મિત્રો ઘણા લોકોને પોતાના જ ઘરના આંગણે નાનું એવું શાકભાજીનું ગાર્ડન બનાવવાનો શોખ હોય છે. આથી તેઓ પોતાના બગીચામાં અનેક શાકભાજી ઉગાડે છે. પણ આ શાકભાજી ઉગાડવા માટે યોગ્ય સમયની પસંદગી કરવી પડે છે. આજે અમે તમને આ લેખમાં તમારા ઘરની બાલ્કનીમાં કઈ રીતે ખેતી કરી શકાય છે તેની માહિતી આપીશું. જેમાં તમે અનેક શાકભાજી ઉગાડી શકો છો. જો મેં ઘરે જ ટમેટા ઉગાડવા માંગતા હો તો તમારે કઈ ઋતુમાં ટમેટા વાવવા જોઈએ તે ખાસ જાણી લેવું જોઈએ.
ટામેટાંનો ખાટો-મીઠો સ્વાદ દરેક ડિશનો સ્વાદ અને ફ્લેવર વધારે છે. માત્ર સ્વાદ વધારવો જ ટમેટાંનું કામ નથી, પરંતુ તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા બધા લાભ પણ મળે છે. ઘણા લોકોને ઘરમાં જ છોડ ઉગાડવા કે ખેતી કરવાનું પસંદ હોય છે. જો તમે પણ એ લોકોમાંથી જ એક છો તો, તમારે જાણી લેવું જોઈએ કે, કેવી રીતે ટમેટાંની ખેતી ઘરમાં જ કરી શકાય છે. લોકોનો સૌથી મોટો સવાલ એ છે કે, કઈ ઋતુમાં અથવા કયા માહિનામાં ટમેટાંની ખેતી કરવી બેસ્ટ રહે છે. તેનો જવાબ છે કે માર્ચથી જુલાઇ સુધીનો સમય. આ ઋતુમાં ટમેટાં ખૂબ જલ્દી મોટા થાય છે અને આ ઋતુ તેના માટે અનુકૂળ પણ છે. તે સિવાય પણ તમારા મનમાં ઘણા સવાલ હશે જેમકે, ખેતી કરવા માટે કઈ-કઈ વસ્તુની જરૂર પડશે. આવો જાણીએ એવી પ્રક્રિયા વિષે જેનું પાલન કરીને તમે તમારા ઘરની બાલ્કનીમાં જ ટમેટાં ઉગાડી શકો છો.
કઈ ઋતુ છે ટમેટાં ઉગાડવા માટે બેસ્ટ:- ટમેટાંને મોટા થવા માટે સૂર્યના તાપણી જરૂર રહે છે, માટે તેનું બીજ જો માર્ચ થી જુલાઇની વચ્ચે લગાડવામાં આવે તો, વધુ સારા પરિણામ જોવા મળી શકે છે.કઈ-કઈ વસ્તુની જરૂર રહેશે:- બીજ, કન્ટેનર, પોટમાં લગાડવા માટે માટી, ગાર્ડન સ્પેયર, ખાતર અને લીમડાના તેલની જરૂર પડી શકે છે. સૌથી પહેલા તેના કુંડા કે પોટમાં માટી ભરી લો. આ છોડને વધુ માટીની જરૂર પડતી નથી, પરંતુ ધ્યાન રહે કે જે માટી લગાડવામાં આવે તે પૌષ્ટિક હોય. હવે ટમેટાંના બીજને તેના આખા કુંડામાં ફેલાવી દેવા. વધુ બીજ પણ ન લગાડવા કે જેથી બધાને ઉગવા માટે જગ્યા જ ન મળે. કોકો પીટના હળવા લેયર સાથે આ બધા બીજ ઢાંકી લેવા. ત્યાર બાદ ગાર્ડન સ્પેયરનો ઉપયોગ કરવો અને સમયે સમયે તેમાં ખાતર નાખતા રહેવું.
આ પ્રકારે તમે ઘરે જ ટામેટાંની ખેતી કરી શકો છો. આ રીતે તમે ખુબ જ સરળ રીતે ટમેટા ઘરે જ ઉગાડી શકો છો. તેમાં ખાસ કોઈ મહેનત કરવાની જરૂર નથી પડતી. તેમજ ચોમાસું આવતા તેમાંથી છોડ પણ બહાર આવવા લાગે છે. આ રીતે તમે ઘરે જ કુંડામાં ટમેટા ને વાવી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી