પાકિસ્તાનના કરાચીમાં જ થયો હુમલો, જાણો આ રીતે થયો હતો આંતકી હુમલો. જાણો સમગ્ર માહિતી.

પાકિસ્તાન આ નામથી આપણા દેશમાં ઘણા લોકોને ગુસ્સો આવી જાય છે. કારણ કે, આતંકવાદનું બીજું નામ જ પાકિસ્તાન છે એવું કહેવામાં આવે છે. આ સમયે એવો સવાલ થાય કે, આતંકવાદીઓએ પાકિસ્તાન પર કેમ હુમલો કર્યો. ખરેખર આ વાત વિચાર કરતા મૂકી દે છે. પરંતુ આ વાત સાચી છે. પાકિસ્તાન દ્વારા આપણી સરહદ અને કશ્મીરમાં આંતકી હુમલો કરે તેવું સાંભળ્યું હતું, પરંતુ આ વખત પાકિસ્તાનની અંદર જ આંતકી હુમલો થયો છે.

પાકિસ્તાન એક એવો દેશ છે, જ્યાં આતંકવાદને શરણ આપવામાં આવે છે. અનેક દેશો એવા છે જ્યાં લોકો આતંકથી પરેશાન છે, પરંતુ ત્યાં આ દેશ આતંકનું જ પાલન-પોષણ કરે છે. જાણવા મળતી માહિતી અનુસાર, આ હુમલો પાકિસ્તાનના સ્ટોક એક્સચેન્જમાં થયો હતો. આ હુમલા દરમિયાન ત્યાંના અન્ય નાગરિક પણ મૃત્યુ પામ્યા છે. ચાલો તો આ ઘટના અંગે વિસ્તારથી વાત કરીએ.

એવું જાણવા મળ્યું છે કે, આ આંતકવાદીઓએ ગ્રેનેડ હુમલો કરીને અંદર આવ્યા હતા. જ્યારે તેનો જવાબ આપતી કાર્યવાહીમાં ચાર આતંકવાદી માર્યા ગયા હતા. પાકિસ્તાનના કરાચીમાં આતંકવાદી હુમલો થયો એવું જાણવા મળે છે. ત્યાંની એક ન્યુઝ રીપોર્ટ મારફતે એવું જાણવા મળ્યું છે કે, સોમવારે પાકિસ્તાનના સ્ટોક એક્સચેન્જ નામની બિલ્ડીંગમાં આતંકવાદીઓ ઘુસ્યા હતા અને પછી ત્યાં આડેધડ ફાયરીંગ કરવા લાગ્યા હતા. જો કે તે ચારેય આંતકવાદીને મારી નાખવામાં આવ્યા છે. જ્યારે આ ફાયરીંગ દરમિયાન અન્ય 6 લોકો પણ માર્યા ગયા હતા.

આમ પાકિસ્તાનની મીડિયા રીપોર્ટ અનુસાર આ ચારેય આતંકવાદી માર્યા ગયા છે. તેમજ કરાચીના ઇન્સ્પેક્ટર જનરલના કહ્યા મુજબ હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. રેજર્સ અને પોલીસના જવાનો બિલ્ડીંગમાં ઘુસ્યા હતા અને અંદર સર્ચ ઓપરેશન ચાલી હતું.

આ ઉપરાંત કરાચીના ઇન્સ્પેક્ટરનું કહેવું છે કે, આ આતંકવાદીઓ સામાન્ય રીતે પોલીસના વેશમાં આવેલા હતા. જ્યાં પોલીસ અધિકારી જ્યારે of ડ્યુટી પર હોય ત્યારે જે કપડા પહેરે છે તે પહેરેલા હતા. જો કે આતંકવાદી માર્યા ગયા પણ તેઓ બિલ્ડીંગની અંદર જવા વખતે ભારે હથિયાર અને બેગ લઇ જતા દેખાયા હતા. આથી બિલ્ડીંગમાં કોઈ વિસ્ફોટક વસ્તુઓ હોય શકે છે.

આ સિવાય ઘટના સ્થળ પર એક પોલીસ કર્મચારી અને એક સિક્યોરીટી ગાર્ડના ઘાયલ થવાની વાત જાણવા મળી હતી. તેથી ત્યાં પોલીસ અને રેંજર્સના જવાન પહોંચી ગયા હતા. આ આ આંતકવાદીઓએ ગ્રેટ પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો અને પછી ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ સિવાય જાણવા મળતી માહિતી, મુજબ આ સ્ટોક એક્સચેન્જ બિલ્ડીંગને હાલ તો ખાલી કરવામાં આવી છે. તેના આજુબાજુના વિસ્તારો પણ ખાલી કરવામાં આવ્યા હતા. તેમજ જે લોકો ઘાયલ થયા હતા તેને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બિલ્ડીંગમાં બાકી રહેલ સ્ટાફને પણ પાછળના દરવાજેથી બહાર કાઢવામાં આવ્યા હતા.

આ ઉપરાંત પાકિસ્તાની મીડિયા રીપોર્ટ અનુસાર પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જના ડાયરેક્ટર અબીદ અલી હબીબે એવું પણ જણાવ્યું હતું કે, આ પાકિસ્તાની સ્ટોક એક્સચેન્જમાં દુર્ભાગ્યથી આ ઘટના ઘટિત થઈ હતી. આ આંતકવાદીઓ પાર્કિંગ એરિયા મારફતે અંદર આવ્યા હતા અને સામાન્ય લોકો પર ફાયરિંગ કરી રહ્યા હતા. આ આતંકવાદીઓ રેલ્વે ગ્રાઉન્ડ પાર્કિંગના ક્ષેત્રથી અંદર આવ્યા હતા અને સ્ટોક એક્સચેન્જની બહાર ફાયરિંગ કર્યું હતું.

Leave a Comment