખ્ય દ્વારની સામે ઓછામાં ઓછી 30 ઈંચની ઉંચાઈ પર રાખવા જોઈએ. તેને રાખવા માટે યોગ્ય ઉંચાઈ 30 ઇંચથી ઉપર અને 32.5 ઈંચથી ઓછી ન હોવી જોઈએ. આ સિવાય તમે પૂર્વ અથવા ઉગતા સૂર્યની દિશામાં પણ લાફિંગ બુદ્ધાને રાખી શકો છો. તેને પરિવારનું સૌભાગ્યનું સ્થાન કહેવામાં આવે છે.

કોશિશ કરો કે લાફિંગ બુદ્ધાનો ચહેરો ઘરના મુખ્ય દ્વારની બરાબર સામે હોય જેથી કરીને દરવાજો ખોલવા પર ઘરમાં આવનાર દરેક વ્યક્તિની પહેલી નજર લાફિંગ બુદ્ધા પર પર જ જાય. તેનાથી ઘરમાં પ્રવેશ કરનાર દરેક નકારાત્મક ઉર્જા પણ નષ્ટ થઈ જાય છે. લાફિંગ બુદ્ધાની મૂર્તિ બાળકોના સ્ટડી ટેબલ પર પણ રાખી શકાય છે. તેનાથી તેની એકાગ્રતા વધશે અને શિક્ષામાં સારું પરિણામ મળે છે.

કેવી હોવી જોઈએ લાફિંગ બુદ્ધાની પ્રતિમા ? : વાસ્તુ અનુસાર ઘરમાં રાખેલ લાફિંગ બુદ્ધાનું નાક ઘરના માલિકના હાથની એક આંગળીની બરાબર હોવું જોઈએ. જયારે લાફિંગ બુદ્ધાની મૂર્તિ મેક્સિસ હાઈટ ઘરની માલકિનના હાથની લગભગ બરાબર હોવું જોઈએ. ઘરમાં રાખેલ લાફિંગ બુદ્ધાની એવી મૂર્તિ ક્યારેય પણ માણસને કંગાળ નથી કરતી.

કંઈ જગ્યાઓ પર ન રાખવી લાફિંગ બુદ્ધાની મૂર્તિ : ઘરની ઘણી ખાસ જગ્યાઓ પર લાફિંગ બુદ્ધાને રાખવાના ખરાબ પરિણામ પણ થઈ શકે છે. વાસ્તુ અનુસાર રસોડામાં, ડાયનિંગ જગ્યા, બેડરૂમની અંદર અથવા ટોઈલેટ-બાથરૂમની આસપાસ ક્યારેય પણ લાફિંગ બુદ્ધા ન રાખવા જોઈએ. તેને ક્યારેય પણ સીધી જમીન પર રાખવાની ભૂલ ન કરવી જોઈએ. તેના માટે ટેબલ અથવા મેજનો ઉપયોગ કરવો જોઈએ. આ પ્રકારે તમે લાફિંગ બુદ્ધાની પ્રતિમા ઘરમાં રાખીને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધારી શકો છો. તેનાથી ઘરમાં હંમેશા શાંતિ બની રહે છે. તેમજ ઘરમાં નકારાત્મક ઉર્જા પણ આવતી નથી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment