માનવતાની મહેર : તરસથી તડપતા કુતરા પર વરસી ગયા આ દાદા, જુવો કેવી રીતે પીવડાવ્યું પાણી.

મિત્રો, કહેવાય છે કે સૌથી મોટું પુણ્ય જો કોઈ હોય તો તે છે, કોઈ તરસ્યાને પાણી પીવડાવવું. પાણી તમે ભલેને પછી કોઈ મનુષ્યને પાઓ કે કોઈ મુક પ્રાણીને, આ સિવાય જો મુક પ્રાણીઓની વાત કરવામાં આવે તો મુક જાનવર અને મનુષ્ય વચ્ચેનો સંબંધ છે. કોઈ મુક પ્રાણીને પાણી પાવું એ પણ ખુબ પુણ્યનું કામ છે.

આપણે બધા જ જાણીએ છીએ કે જાનવર બોલી નથી શકતું. પણ આ મુક પ્રાણી અને મનુષ્યનો સંબંધ ખુબ અનોખો હોય છે. જાનવર બોલી નથી શકતા પણ તેઓ પોતાના હાવભાવથી પોતાની પરેશાની કહી દે છે. આવા સમયે ઘણા લોકો તેમના ઈશારાને અનદેખા કરી દે છે. પણ ઘણા લોકો એવા હોય છે, જે તેમના હાવભાવને ઓળખી જાય છે અને તેની મદદ કરે છે. તો આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક એક વડીલ દાદા, એક કુતરાને પાણી પીવડાવતા દેખાય છે.

આમ જોઈએ તો કુતરાને પાણી પીવડાવવું એ કોઈ ખાસ વાત નથી. પરંતુ આ વડીલ દાદા તે કુતરાની હરકત સમજી ગયા અને પછી પોતાના હાથમાં પાણી ભરીને કુતરાને પાણી પીવડાવવા લાગ્યા. જ્યારે આ વિડીયોને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ઓફિસર સુસાંતા નંદા એ પોતાના ટ્વિટર પેજ પર મુક્યો છે. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક વડીલ દાદા પોતાના હાથમાં પાણી ભરીને કુતરાને પાણી પીવડાવે છે.

જ્યારે કુતરો તે પાણીને પિય લે છે, તો વડીલ ફરીથી પાણી લઈને આવે છે. આ જોઈને એવું લાગે છે કે, મુક કુતરાની પ્યાસને આ વડીલ ખુબ સારી રીતે ઓળખી ગયા. આ સુસાંતા નંદા એ પોતાના વિડીયોમાં લખ્યું છે કે, જ્યાં સુધી તમે બીજા માટે કંઈ નથી કરતા ત્યાં સુધી તમે પોતાના માટે નથી જીવતા.

આ સિવાય તમને જણાવી દઈએ કે, આ વિડીયોને સોશિયલ મીડિયામાં ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. લોકો આ વિડીયોને જોઈને ખુબ કોમેન્ટ કરી રહ્યા છે. જ્યારે યુજરે લખ્યું છે કે, અસલી માનવતા એ પણ છે કે, કોઈ એ તે વડીલની તારીફ પણ કરી. આ રીતના વિડીયો પહેલાં પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહ્યા છે. જેમાં કોઈ પ્રાણી અને માનવ વચ્ચે સારો એવો તાલમેલ જોવા મળતો હોય.

Leave a Comment