ટીવી-ફ્રીજથી સહિત ઘરની આ વસ્તુઓ ચાલશે વર્ષો વર્ષ, કરો વાસ્તુના આ નિયમોનું પાલન. ક્યારેય નહિ આવે ઘરની પડતી…

કોઈપણ ઘરની સુખ-સમૃદ્ધિ વગેરે ઉપર વાસ્તુના નિયમોનો પ્રભાવ ખુબ પડે છે. જો તમારા ઘરમા વસ્તુઓ વાસ્તુના નિયમો પ્રમાણે રાખવામા આવી છે તો એ વસ્તુની શુભતા કહો કે વસ્તુનો લાભ તમને વર્ષો સુધી કોઈ પણ અડચણ વગર મળતો રહે છે. જયારે પોતાના ઘરના કોઈ ખૂણાને કે સ્થાનને અવગણવામાં આવે તો તે સ્થાનની નકારાત્મક ઉર્જાનો પ્રભાવ તમારા જીવન પર, કેરિયર પર અને વ્યવસાય પર પડે છે.

કોઈપણ ઘરમાં જેટલું મહત્વ રૂમના વાસ્તુને લઈને હોય છે એટલું જ મહત્વ તે રૂમમાં વાસ્તુના નિયમ અનુસાર વસ્તુઓની ગોઠવણી કરવી જોઈએ. આવો તમને જણાવી દઈએ કે પોતાનું ઘર સજાવતી વખતે ક્યાં વાસ્તુ નિયમોનુ વિશેષ ધ્યાન રાખવુ જોઈએ.

1) જો તમારા ઘરમા ફ્રિઝ ને સાચી જગ્યા પર રાખવા બાબતે મૂંઝવણ છે તો તમારે વાસ્તુના નિયમ અનુસાર એને રૂમની  પશ્ચિમ દિશામા રાખવુ જોઈએ.
2) ઘરમા ડાઈનીંગ ટેબલને એવી રીતે ગોઠવો કે જમવા બેસનાર કોઈપણ વ્યક્તિનું મોઢું દક્ષિણ દિશામા ન રહે.
3) રસોડામા ગેસ સ્ટવને હમેશા દક્ષિણપુર્વ દીશામા રાખો.

4) ઘરમા મનોરંજન નું મુખ્ય માધ્યમ માનવામાં આવતું ટીવીને તમે હંમેશા રૂમની ઉત્તર દિશાનો ભાગમાં રાખવાનું  પસંદ કરો.
5)
સમય જોવાની સાથે જ દિવાલ ઉપર સુંદરતા વધારવા માટે ઘડિયાળને હમેશાં રૂમની પુર્વ દિશામા રાખો.
6) તમારા રૂમ મા બેડ અથવા તો હોલમા સોફાને હમેશાં એવી રીતે રાખો કે એની ઉપર બેસવાવાળા નુ મોઢુ દક્ષિણ દિશામાં ન રહે. જોકે આમ તો સોફા કે સેટીને હમેશાં ડ્રોઈગ રૂમની દક્ષિણ પશ્ચિમ ખુણામા રાખવા જોઈએ.

7) રૂમ મા બેડ ને એવી રીતે રાખો કે તમારુ માથુ સૂતી વખતે દક્ષિણ દિશા કે પૂર્વ દિશા મા રહે.
8) વાસ્તૂશાસ્ત્રના નિયમ અનુસાર એક્વેરીયમ ને રૂમ ની ઉતર પશ્ચિમ દિશામાં રાખો.
9) બુટ ચપ્પલ ને હંમેશા ઉત્તર પશ્ચિમ દિશામાં અથવા તો દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખો.

10) અરીસા ને હમેશાં ઉત્તર અથવા તો પૂર્વ દિશામાં લગાવો.
11) ઘર ના પ્રવેશદ્વાર ને હંમેશા પોતાના મનીપ્લાંટ કે ફુલો વાળા કુંડાથી સજાવી ને રાખી શકો છો. અહી તુલસીનો છોડ રાખવો પણ અત્યંત શુભ માનવામા આવે છે.
12) પહેલા તો ઘરમા જુનો સામાન કે ભંગાર ન રાખવો જોઈએ અને જો રાખવો પડે તો તેને ઉત્તર પશ્ચિમ દિશામા રાખવો જોઈએ.  

આમ તમે અહી આપેલ વાસ્તુશાસ્ત્રના નિયમોને અનુસરીને પોતાના ઘરમાં વસ્તુઓની ગોઠવણી કરી શકો છો. તેમજ તેનાથી તમારા ઘરમાં કોઈ વાસ્તુદોષ નહિ રહે અને તમારી વસ્તુઓ પણ લાંબો સમય સુધી ટકી શકે છે,  અને તમને કોઈ નુકસાન પણ નથી થતું.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment