આવી દેખાય છે KGF ના રોકીભાઈની રિયલ પત્ની, મોટાભાગના લોકોને નથી ખબર સુપરસ્ટાર યશની પત્ની વિશે… જુઓ એકવાર રહી જશો દંગ…

મિત્રો તમે કદાચ KGF પાર્ટ-1 ફિલ્મ જોઈ લીધું હશે. એક ખુબ જ સચોટ અને શાનદાર અંત સાથે ફિલ્મ પૂરી થાય છે અને દર્શકોના મનમાં પાર્ટ-2 માં શું થશે તેવી તીવ્ર જીજ્ઞાસા બની રહે છે. આથી હાલ લગભગ 3 વર્ષથી KGF 2 ફિલ્મની રાહ જોતા દર્શકોની અધીરાઈનો હવે અંત આવી જશે. જયારે આ ફિલ્મના એક્ટર યશની સ્ટાઈલ આજે લોકોમાં એક ટ્રેડ બની ગઈ છે. પરંતુ આ સુપર સ્ટારની પત્ની પણ કોઈ હિરોઈનથી કમ નથી. જો તમે યશની પત્ની વિશે જાણવા માંગતા હો તો આ લેખ અંત સુધી જરૂર વાંચો. જેમાં અમે તમને જણાવશું કે આખરે યશની પત્ની રાધિકા પંડિત છે કોણ ?

રાધિકા પંડિત કન્નડ સિનેમાની જાણીતી એક્ટ્રેસ છે. તેનો જન્મ 7 માર્ચ 1984 ના રોજ બેંગ્લોરમાં થયો હતો. તેમની માતા ગોવાની છે અને પિતા કૃષ્ણા પંડિત સારસ્વત છે. રાધિકાના પિતા ફિલ્મ અને સ્ટેજ પર્સનાલિટી છે. રાધિકાએ બેંગ્લોરની Cluny Convent High School માં અભ્યાસ કર્યો છે.

ત્યાર બાદ બેંગ્લોરની Mount Carmel College માં તેઓ એ બી.કોમમાં ગ્રેજ્યુએશન કરેલું છે. Master of Business Administration નો કોર્સ કર્યા બાદ રાધિકા પંડિત ટીચર બનવાના સપનાઓ જોતી હતી. જો કે 2007 માં જ્યારે તેઓ પોતાના બી.કોમના ફાઇનલ યરમાં હતા ત્યારે તેમના એક મિત્રએ તેમણે કન્નડ ટીવી શોના ઓડિશન માટે અપ્રોચ કર્યું હતું.

આ શોનું નામ Nandagokula હતું. ડાયરેક્ટર અશોક કશ્યપના આ શોમાં રાધિકા પંડીતને ઓડિશન વગર જ કામ મળી ગયું હતું. ત્યાર બાદ તેઓ એ Sumangali નામના ટીવી શોમાં કામ કર્યું. લોકલ મેગેનીઝમાં રાધિકાના ફોટો છપાવાનું શરૂ થઈ ગયું હતું, ત્યાર બાદ ડાયરેક્ટર શશાંકે તેમને નોટિસ કર્યા હતા.

શશાંક તે સમયે ફિલ્મ 18th Cross અને Moggina Manasu માટે એક્ટ્રેસ શોધી રહ્યા હતા. તેમણે આ બંને ફિલ્મ કાસ્ટ કરી લેવામાં આવ્યા હતા. Moggina Manasu માં રાધિકાના કામને ખુબ જ પસંદ કરવામાં આવ્યું હતું. આ માટે તેમને Karnataka State Film Award for Best Actress અને Filmfare Award for Best Actress પણ આપવામાં આવ્યા.

રાધિકાની મુલાકાત ફિલ્મ કેજીએફના સ્ટાર યશ સાથે 2007 માં થઈ હતી. બંનેએ સિરિયલ Nandagokula માં સાથે કામ કર્યું હતું. ત્યાર બાદ તેઓએ ફિલ્મ Moggina Manasu માં પણ સાથે કામ કર્યું હતું. યશ અને રાધિકાએ સાથે ઘણી ફિલ્મો કર્યા પછી એક બીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. જો કે તેમના સંબંધને પ્રાઈવેટ રાખ્યો હતો.

ઓગસ્ટ 2016 માં બંનેએ સગાઈ કરી લીધી હતી અને ડીસેમ્બરમાં બેંગ્લોરમાં બંનેએ પ્રાઈવેટ સેરેમનીથી લગ્ન કર્યા હતા. 2018 માં બંનેની દીકરીનો જન્મ થયો હતો. ત્યાર બાદ 2019 માં બંનેએ દીકરાનું સ્વાગત આ દુનિયામાં કર્યું હતું.

યશ સાથે લગ્ન પછી રાધિકાએ પર્સનલ લાઈફ પર ફોકસ કરવા માટે ફિલ્મો માંથી બ્રેક લઈ લીધો હતો. તેમને ગયી વખતે 2019 માં આવેલી ફિલ્મ આદિ લક્ષ્મી પુરાણમાં જોવામાં આવ્યા હતા. લગ્ન પછી રાધિકાએ Yasho Marga Foundation નામની ફાઉંડેશનમાં ભાગ લીધો હતો. યશની શરૂ કરેલ આ ફાઉન્ડેશન મજૂર અને ખેડૂતોની મદદનું કામ કરતી હતી.

રાધિકા પંડીતે ઘણી સારી ફિલ્મોમાં કામ કરીને નામ કમાવ્યું છે. સાથે જ તેમણે અમુક ફિલ્મોમાં ગીત પણ ગાયેલું છે. એવામાં જાહેર છે કે, તે ખુબ જ ટેલેન્ટ એક્ટ્રેસ છે. આમ સાઉથ સુપર સ્ટાર યશની પત્ની ખુબ જ પ્રખ્યાત એક્ટ્રેસ રહી ચુકી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment