સુશાંત સિંહના મૃત્યુ પર તેના મામા એ જતાવી શંકા, કહ્યું સુશાંત આવું કદમ ન ઉઠાવે, ઉઠ્યો આ સવાલ.

બોલીવુડમાં એમ.એસ. ધોની, રાબ્તા, છીછોરે, જેવી ફિલ્મ કરનાર એક્ટર સુશાંત સિંહ રાજપુતના મૃત્યુની ખબરે લગભગ બધાને દંગ કરી દીધા છે. તારીખ 14 ના રોજ સવારે તેની લાશ ઘરમાં મળી આવી. ત્યાર બાદ તેના ઘરે પોલીસ પહોંચી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસમાં પોલીસ આ આત્મહત્યાનો મામલો એવું જણાવ્યું હતું. પરંતુ આશ્વર્યની વાત એ છે કે તેના ઘરમાં સુસાઇડ નોટ મળી ન હતી.

પરંતુ આ મામલામાં સુશાંત સિંહના મામાએ એક મીડિયા હાઉસ સાથે વાતચીત કરતા સમયે કહ્યું કે, સુશાંત ક્યારેય આવું કદમ ઉઠાવી ન શકે. આવું થવા પાછળ કોઈની સાજીશ હોય શકે છે. એટલા માટે આ મામલાની ન્યાયિક તપાસ થાય. તો બીજી તરફ સુશાંત સિંહ વિશે મુંબઈ પોલીસનું કહેવું છે કે, તે 6 મહિનાથી સેસ ડિપ્રેશનમાં ચાલી રહ્યો હતો. એટલું જ નહિ, તેનો ઈલાજ પણ થઈ રહ્યો હતો. તો ડીસીપી પ્રણય અશોકે સુશાંત સિંહના મૃત્યુને આત્મહત્યા છે એવું જણાવ્યું હતું.

પોલીસના સુત્રોનું માનવામાં આવે તો, ઘટના સમયે તેના ઘર પર અમુક મિત્રો પણ હાજર હતા. તે બધા વચ્ચે વાતચીત થઇ રહી હતી અને અચાનક જ સુશાંત ઉભો થઈને પોતાના રૂમ તરફ ગયો અને દરવાજો બંધ કરી દીધો. ઘણા સમય સુધી સુશાંત બહાર ન આવ્યા અને તેના મિત્રોએ કોલ કર્યો તો પણ કોઈ જવાબ ન આવ્યો. તે બધા દરવાજાની પાસે ગયા પરંતુ દરવાજો અંદરથી બંધ હતો. તે બધા લોકોએ દરવાજો તોડ્યો પરંતુ ખુબ જ મોડું થઈ ચુક્યું હતું. સુશાંત સિંહ એ સમયે ફાંચી લગાવી ચુક્યા હતા. તે દ્રશ્ય જોઇને તરત જ નોકરે પોલીસને કોલ કરીને આખી ઘટનાની જાણકારી આપી દીધી હતી.

તમને જણાવી દઈએ કે, અભિનેતા સુશાંત સિંહે બોલીવુડમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. તેની ફિલ્મ ‘કાય પો છે’ ની સફળતા બાદ સુશંતની કરિયર ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યું હતું. ત્યાર બાદ તેને શુદ્ધ દેશી રોમાંચ અને મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિક કરીને પણ ખુબ જ નામ બનાવ્યું હતું. પરંતુ તેની અમુક ફિલ્મો ખાસ ન રહી. હાલમાં જ તેમની છીછોરે ફિલ્મ પણ આવી હતી.

તો આમ આ મામલો આત્મહત્યાનો એવું જણાય રહ્યું છે, જ્યારે સુશંતના મામાનું કહેવું છે કે, આ કોઈ સાજીશ છે અને આ મામલાની તપાસ થવી જોઈએ. કેમ કે આ અભિનેતા આ ઉંમરમાં જ આ દુનિયા અલવિદા કહી ગયો હોવાથી બોલીવુડમાં ગમગીની છવાય ગઈ છે.

Leave a Comment