માત્ર 1 વર્ષની દીકરીને ઘરમાં રડતી મુકીને માં જતી રહી, વર્ષો બાદ માં ફરી આવી તો છોકરીએ કર્યું આવું.

રશિયામાં એક ઘરે બાળકીને ત્યજી દીધી અને એક સ્ત્રીએ એ બાળકીને દત્તક લીધી હતી. પરંતુ સમય રહેતા એ બાળકી એ દેશની સૌથી સુંદર અને પ્રશંસાને પાત્ર છોકરી બની જશે. રશિયામાં આજથી લગભગ 15 વર્ષ પહેલા યારોસ્લેવમાં એક વ્યક્તિ એ ઘરની બહારથી નીકળ્યો અને બાળકીના રડવાનો અવાજ સાંભળ્યો હતો. ઘણા દિવસ સુધી આવું ચાલ્યું ત્યાર બાદ એ વ્યક્તિને શંકા પડી કે આવું ક્યાં સુધી ચાલશે. એ વ્યક્તિએ બાળકીના રડવાના અવાજને લઈને પોલીને જાણ કરી હતી.

પરંતુ જ્યારે પોલીસ આવી ત્યારે દ્રશ્ય જોઇને ચોંકી ગયા, કેમ કે, એ ઘરમાં એક વર્ષની રડતી બાળકી હતી. તેનાથી પણ વધુ આશ્વર્યની વાત એ હતી કે, એ ઘરમાં કોઈ પણ વ્યક્તિ ન હતું, બધા લોકો સામાન લઈને જતા રહ્યા હતા. માત્ર બાળકીને મુકીને જતા રહ્યા હતા. કેમ કે એ દ્રશ્ય જોઇને કોઈ પણ સમજીને શકે કે, એ બાળકીને લોકો ત્યજીને જતા રહ્યા હતા. બાળકીની ભાળ મળ્યા બાદ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી. ત્યાર બાદ એ બાળકીની લીઝા વેરબિટ્સકાયા તરીકે ઓળખ પામી.

બાળકી લીઝા સ્વસ્થ થયા બાદ તેના માતા-પિતાની કોઈ ભાળ ન મળી. ત્યાર બાદ લીઝાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા બાદ અનાથ આશ્રમમાં મોકલી દીધી. જ્યારે લીઝા હોસ્પિટલમાં હતી ત્યારે જ ઇન્ના નિકા નામની એક મહિલા પણ તેના પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવી હતી. એ સમયે લીઝાને એ મહિલાએ જોઈ હતી.આ બાળકીને જોઇને નિકાનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. નિકા રોજ આવીને લીઝાની મુલાકાત લેતી હતી. એ મહિલા રોજ લીઝાને રમકડાં લાવતી અને જમવા માટે પણ લાવતી. નિકાને બે દીકરા હતા માટે તેણે કોઈ બાળકને દત્તક લેવા માટે ક્યારેય વિચાર્યું પણ ન હતું.

મિત્રો લીઝાને ખુબ જ આઘાત લાગ્યો હતો અને તેના કારણે તેને મોટા અવાજોથી ખુબ જ ડર લાગતો હતો. પરંતુ નિકાએ તેને ખુબ જ સહજતાથી સાચવી અને ઉછેર કર્યો. લીઝા અત્યારે એ દેશની ખુબ અદ્દભુત નર્તકી છે અને મોડેલ બની ગઈ છે. બંને ભાઈઓ કરતા દેખાવ અલગ હતો માટે લીઝાને તેની સ્કુલમાં ખુબ જ ચીડવતા હતા. પરંતુ નિકાએ લીઝાને આત્મવિશ્વાસ ભેટ કર્યો હતો. સમય જતા મોટી થઇ અને એક મોડેલ બની ગઈ. લીઝા અત્ય સુધીમાં ઘણી બ્યુટી સ્પર્ધા જીતી છે.

લીઝા જ્યારે સિદ્ધિના શિખરે પહોંચી ત્યારે તેને જન્મ આપનારી માતાએ કોન્ટેક કરવાની કોશિશ કરી હતી, પરંતુ ત્યારે નિકાએ લીઝાને મળતા અટકાવી હતી. ત્યાર બાદ લીઝા પર નિર્ણય મુકવામાં આવ્યો હતો કે કંઈ માતા સાથે તેને રહેવું.પરંતુ તમને જણાવી દઈએ કે લીઝા હવે તેની જન્મ આપનાર માતાને જોવા પણ નથી ઈચ્છતી. લીઝા નિકાને જ તેની સંપૂર્ણ માતા માને છે. લીઝને મોડેલ તરીકે પણ કામ મળેલું છે અને ટેલેન્ટ કોમ્પિટિશન પણ જીત્યા છે. લીઝાને તેની જિંદગી જીવવાનો મોકો મળી ગયો.

Leave a Comment