પેન્શન યોજનામાં થયો આ મોટો બદલાવ, સ્કીમને બની વધુ સરળ, – લાખો લોકોને મળશે ફાયદો.

મિત્રો લગભગ જ્યારે દેશમાં મોદી શાસન છે, ત્યારથી લોકોના હિત માટે અનેક નવી યોજનાઓ આવતી રહી છે. તો તેમાંથી એક યોજના છે પેન્શન યોજના. આ યોજના લોકો માટે ખુબ જ ઉપયોગી છે. આ યોજનાનું આખું નામ અટલ પેન્શન યોજના રાખવામાં આવ્યું છે. કેમ કે આ યોજનામાં પેન્શનની સુવિધા આપવામાં આવે છે. તો તેમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

મિત્રો મોદી સરકાર દ્વારા તેના પહેલા કાર્યકાળમાં એક પેન્શન યોજના બનાવી હતી. તેનું નામ રાખવામાં આવ્યું હતું, અટલ પેન્શન યોજના. તો હવે સરકાર દ્વારા હવે આ પેન્શન યોજનાના એક નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો. તેના નવા નિયમ અનુસાર દેશના 2 કરોડ કરતા વધુ સબસ્ક્રાઇબરને રાહત મળશે.

ખરેખર તો પેન્શન નિયામક PFRDA એ દ્વારા બેંકોમાંથી અટલ પેન્શન યોજનાના અંશધારકોના યોગદાનની રાશિમાં વરસ દરમિયાન કોઈ પણ સમયે બદલાવના આગ્રહને સ્વીકાર કરવા અને જરૂર કદમ ઉઠાવવા માટે જણાવ્યું છે. એટલે કે હાલની સ્થિતિને અનુલક્ષીને કોઈ બદલાવની જરૂર પડે તો કરવા માટે જણાવ્યું છે.

એટલે કે તમે વર્ષમાં ગમે ત્યારે પેન્શનની યોગદાન રાશિને ઘટાડી અથવા વધારી શકાય છે. તેના હેતુઓ અનુસાર પહેલો હેતુ એવો છે કે અટલ પેન્શન યોજનાને વધુ આકર્ષક બનાવવી. આ પહેલા અંશધારકોને માત્ર એપ્રિલ મહિનામાં જ યોગદાન રાશિ બદલવાની અનુમતિ હતી. પેન્શન કોષ નિયામક અને વિકાસ પ્રાધિકરણે જણાવ્યું છે કે, “આ વ્યવસ્થાને અંશધારક પોતાની આવક અને ક્ષમતા અનુસાર જમા કરવાની રકમમાં ઘટાડી અથવા વધારી શકશે. તમારા 60 વર્ષ થાય ત્યાં સુધી આ યોજનામાં પૈસા ભરવાના રહે છે, ત્યાર બાદ તમને પેન્શન મળવાનું શરૂ થઈ જાય છે.”

જો કે અંશધારક આર્થિક વર્ષમાં માત્ર એક વાર જ પેન્શન યોજનામાં બદલાવ કરી શકે છે. તમને જણાવી દઈએ કે હાલ અટલ પેન્શન યોજનાની હેઠળ લગભગ 2.28 કરોડ અંશધારક રજીસ્ટર્ડ છે. અટલ પેન્શન યોજના મેં 2015 ના રોજ શરૂ કરવામાં આવી છે. આ યોજના 18 થી 40 વર્ષના દેશના બધા જ નાગરિકો માટે ખુલ્લી છે.

આ યોજનાનો લાભ એ છે કે, અંશધારક એટલે કે જેણે રજીસ્ટર્ડ કરાવ્યું હોય તેની ઉંમર 60 વર્ષ થવા પર દર મહીને 1 હજાર રૂપિયાથી લઈને 5 હજાર રૂપિયા સુધીનું પેન્શન મળવાની ગેરેંટી આપવામાં આવે છે. હાલ આ યોજનામાં નવી યોગદાન રકમ 42 રૂપિયા છે.

Leave a Comment