છોડના ગ્રોથ માટે ઓર્ગેનિક ખાતરથી વધુ સારું બીજું એક પણ નથી. ભારતીય રસોડામાં ઘણી એવી વસ્તુઓ છે જે છોડના પોષણ આપવામાં ખુબ જ મહત્વની ભૂમિકા નિભાવે છે. તેના ઉપયોગથી વૃક્ષ, છોડ હંમેશા લીલા રહે છે, અને ઉધઈ અથવા જીવાત થવા જેવી સમસ્યાથી છુટકારો મળે છે. આ જ કારણ છે કે મોટાભાગની મહિલાઓ ઓર્ગેનિક ખાતરના રૂપમાં હળદર, ઈંડાની છાલ, દૂધ વગેરે જેવી વસ્તુઓનો ઉપયોગ કરે છે.
જ્યારે આ બધી વસ્તુઓ સિવાય ચાની ભૂકી પણ છોડના ગ્રોથ માટે ઘણી ફાયદાકારક છે. તેમાં મળતા ગુણો છોડને બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. એટલું જ નહિ, ચાની ભુકીનું ખાતર માટીના પીએચને એસીડીક બનાવે છે. જે છોડ માટે જરૂરી છે. ચાલો તો જાણી લો ચાનું ખાતર કેવી રીતે અને ક્યારે ઉપયોગ કરી શકાય છે.
ચાની ભૂકીનું ખાતર કેવી રીતે બનાવવું : મોટાભાગના લોકો ચા બનાવ્યા પછી વધેલી ભૂકીનો ઉપયોગ કરે છે. પરંતુ તેમાં ખાંડ અને દૂધ હોવાના કારણે કીડીઓ થવા લાગે છે. છોડની આસપાસ તેનો છંટકાવ કરી શકાય છે. તેના કારણે છોડમાં કીડી થવા લાગે છે. આથી વધેલી ચા ની ભૂકીનો ઉપયોગ કરી રહ્યા છો તો તેને બે વખત પાણીથી ધોઈ તેને સારી સુકવી લો.
આ સિવાય જો તમે તાજી ચાની ભૂકી લઈ રહ્યા છો તો તેને સાદા પાણીમાં બે વખત ઉકાળી લો અને તેને એક વાસણમાં ગળી લો. હવે આ ચાની ભૂકીને એક કપડા પર ફેલાવી દો. અને તડકે સુકવી નાખો. હવે આ ચાની ભૂકીને માટીના એક વાસણમાં સ્ટોર કરો અને ખાતરના રૂપમાં ઉપયોગ કરો.
ચાની ભૂકીનો ઉપયોગ કેવી રીતે કરવો : ધ્યાન રાખો કે ચાની ભૂકીમાં નાઈટ્રોજનનું પ્રમાણ વધુ હોય છે. જેનો વધુ ઉપયોગ છોડને નષ્ટ કરી શકે છે. તેવામાં મહિનામાં એક વખત થોડા પ્રમાણમાં છોડની આસપાસ તેને છાંટો. ત્યાર પછી છોડની આસપાસ માટીને થોડી કાઢી નાખો અને હાથમાં અડધી ચમચી ચાની ભૂકીનું ખાતર લઈ તેને છાંટો. ફરી માટી તેની ઉપર નાખી દો. મહિનામાં એક વખત જ ચાની ભૂકી છોડની આસપાસ નાખવાની છે. કારણ કે માટીમાં મિક્સ થવામાં તે સમય લે છે. જ્યારે છોડની લંબાઈ અનુસાર આ ખાતરને વધારી શકો છો.
ચાની ભૂકીનો આ રીતે પણ ઉપયોગ કરી શકાય છે : ચાની ભુકીનું ખાતરને મિક્ષ્યરમાં પીસીને એક બાઉલમાં રાખી મુકો. હવે એક મગ પાણીમાં 1 ચમચી હિંગ નાખીને છોડી દો. હિંગ સંપૂર્ણ રીતે મિક્સ થઈ જાય તો તેમાં ચાની ભૂકીનો પાવડર મિક્સ કરી દો અને 2 થી 3 દિવસ રાખી મુકો. ત્યાર પછી આ પાણીને સ્પ્રેની બોટલમાં ભરી લો અને છોડ માટે ઉપયોગ કરો. ચોમાસામાં છોડને હેલ્દી રાખવા માટે ચાની ભૂકીને તમે અલગ અલગ રીતે ઉપયોગ કરી શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી