તમે વર્કઆઉટ દરમિયાન ખાસ કરીને દોડતી વખતે જે બુટ પહેરો છો તેને તમે કેટલા સમયથી બદલ્યા નથી ? શું તમને લાગે છે કે તે હજુ પણ એકદમ સારા છે કારણ કે તે ક્યાંયથી ફાટેલા નથી તો આ તમારો વિચાર બિલકુલ સાચો નથી. એક્સપર્ટ અનુસાર દોડવા માટે પહેરવામાં આવતા શુઝ ખરેખર તો અમુક સમય પછી નીચેથી ઘસાવાનું શરૂ થઈ જાય છે. ઘણા લોકો ખૂબ સમય સુધી એક જ પ્રકારના શુઝનો પ્રયોગ કરતા રહે છે જે તમારા પગ માટે સારું નથી તેથી જ તમારે બૂટ ઘસાય તે પહેલા જ નવા બુટ ખરીદી લેવા જોઈએ જો તમે તેનાથી ૫૦૦ થી ૬૦૦ કિલોમીટર સુધી ચાલી ચૂક્યા છો એટલે કે ચારથી છ મહિનાના સમયમાં તમારે બૂટ બદલી નાખવા જોઈએ.
1) તમારા બૂટ પણ ફાટે અને ઘસાય છે : આપણે એ જાણી લેવું જોઈએ કે આપણા બુટ સમયની સાથે કમજોર થતા જાય છે અને તે ઘસાવાના શરૂ થઈ જાય છે. તેની પાછળનું એક કારણ એ છે કે જ્યારે આપણે રોડ ઉપર દોડીએ છીએ ત્યારે રોડના ફિક્શનના કારણે આપણા બુટ ધીમે ધીમે પહેરવા લાયક રહેતા નથી તેથી જ આપણા માટે એક સમય પછી બુટ બદલવા ખૂબ જ જરૂરી બની જાય છે.
2) જુના બૂટથી પગમાં વાગી શકે છે : જો તમે વધુ સમય સુધી જુના બુટમાં જ દોડો છો તો તે તમારા પગને નુકસાન પહોંચાડી શકે છે અને તેનું રિસ્ક પણ ખૂબ જ વધી જાય છે જ્યારે તમારા બૂટ તમારા પગ અને તમારા શરીરને ઉઠાવવાની ક્ષમતા રાખતા નથી તેનો અર્થ એ છે કે તમારા પગના મુલાયમ ટિશ્યુને ભાગવા માટે વધુ મહેનત કરવી પડે છે જેનાથી તેની ઉપર અધિક પ્રેશર પડી શકે છે અને તમારા પગ તથા જાંઘમાં ખૂબ જ દુખાવો શરૂ થઇ જાય છે તમારા પગના ટીસ્યુમાં સોજા પણ આવી શકે છે અને ઘણી વખત ફેક્ચર થવાનું પણ કારણ આ જ હોય છે.
3) તમારા બૂટ જોવામાં પણ ખૂબ જ ખરાબ લાગે છે : હવે તમારા બૂટની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને કોઈ પણ વ્યક્તિ તેને જોઈને કહી શકે છે કે તમારે તેને બદલી લેવા જોઈએ બની શકે છે કે બુટના ઘણા ભાગોમાં તમને તિરાડ પણ જોવા મળે.
4) જુના બુટ બદલવાના સમયને કેવી રીતે જાણવો : તમને બૂટ પહેર્યા પછી પણ ખૂબ જ દુખાવાનો અનુભવ થાય છે જ્યારે તમે બુટ પહેરીને ભાગો છો ત્યારે તમને ખૂબ જ તકલીફનો અનુભવ થાય છે અને તમારા ઘૂંટણમાં પણ દુખાવો થાય છે તમે તમારા પગની આવી ખરાબ સ્થિતિ જોઈને સમજી જાવ કે હવે તમારે તમારા બૂટને બદલવાની જરૂર છે.
5) જો તમે તે બૂટ પહેરીને 400 મેલથી વધુ દોડયા છો : જો તમે બુટ બદલતી વખતે અંદાજો લગાવવા માંગો છો તો તમે જેટલી તમે રનીંગ કરી છે તે હિસાબથી જોવું જોઈએ જો તમે 250 થી 400 મિલીથી ઉપર રનીંગ કરી લીધું છે તો હવે તમારે તમારા બૂટ બદલી નાખવા જોઈએ તે તમારા માટે આરામદાયક રહ્યા નથી તેથી તેને બદલવા જ યોગ્ય રહેશે.
6) તમારો દોડવાનો રસ્તો કયો છે ? : તમારા બૂટ કેટલા સમય સુધી ચાલે છે અને તેને ક્યારે બદલવા જોઈએ તે એ વાત ઉપર નિર્ભર કરે છે કે તમે કેવા ટ્રેક ઉપર ચાલો છો જેમ કે રોડ ઉપર પગદંડી ઉપર ગાર્ડનમાં વગેરે.
7) બુટની આવરદા વધારવા માટેની ટિપ્સ : દોડવાના કારણે બુટ પરસેવાને લીધે અંદરથી ભીના થઈ જાય છે તેથી તેને સારી રીતે તાપમાં સૂકવવા મૂકો. બુટ માંથી અંદરનો ભાગ અલગ કરો. યોગ્ય માપના મોજા પહેરો.
હા,અમે સમજીએ છીએ કે જો તમે મોંઘા બુટ લેશો તો અમુક જ મહિનામાં તેને બદલવા ખૂબ જ મોંઘા પડી જશે. એટલા માટે જ આરામદાયક બુટ ખરીદો જેની કિંમત એટલી બધી મોંઘી ન હોય કે તમને બદલતી વખતે વિચાર કરવો પડે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી