આ છોકરીના વાળની લંબાઈ જોઇને ચોંકી જાય છે દરેક લોકો, જાણી લો તેનું રહસ્ય અને હેર કેર કરવાની ટીપ્સ….

દરેક મહિલા ઈચ્છે છે તેના વાળ લાંબા અને સુંદર હોય. પણ દરેકના વાળ લાંબાને સુંદર હોતા નથી. જો કે લાંબા વાળની સંભાળ ખુબ જ રાખવી પડે છે. પણ આ લાંબા વાળની સંભાળ લેવી દરેકના હાથની વાત નથી. વાળની કેર કરવા માટે ખુબ જ મહેનત કરવી પડે છે.

જયારે તમને જણાવી દઈએ કે ભારતની જ એક છોકરી આકાંક્ષા યાદવ પોતાના વાળની જેટલી સંભાળ રાખે છે એટલી કોઈ રાખી શકતું નથી. આકાંક્ષના વાળની લંબાઈ 9 ફૂટ 10 ઇંચ એટલે કે 3 મીટર છે. આ જ કારણે તેનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ 2020-2022 માં સામેલ કરવામાં આવ્યું હતું.

આકાંક્ષા યાદવનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના 30 માં સંસ્કરણમાં સૌથી લાંબા વાળ રાખનાર મહિલાના રૂપમાં દાખલ કરવામાં આવ્યું છે. આ ખુબ જ રોમાંચક વાત છે કે વર્ષ 2019 પછીથી અત્યાર સુધી કોઈપણ તેનો રેકોર્ડ નથી તોડી શક્યું. પોતાના લાંબા વાળની ઓળખ રાખનાર આકાંક્ષા યાદવ મહારાષ્ટ્રના થાણેની રહેવાસી છે. પોતાના Instagram એકાઉન્ટ પર આકાંક્ષા યાદવ પોતાનો વિડીયો અપલોડ કરે છે. Instagram પર તેના ફોલોઅર 13 હજારથી પણ વધુ છે.

આકાંક્ષાનું કહેવું છે કે લાંબા વાળને કારણે નેશનલ રેકોર્ડ કાયમ કરવો એક ખુબ જ મોટી વાત છે. આ રેકોર્ડ ખુબ જ મોટો છે, પણ તેના માટેની ઉત્સુકતા તેનાથી વધુ મોટી છે. પોતાના લાંબા વાળને કારણે ફાર્માસ્યુટીકલ એન્ડ મેનેજમેન્ટ પ્રોફેશનલના નામે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ પણ છે. જો કે હજુ સુધી આકાંક્ષા પોતાના લાંબા વાળનું રહસ્ય નથી જણાવતી.

પોતાના જમીન પર લટકતા વાળ વિશે પુછવા પર આકાંક્ષા માત્ર એટલું જ કહે છે કે તે પોતાના હેર વોશ અને સંભાળ માટે દિવસની 20 મિનીટથી વધુ સમય નથી કાઢતી. જયારે તેને એમ પૂછવામાં આવ્યું કે તેણે ક્યારેય પોતાના વાળ કાપ્યા છે તો તેણે જણાવ્યું કે મેં કમરથી લઈને નીચે જમીન સુધી લટકતા વાળ કાપ્યા છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment